- કિશોર અવસ્થામાં વડનગર સ્ટેશને ચા વેચનારમાંથી બન્યા ભારતના વડા પ્રધાન
( દેશ માટે સમગ્ર જીવન સમર્પણ કરનારની અદભૂત જીવનયાત્રા )
પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
- વેબ સાઈટ
——————–
આ ચિત્ર પર ‘ક્લિક’ કરી વિડિયો માણો
જન્મ
- ૧૭ મી સપ્ટેમબર, ૧૯૫૦; વડનગર , જિ. મહેસાણા
કુટુમ્બ
- માતા – હીરાબેન ; પિતા- દામોદરદાસ
- પત્ની – જશોદા ( શિક્ષિકા)
તેમનાં પત્ની જશોદાબેન સાથે ઈન્ટરવ્યુ
શિક્ષણ
- ૧૯૬૩- ૬૮ – વડનગરની સ્કુલમાં માધ્યમિક
- —એમ.એ. ( પોલિટિક્સ) – ગુજરાત યુનિ.
વ્યવસાય
- જીવનભર – રાજકારણ
જીવનકથા
એક ઇન્ટરવ્યુ
તેમના વિશે વિશેષ
- હાઈસ્કુલ શિક્ષણ દરમ્યાન નાટકોમાં ભાગ લીધેલો
- ગામના તળાવમાં મગરો વચ્ચે તરીને મગરના બચ્ચાને પકડી સ્કુલમાં લઇ ગયેલા.
- પરિવાર ગરીબ અવસ્થામાં હોઈ ૧૪ વર્ષની કિશોર વયે તેમણે વડનગર સ્ટેશન બહાર આવેલા એમના પરિવારના ટી સ્ટોલ પર કામ કરતા
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ત્યારબાદ RSS માં જોડાયા.
- ૧૯૮૭ – દેશભરમાં હિન્દુત્વનો જુવાળ ઊભો થયો હતો ત્યારે મોદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
- ૧૯૯૦ – ભાજપના નેતા એલ.કે. અડવાણીની અયોધ્યાથી ગુજરાતના સોમનાથ મંદિર સુધીની રામ રથયાત્રાના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
- ૧૯૯૪ – ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.
- ૧૯૯૫ – ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવાયા અને તેમને પાંચ રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો.
- ૧૯૯૮ – મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી અને પક્ષમાં મહત્વ વધી ગયું.
- ૭મી ઓક્ટોબર,૨૦૦૧: ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં. જીવનમાં પહેલો મોટો બ્રેક.
- ઓક્ટોબર ૨૦૦૧ – ગોધરાકાંડ બાદ તેઓ ભારે દબાણમાં આવી ગયા. ત્યારબાદ મોદીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું અને ફરીથી ચૂંટણી યોજાઈ.
- જાન્યુઆરી, ૨૦૦૧- વિનાશક ભુકંપ સહિતની અન્ય ઘણી કુદરતી આપત્તિઓની વિપરિત અસરોમાંથી પસાર થઇ રહ્યું હતું. પ્રતિકૂળ પરિસ્થિતિઓને તેમણે કેવી રીતે સર્વાંગી વિકાસના અવસરોની તકમાં ફેરવી દીધી તેનો બોલતો પુરાવો ભૂજ શહેર છે.
- ૨૦૦૨ -વિધાનસભાની ૧૮૨ સીટોમાંથી ૧૨૭ સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્યો.
- ૨૦૦૫ – ‘ધાર્મિક અસહિષ્ણુતા’નું કારણ આપીને અમેરિકાએ તેમને ટ્રાવેલ વિઝા આપવાનો ઈનકાર કર્યો જે આજ દિન સુધી અમલમાં છે.
- ૨૦૦૭ – ગુજરાતમાં ત્રીજી વાર મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા.
- ૨૦૧૧/ ૨૦૧૨ – મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્ભાવા મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી.
- ૨૬, ડિસેમ્બર ૨૦૧૨ – ગુજરાતની ચૂંટણી ફરી જીતી લીધી. ૧૮૨માંથી ૧૧૫ બેઠકો જીતી. સળંગ ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ.
- ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૧૨ – એમના જન્મ દિવસે ગુજરાતના લોકોની સેવામાં ૪૦૦૦ દિવસ પૂર્ણ કર્યાં. સળંગ બાર વર્ષો સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન પદે રહેવાનો તેઓ વિક્રમ ધરાવે છે .
- ૨૦૧૩: ૯ જૂન – ગોવામાં ભાજપે મોદીને દેશની ૨૦૧૪ની ચૂંટણીના પ્રચાર માટેની સમિતિના વડા તરીકે નિમ્યા. આવી બઢતી આપવાના વિરોધમાં જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ ભાજપ સાથેની ૧૭ વર્ષ જૂની દોસ્તી તોડી નાખી.
- ૧૩ સપ્ટેંબર ૨૦૧૩ – ભાજપ અને એનડીએના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા.
- ૨૬, મે- ૨૦૧૪ – ભારતના વડાપ્રધાન પદે શપથ
સન્માન
- પૂના ગુજરાતી બંધુ સમાજ દ્વારા ગુજરાત રત્ન
- આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા TIME મેગેઝીનની એશિયા આવૃતિના એક અંકના મુખ પૃષ્ઠ ઉપર એમના ચિત્ર સાથે લેખ
- કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડીયા” દ્વારા ઇ-રત્ન
- ૩૦ જાન્યુઆરી ૨૦૦૬ – “ઇન્ડિયા ટુડે” દ્વારા રાષ્ટ્ર ભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં, નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં.
- ૫ ફેબ્રુઆરી ૨૦૦૭ – ઇન્ડિયા ટુડે -ઓઆરજી માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા
- ૨૫ ઑગસ્ટ ૨૦૦૯– FDI magazine દ્વારા વર્ષ ૨૦૦૯ માટેના એફડીઆઇ વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા.
- ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના એવોર્ડ -અહીં -http://www.narendramodi.in/categories/awards/
સાભાર
- શ્રી. વિનોદ પટેલ