પત્ની : ‘કહું છું સાંભળો છો ?’
પતિ : ‘હં…..’પત્ની : ‘અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો….’પતિ : ‘પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે…!’
****************************** ****************************** *
******************************
છગન (ડોક્ટર સાહેબને) : ‘મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસથાય છે. તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?’ડૉક્ટર : ‘દસ હજાર.’થોડા દિવસો પછી ડોક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.ડોક્ટર : ‘છગનભાઈ, તમે તો પછી આવ્યા જ નહીં.’છગન : ‘સાહેબ 100 રૂ.માં પતી ગયું.’ડૉક્ટર : ‘કેવી રીતે ?’છગન : ‘મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !’
****************************** ****************************** *
******************************
છોકરી : ‘તું મને પ્રેમ કરે છે ?’છોકરો : ‘હા, વહાલી.’છોકરી : ‘તું મારા માટે મરી શકે ?’છોકરો : ‘ના, હું અમરપ્રેમી છું.’
****************************** ****************************** *
******************************
રામુ ઝાડ પર ઊંધો લટકતો હતો. શ્યામુએ આ જોયું.એટલે પૂછ્યું : ‘તું ઝાડ પર ઊંધો થઈને કેમ લટકી રહ્યો છે ?’શ્યામુ : ‘માથાના દુઃખાવાની ગોળી ખાધી છે, તે ક્યાંક પેટમાં ન જતી રહે એટલે….’
****************************** ****************************** **
******************************
અબજોપતિ જય પોતાના શ્રીમંત મિત્ર વીરુને કહી રહ્યો હતો કે ‘હું સવારે મારી કારમાં બેસીનેનીકળું તો સાંજ સુધીમાં મારી અડધી મિલકત પણ ન જોઈ શકું.’વીરુ : ‘એમાં કઈ મોટી વાત છે. મારી પાસે પણ એવી ખટારા કાર છે.’
****************************** ****************************** **
******************************
દાંતના ડૉકટર : ‘તમારો દાંત કાઢી નાખવો પડશે.’દર્દી : ‘કેટલા પૈસા થશે ?’ડૉક્ટર : ‘પાંચ સો રૂપિયા.’દર્દી : ‘આ પચાસ રૂપિયા લો. દાંતને ઢીલો કરી દો, પછી તો હું જાતે કાઢી લઈશ….’
****************************** ****************************** ***
******************************
મોન્ટુ : ‘જો હું બસમાં ચઢું કે બસ મારી પર ચઢે, એમાં ફેર શું ?’પિન્ટુ : ‘કોઈ ફેર નહીં. બંનેમાં ટિકિટ તો તારી જ કપાશે.’
****************************** ****************************** ***
******************************
મોન્ટુના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું.પિન્ટુ : ‘આવું કેવી રીતે થયું ?’મોન્ટુ : ‘મોટો હથોડો લઈ દીવાલ તોડી રહ્યો હતો ત્યારે બાપુએ કહ્યું ક્યારેક ખોપરીનો ઉપયોગકર…’
****************************** ****************************** ****
******************************
ટીના : ‘અચાનક તું બહુ બચત કરવા માંડી છે ને કંઈ….!’મીના : ‘હા, મારા પતિની છેલ્લી ઈચ્છા એ જ હતી. ડૂબતી વખતે તેઓ એમ જ કહેતા રહ્યા, “બચાવો…બચાવો….”’
****************************** ****************************** ******
******************************
લગ્નજીવનની સફળતાનું રહસ્ય માત્ર ત્રણ જ શબ્દોમાં રહેલું છે :
‘ઓકે, ખરીદી લે….’
****************************** ****************************** ********
‘ઓકે, ખરીદી લે….’
******************************
પેસેન્જર : ‘જો બધી જ ટ્રેન મોડી જ હોય તો ટાઈમટેબલનો શો ફાયદો ?’સ્ટેશન માસ્તર : ‘બધી ટ્રેન સમયસર હોય તો, વેઈટિંગ રૂમનો શો ફાયદો ?’
****************************** ****************************** ********
******************************
બૉસ : ‘અમે એક એવા કર્મચારીની શોધમાં છીએ જે ખૂબ જવાબદાર હોય.’ઉમેદવાર : ‘તમારી શોધ પૂરી થઈ ગઈ સમજો. આ પહેલાં હું જે કંપનીમાં હતો ત્યાં કોઈ પણ ભૂલથાય તેને માટે હું જ જવાબદાર રહેતો…’
****************************** ****************************** ********
******************************
માલિક : ‘આજે તેં રોટલી પર વધારે ઘી લગાવી દીધું છે.’નોકર : ‘ભૂલ થઈ ગઈ…. કદાચ મેં તમને મારી રોટલી આપી દીધી છે….’
****************************** ****************************** ********
******************************
મોન્ટુનો પગ ભૂરો પડવા માંડ્યો એટલે ડૉક્ટર પાસે ગયો.ડૉક્ટરે પગ જોઈને કહ્યું : ‘ઝેર ચડી ગયું છે… કાપી નાંખવો પડશે….’ડૉક્ટરે પગ કાપી નાખીને નકલી પગ બેસાડી દીધો.થોડા દિવસમાં નકલી પગ ભૂરો પડવા માંડ્યો.ડૉક્ટર : ‘હવે તારી બીમારી સમજમાં આવી. તારા જિન્સનો રંગ લાગી જાય છે….’
****************************** ****************************** ********
******************************
શિક્ષક : ‘દિલ્હીમાં કુતુબ મિનાર છે.’મોન્ટુ કલાસમાં સૂઈ ગયો હતો. શિક્ષકે એને જગાડ્યો અને ગુસ્સામાં આવીને પૂછ્યું :
‘મેં હમણાં શું કહ્યું ?’મોન્ટુ ઊંઘમાંથી ઊઠ્યો અને બોલ્યો : ‘દિલ્હીમાં કુત્તા બીમાર છે.’
****************************** ****************************** ***********
‘મેં હમણાં શું કહ્યું ?’મોન્ટુ ઊંઘમાંથી ઊઠ્યો અને બોલ્યો : ‘દિલ્હીમાં કુત્તા બીમાર છે.’
******************************
એક મચ્છર છગનને દિવસે કરડ્યું.છગને એને પૂછ્યું : ‘તું તો રાત્રે કરડે છે ને ? આજે દિવસે કેમ ?’મચ્છર : ‘શું કરું ? ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે…. આજકાલ ઑવરટાઈમ કરવો પડે છે…!’
****************************** ****************************** *************
******************************
યુવતી : ‘કાલે મારો બર્થ-ડે છે.’યુવક : ‘એડવાન્સમાં હેપી બર્થ-ડે.’યુવતી : ‘શું ગિફ્ટ આપીશ ?’યુવક : ‘શું જોઈએ ?’યુવતી : ‘રિંગ.’યુવક : ‘રિંગ આપીશ, પણ ફોન નહીં ઉપાડતી. એમાં બેલેન્સ નથી.’
****************************** ****************************** **************
******************************
પિંકી : ‘પાડોશીની દીકરીને વિજ્ઞાનમાં 99 માર્ક્સ આવ્યા.’બિટ્ટુ : ‘અરે વાહ ! અને એક માર્ક ક્યાં ગયો ?’પિંકી : ‘એ આપણો દીકરો લાવ્યો છે…!’
****************************** ****************************** ***************
******************************
સંતા : ‘આ ડૉક્ટરો ઑપરેશન કરતાં પહેલાં દર્દીને બેહોશ કેમ કરી દે છે ?’બંતા : ‘જો દરેક વ્યક્તિ ઑપરેશન કરવાનું શીખી જાય તો પછી એમનો ધંધો કેવી રીતે ચાલે ?’
****************************** ****************************** ***************
******************************
યુવતી : ‘જોજે તને તો નરકમાં પણ જગ્યા નહીં મળે.’યુવક : ‘ભલે ને ! કોઈ ચિંતા નહીં. કારણ કે હું પણ બધી જગ્યાએ તારી સાથે આવવા નથીમાગતો !’
****************************** ****************************** ***************
******************************
‘તું તો બહુ સરસ સ્વિમિંગ કરે છે…. ક્યાં શીખ્યો ?’
‘પાણીમાં… બીજે ક્યાં ?’
****************************** ****************************** ***************
‘પાણીમાં… બીજે ક્યાં ?’
******************************
એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકે વેઈટરને પૂછ્યું :
‘એક કૉફી કેટલાની છે ?’
‘પચાસ રૂપિયાની…..’
‘આટલી બધી મોંઘી ! સામેની દુકાનમાં તો પચાસ પૈસાની છે….’વેઈટર : ‘એ તો ફૉટોકૉપીની દુકાન છે…. જરા
‘એક કૉફી કેટલાની છે ?’
‘પચાસ રૂપિયાની…..’
‘આટલી બધી મોંઘી ! સામેની દુકાનમાં તો પચાસ પૈસાની છે….’વેઈટર : ‘એ તો ફૉટોકૉપીની દુકાન છે…. જરા
****************************** ****************************** ****************