છેલ્લા એક દાયકા દરમિયાન ભારતના અર્થતંત્રમાં આવેલા ઉછાળાના આધારે ભારતના ભાતીગળ સમાજના ભડવીરોમાં વૈભવશાળી વસ્તુઓ ખરીદવાનું અને આવશ્યક ન હોય તો પણ વસાવવાનું જે વલણ જોવામાં આવે છે તે ઉપરથી એક વાતની તો પ્રતીતી થયા વિના રહેતી નથી કે વાસ્તવમાં ભારતે પોતાના અર્થતંત્રને વેગ આપવામાં નોધપાત્ર પ્રગતિ કરી છે. અર્થતંત્રમાં થયેલી પ્રગતિથી પ્રભાવિત થયેલા લોકોના જીવનમાં સફળતાનું પ્રતીક બની ગયેલી આમ તોે ઘણી બધી વસ્તુઓ, ચીજો અને સાધન સામગ્રીઓનો સમાવેશ થઈ શકે છે તેમ છતાં તેમાં પ્રધાન સ્થાન નજરે ચઢતી કઈ વસ્તુને આપવામાં આવે છે. વર્તમાન સમયે તો કારને. કારણ કે કોઈ નવી કાર બજારમાં આવતાંની સાથે જ તે સમાજના શ્રીમંતના ગેરેજનું ગૌરવ ઘડીભરમાં બની જાય છે. વિશેષ રૃપે ભારતના કોર્પોરેટ ક્ષેત્રમાં તોે વળી લોકો શેની પાછળ વધુને વધુ નાણાં ખરચતા હોય છે તે જાણવા માટે કોઈ સર્વોચ્ચ અભ્યાસની આવશ્યક્તા રહેતી નથી.
હવે આ તબક્કે મહત્ત્વની નોંધપાત્ર બાબત તો એ છે કે હજી તો અમે સ્પોર્ટ્સ કારનો તો ઉલ્લેખ જ કર્યો નથી. લોકો સ્પોર્ટ્સ કાર પોતાના મોજ શોખ માટે ખરીદે છે અને આ કારનું માર્કેટ પણ જેવું તેવું નથી. અરે! ૧૧૨ ટકાનો જકાત વેરો પણ માલેતુજારોને આ કાર ખરીદવા નિરૃત્સાહ કરવામાં સફળ થતોે નથી. એટલે જ તો સરેરાશ ધનપતિ ગણાતા લોકોને સ્પોર્ટ્સ કાર પરવડે નહિ જ તેથી વાસ્તવમાં જેને માલદાર કહેવાય તેવા લોકો આટલો ઊંચો જકાત વેરો આવકારે છે. કારણ કે આ કારની અનન્ય લાક્ષણિકતાઓ જ તેને વેચાણ પાત્ર બનાવે છે.
બીજો એક નોંધપાત્ર મુદ્દો પણ જાણવા જેવો છે. આપણો કાયદો પણ એવો છે કે આવી કાર આયાત કારના નામે નહિ પરંતુ ફક્ત માલિકના નામે જ આયાત કરી શકાય છે. તેથી જ તો મોટા ભાગની આવી કારોને તેના રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ ઉપર ''૧''ને બદલે માલિકનો સિરિયલ નંબર ''૨'' આપવામાં આવે છે. બીજી એક વિચિત્રતા એ છે કે મોટાભાગની રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફીસો (આરટીઓ) ૧૨ સિલિન્ડર વાળું એન્જિન ધરાવતી કારને માન્યતા આપતી નથી. તેથી આવી કારનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ મેન્યુલી બનાવવું પડે છે. હવે ભારતના કોર્પોરેટ ક્ષેત્રમાં કારો ખરીદવાનો ચસ્કો લગાડી પલીતો ચાંપનારી એક એકને ચઢે તેવી કારોના જરા

નમુનાઓ તો જુઓ
રોલ્સ રૉય્સ ફેન્ટમ
લગભગ ૫૦ વર્ષની ગેરહાજરી બાદ આ કંપનીનું ભારતમાં પુનરાગમન થયું છે. ફેન્ટમ કારે આ ઉપખંડમાં પોતાની સત્તાવાર હાજરી પુનઃસૃથાપિત કરી છે.
આ કંપનીના ૧૦૦ વર્ષના ઈતિહાસના પ્રારંભકાળથી જ આ કંપનીની કારો ભારતમાં જોવામાં આવતી હતી. અને હજી આ કારોના નમુનાઓ મોજુદ છે. હવે ફેન્ટમનું ઉત્પાદન ઈન્ગ્લેન્ડની વેસ્ટ સસેક્સ કાઉન્ટીમાં આવેલા ગુડવુડ ખાતે આ કંપનીના વડામથક અને પ્લાન્ટમાં કરવામાં આવે છે. કહેવાય છે કે ફેન્ટમ નામ આપવા માટે વીસ અને ત્રીસના દાયકામાં પ્રચલિત થયેલા લેજન્ડરી હીરો ફેન્ટમનાં પરાક્રમો ઉપરથી પ્રેરણા લેવામાં આવી હતી. આ કારમાં ૬.૭૫ લીટર વી-૧૨ એન્જીન બેસાડવામાં આવ્યું છે. આ કારની ખૂબી એ છે કે આ કારને હંકારવાની શરૃઆત કરતાની સાથે તે માત્ર ૫.૯ સેકન્ડમાં શૂન્યથી થી ૧૦૦ કિ.મી. પ્રતિકલાકની ગતિ પકડી લેવાને સક્ષમ છે. રૃપિયા સાડા ત્રણ કરોડની આ કારની આયાત નવનીત મોટર્સ દ્વારા કરવામાં આવે છે.

બેન્ટલી - આરનેજ
આ કારના ૨૦૦૭ના મોડેલમાં ૫૦૦ બ્રેક હોર્સ પાવર ધરાવતું ૬.૭૫ લીટર વી-૮ એન્જિન બેસાડવામાં આવ્યું છે અને ૬-સ્પીડ વાયુ ઓટોમેટીક ટ્રાન્સમીસન ધરાવે છે. આ કારમાં ટાયર પ્રેશર મોનીટરીંગ સીસ્ટમ પણ બેસાડવામાં આવે છે. આ વર્ષે ફક્ત ૧૫ કારો ઉપલબૃધ કરવામાં આવી છે જેની કિંમત સવા બે કરોડ હોવા છતાં દસ કારો તો વેચાઈ ગઈ છે. આ કારની આયાત એક્સ્ક્લુઝીવ મોટર્સ દ્વારા કરવામાં આવે છે.
કોન્ટીનેન્ટલ જીટી કન્વર્ટીબલ
બેન્ટલી મોટર્સની આ વૈભવશાળી ૨+૨ કન્વર્ટીબલ ભારતમાં સત્તાવાર રીતે ઉપલબૃધ છે. આ કારની વધુમાં વધુ ઝડપ કલાકના ૩૧૨ કી.મી. છે. આ કારમાં અત્યાધુનિક ઓલ વ્હીલ ડ્રાઈવ સીસ્ટમ અને ૧૨ સિલીન્ડર ધરાવતું એન્જિન બેસાડવામાં આવ્યું છે. એક્સ્ક્લુઝીવ મોટર્સ દ્વારા આયાત કરવામાં આવેલી કારોમાંથી માત્ર ત્રણ જ બાકી રહી છે અને તેની કિંમત બે કરોડ વીસ લાખ રૃપિયા છે.
મેબેક
ભાતીગળ ભૂતકાળ ધરાવતી આ કંપની માત્ર ચાર વર્ષ પહેલાં જ પુનઃસૃથાપિત કરવામાં આવી હોવા છતાં ભારતમાં પોતાની ૬૨ એસ મોડેલ ઓફર કરે છે. ૬૨ -એસ કારનું ૧૨ સિલીન્ડર વાળું એન્જિન ૬૧૨ બ્રેક હોર્સ પાવર પેદા કરે છે. મર્સીડીઝ બેન્ઝ ઈન્ડિયા દ્વારા આયાત કરવામાં આવેલી આ કારના મૂળ મોડેલની કિંમત પોણા ચાર કરોડ રૃપિયા છે.
મર્સીડીઝ બેન્ઝ એસ-ક્લાસ
આ કારને ગરીબ શ્રીમંતોની મેબેક કાર નામે ઓળખવામાં આવે છે. ભારતમાં હજી તો ગયે વરસે જ તેનું આગમન થયું છે. આ કાર ચાર વ્હીલ ઓટોમેટીક ડ્રાઈવ સીસ્ટમ ધરાવે છે. એસ-૩૫૦ મોડેલની કિંમત ૭૨ લાખ રૃપિયા છે પરંતુ એસ-૫૦૦ માટે બારોબાર ઓર્ડર આપી શકાય છે. આ કારના ઉત્પાદક અને આયાતકાર મર્સીડીઝ બેન્ઝ ઈન્ડિયા લિમિટેડ છે.
એમ-ક્લાસ ઃ આ કાર એમ-૩૫૦ અને એમ-૫૦૦ મોડેલમાં મળે છે. પ્રથમ મોડેલમાં ૩.૫ લીટર, વી-૬, ૨૬૮ બ્રેક હોર્સ પાવર ધરાવતું એન્જિન બેસાડવામાં આવ્યું છે. શહેરના રસ્તાઓ પર લીટર દીઠ ૭ કિ.મી. અને હાઈ વે ઉપર લીટર દીઠ ૯ કિ.મી. જેટલો પ્રવાસ કરી શકાય છે. જ્યારે બીજા મોડેલમાં ૫ લીટર, વી-૮, ૩૦૨ બ્રેક હોર્સ પાવર ધરાવતું એન્જિન બેસાડવામાં આવ્યું છે. આ કાર શહેરમાં લીટર દીઠ છ અને હાઈવે ઉપર આઠ કિ.મી. આપે છે આ મોડેલોમાં ૭-સ્પીડે ઓટોમેટીક ટ્રાન્સમીસન છે. આ કારની કિંમત પાંસઠ લાખ રૃપિયા છે અને આયાત કાર એસ-ક્લાસ વાળા છે.
ઑડી-એ ૮
ચાર વ્હીલ ડ્રાઈવ ધરાવતી આ કારમાં એ-૮ એન્જિન બેસાડવામાં આવ્યું છે. વ્યક્તિગત વિક્રેતા દ્વારા આયાત કરવામાં આવેલી આ કારની કિંમત પંચોતેર લાખ રૃપિયા છે પરંતુ ઓડી કંપનીની ફીલોસોફી જાણવા જેવી છે ''વૉર સ્પ્રન્ગ ડુર્ક ટેક્નીક'' એટલે કે ટેક્નોલોજી મારફત પ્રગતિ.
વૉક્સવેગન
તુરેગ ઃ આકારમાં ૬૨૦ વૉટ વાળી ડાયનોડીયો સ્ટીરીયો સીસ્ટમ બેસાડવામાં આવેલી છે. બીજું તેમાં એબીએસ પ્લસ સીસ્ટમ ધરાવતી બ્રેક્સ લગાડવામાં આવી હોવાથી કાચી આૃથવા કાદવવાળી જમીન ઉપર બ્રેક માર્યા બાદ ૨૦ ટકાનું અંતર ઓછું થઈ જાય છે. આ બ્રેકીંગ સીસ્ટમ સાથે એડેપ્ટીવ ક્રુઝ કન્ટ્રોલ જોડવામાં આવ્યું હોવાથી આગળ રસ્તા ઉપર કોઈ ખતરો હોય તો તેનો આગોતરો સંકેત મળી જાય છે. જેને લીધે જરૃરતના સમયે વાહન થોભાવતાં પહેલાં ગતિ ધીમી કરવામાં સરળતા પડે છે. પંચાવન લાખની કિંમત ધરાવતી આ કારની આયાત કાશ્યપ વ્હીકલ સર્વિસીઝ પ્રા.લિ. દ્વારા કરવામાં આવે છે.
ફેટોન ઃ આ વૈભવશાળી વોક્સવેગન કારને પીપલ્સ કાર તરીકે ઓળખવામાં આવે છે. ૧૨ સિલિન્ડર વાળા એન્જિમાં સિલિન્ડર ડબ્લ્યુ આકારમાં ગોઠવવામાં આવ્યા છે. આ કારમાં ૪-ઝોન વેન્ટીલેશન સીસ્ટમ બેસાડવામાં આવી છે. આ કારમાં ૪.૨ લીટર ૩૩૫ બ્રેક હોર્સ પાવર ધરાવતું વી-૮ આૃથવા તો ૬ લીટર ૪૨૦ બ્રેક હોર્સ પાવરવાળું ડબ્લ્યુ-૧૨ એન્જિન બેસાડવામાં આવ્યું છે. આ કારને બીએમડબ્લ્યુ-૭, ઑડી એ-૮ અને મર્સીડીઝ બેન્ઝ એસ ક્લાસ જેવી વૈભવશાળી કારોના ખરા સ્પર્ધક તરીકે ગણવામાં આવે છે. આ કાર ૪-મોશન ઑલ વ્હીલ ડ્રાઈવ સીસ્ટમ સાથે ૬- સ્પીડ ટીપટ્રોનિક ઓટોમેટિક ટ્રાન્સમીસનથી સજ્જ કરવામાં આવી છે. ૬૫ લાખ રૃપિયાની આકારની આયાત કાશ્યપ વ્હીકલ સર્વિસીઝ પ્રા.લિ.દ્વારા કરવામાં આવે છે.
બીએમડબ્લ્યુ-૭ સીરીઝ
આ કારમાં ૪.૪ લીટર વી-૮ એન્જિન ઉપરાંત વિશ્વની સૌપ્રથમ છ સ્પીડ ઓટોમેટીક ટ્રાન્સમીશન સાથે ડાયનામીક ડ્રાઈવ સીસ્ટમ બેસાડવામાં આવી છે. રૃપિયા સિત્તેર લાખની આ કારની આયાત બીએમડબ્લ્યુ ઈન્ડિયા પ્રા.લિ. દ્વારા કરવામાં આવે છે.
એક્સ-૫
આ બીએમડબ્લ્યુ એક્સ-૫ કાર વૈભવશાળી સ્પોર્ટ્સ યુટીલીટી વ્હીકલ વર્ગમાં પ્રવેશ મેળવનાર જર્મન ઓટો ઉત્પાદકની પ્રથમ કાર હતી. સાત પ્રવાસીઓ ઉપરાંત સામાન માટે પણ પૂરતા પ્રમાણમાં જગા ઉપલબૃધ કરવામાં આવી છે. આ કારની બે વેરાયટીઓ છે. છ સિલિન્ડર એક્સ-૫, ૩.૦ એસઆઈ અને વી-૮, એક્સ-૫, ૪.૮ આઈ.ઓલ વ્હીલ ડ્રાઈવ સીસ્ટમ ધરાવતી આકારની કિંમત પાંસઠ લાખ રૃપિયા છે અને તેની આયાત બીએમડબ્લ્યુ ઈન્ડિયા પ્રાયવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે.
-Gujarat Samachar