20130205

VEERATAA PARMO DHARMA


 ૐ


Swami Sachchidananji, a karmayogi sant, is an eminent thinker and a preacher in his own right with a deep faith in Universal truth and science. He is a social reformer, a humanitarian, a philosopher, a welfare activist and many more. He belongs to no “panth”. He probes into human pitfalls with an aim to uplift the human values and the whole society at large. He preaches to the people to be free from magic, blind faiths, beliefs and miracles. "A Social and Cultural Reformist" I am not here to convert you from your faith, nor do I want to create any followers. I do not belong to any religious sect, nor do I seek donations. What I say may hurt your feelings and your beliefs, and sound like poison to your ears, but for the religion I was proudly born in and the country that I so dearly love, I will truthfully speak my mind, until the day I die." Swami Sachchidanand

EDUCATED PEOPLE LISTEN THE MOST
FREE DOWNLOAD


LINKS OF THE LECTURES (AUDIO CASSETTES)

BY SWAMI SREE SACHCHIDANANDJI MAHARAJ, DANTALI
Bhakti Niketan Ashram, PETLAD 388 540, Gujarat, INDIA




(A) VEERTAA PARMO DHARMA - वीरता परमो धर्म

Side A - VEER SAAVARKAR - KAPADVANJ - વીર સાવરકર - કપડવંજ - તમને એવો કોઈ પ્રશ્ન પૂછે કે આખી દુનિયાના પરિપેક્ષમાં હિંદુ પ્રજા બળવાન છે કે કમજોર છે? જો બળવાન હોય તો ખાસ કહેવાનું રહેતું નથી, પણ જો તમને એમ લાગતું હોય તો હિંદુ પ્રજાની સંખ્યાની સરખામણીમાં ખરેખર કમજોર છો તો મારે તમને કંઈ કહેવાનું છે. @2.00min. અમેરિકામાં એક સજ્જનનો પ્રશ્ન, સ્વામીજીનો જવાબ અને વળતો અમેરિકનનો જવાબ સાંભળો. ભારતમાં ચાર પ્રકારના મહાપુરુષો થયા, તેમાં બે વિશુદ્ધ ધાર્મિક અને બીજા સાંપ્રદાયિક. દુર્ભાગ્ય એ છે કે લોકો ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો ભેદ સમજતા નથી. લોકો સંપ્રદાયનેજ ધર્મ માની લે છે, જે સાંપ્રદાયિક મહાપુરુષો થયા એમનું કાર્યક્ષેત્ર એક નાના સાંપ્રદાયિકના વર્તુળ પૂરતુંજ રહ્યું છે કે મારો સંપ્રદાય કેમ વધે? ચમત્કારોથી માંડીને જેટલું શક્ય હોય એટલું બધુજ કરવાનું પણ મારા સંપ્રદાયનોજ વધારો થવો જોઈએ, એટલે એમની ધાર્મિક વિશાળતા સમાપ્ત થઇ જાય છે. આપના મૂળ ઋષિઓ ધાર્મિક છે, સાંપ્રદાયિક નથી. @6.45min. ભારતમાં સાંપ્રદાયિક ઘણા મહાપુરુષો લાયકાત ન હોવા છતાં થયા છે, ગાદી પર બેઠેલો હોવો જોઈએ. ગાદીએ બેઠા પછી હજારો, લાખોના ટોળાઓ એની આરતી ઉતારે, પગ ધોવાય, લાખો કરોડો રૂપિયા ન્યોછાવર થાય, સોના-ચાંદીની પાલખીમાં બેસાડી વરઘોડો નીકળે. મોટા કામ કર્યા વિના પણ કોઈને મહાપુરુષ માની લો એટલે તમે વામન થવાના છો. અમેરિકા કેમ મહાન થયું? વિવેકાનંદની કદર અમેરિકાએ કેમ કરી? પાંચ પ્રકારની પૂજાઓ હોય એમાં પ્રજા કોની પૂજા કરે છે એના આધારે રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે. વર્ણ પૂજા, વેશ પૂજા, વંશ પૂજા, વ્યક્તિ પૂજા અને ગુણ પૂજા. આમાં જે ગુણ પૂજકો હશે તેજ મહાન થશે, આપણે બધા શું છે તે સમજી લેવું. @9.41min. ચરોતરના એક ગામમાં ચાતુર્માસ વિશેનો મારો અનુભવ સાંભળો. ભેંસ જેમ લાલ કપડાંથી ભડકે એમ ઘણા લોકો મારાથી ભડકે છે. એમના મગજમાં એક પૂર્વ ગ્રહ બેસાડી દીધો હોય છે કે આ તો હિંદુ ધર્મનો વિરોધી છે, હિંદુ ધર્મનો નાશ કરવા બેઠેલો છે, કારણકે હું નિશ્ચિત વંશનો નથી. પ્રજા જો ગુણ પૂજક હોય તો એનો વિકાસ અને એની મહત્તાને કોઈ રોકી શકે નહિ. @13.05min . હિંદુ પ્રજા કમજોર કેમ છે? વિગતે સાંભળો. @17.02min. આપણે ક્યા રસ્તો ભૂલ્યા છીએ? આપણે ગુણ પૂજા છોડી દીધી. ગુણ પૂજાનો સીતા અને અનસુયાનો સંવાદ સાંભળો. સંપ્રદાયના મહાપુરુષો ભગવાન થઈને પૂજાય પણ બહાર નીકળો એટલે ઝીરો કશુંજ ન હોય. વિશુધ્ધ આધ્યાત્મિક પુરુષ અને ધાર્મિક પુરુષ વિશે સાંભળો. મુંબઈની એક સભાનો અનુભવ સાંભળો. @23.22min. એવા ઘણા મહાપુરુષો છે, જેમને રાષ્ટ્ર માટે, સમાજ માટે, દુઃખીયા માણસો માટે કશું કર્યું નથી અને ભગવાન થઇ ગયા એટલે વિવેકાનંદ ને લખવું પડ્યું કે જે ધર્મ વિધવાના આંશુ લુછી શકતો નથી, એની મારે કંઈ જરૂર નથી. ભારતની આધ્યાત્મિકતા નિષ્ક્રિય અને પલાયનવાદી છે. રાજારામ મોહન રાય ખરેખર મહાપુરુષ છે, એ આજના વર્તમાન ભારતના મૂળ ઘડવૈયા છે એ વિશે સાંભળો. એમણે સતીપ્રથા બંધ કરાવી.@30.03min. તમે સાવરકરની "જન્મટીપ" ની ચોપડી વાંચજો. કેરાલામાં મોબલા મુસ્લિમોએ જ્યારે હાહાકાર મચાવેલો ત્યારે એક પૌઢ સ્ત્રી, જુવાન મુસ્લિમોને ગામડે ગામડેલઇ જઇ હિંદુ સ્ત્રીઓ પર બળાત્કાર કરાવડાવતી. સાવરકર લખે છે કે એ સ્ત્રી પણ વટલાયેલી હિંદુ સ્ત્રી હતી. એની સાથે પણ એવુંજ થયેલું અને એને બચાવવા કોઈ ગયેલું નહિ. ઉત્તર્વર્તી કાળમાં નર્મદા શંકરને સુરતવાળા સમજી ન શકેલા. મારી વાત પર વિશ્વાસ ન હોય તો તમે "મહારાજા લાયબલ કેસ વાંચજો. આપણે નર્મદની કદર કરી નહિ, કારણકે આપણે ગુણ પૂજક નથી. એમના કારણે સ્ત્રી શિક્ષણ આવ્યું, વિધવા, ત્યકતાના પુનર્વિવાહ થયા. આ બધા સુધારાઓ સામાજિક મહાપુરુષોથી થયા. 1957ના બળવા પછી ભારતની દશા, હું માનું છું કે અંગ્રેજો આવ્યા તે સારું થયું. 150-175 વર્ષ અંગ્રેજો ન રહ્યા હોત તો આખો દેશ મુસ્લિમ થઇ ગયો હોત, કારણકે મરાઠા શક્તિ પણ ખલાસ થઇ ગઈ હતી. અંગ્રેજોએ જોયું કે દુનિયા ઉપર રાજ કરવું હોય તો ધર્મ અને લોકોને છંછેડવા નહિ, એટલે દલપતરામે લખવું પડ્યું કે "કોઈ ન પકડે બકરીનો કાન, હરખ હવે તું હિન્દુસ્તાન" @35.03min. હું કાશીમાં જે કોલેજમાં ભણ્યો, તે પ્રિન્સ કોલેજ અંગ્રેજોની સ્થાપેલી હતી અને એના બધા પ્રિન્સીપાલો અંગ્રેજો હતા. તમને જાણીને નવાઇ લાગશે કે હિન્દુસ્તાનની લગભગ બધી ભાષાઓનું પહેલું વ્યાકરણ ગોરાઓએ લખેલું છે. ગુજરાતીનું વ્યાકરણ ફાર્મસે દલપતરામની મદદ લઈને લખેલું. તમારે જે ધાર્મિક પુસ્તકો વાંચવા હોય તો વાંચો, એમાં આત્માની અને ભગવાનની બધી વાતો છે, પણ પોતાના રાષ્ટ્રની વાત ક્યાં છે? ગુલામી વિલાયતથી આવી અને રાષ્ટ્રવાદ પણ વિલાયતથી આવ્યો. રાજારામ મોહન રાય, ગાંધીજી, શ્યામજી ક્રિશ્નવર્મા, સાવરકર આ બધા વિલાયત ગયા, ત્યાં ની વ્યવસ્થા જોઈ, ત્યાંનો સમાજ જોયો અને આમ રાષ્ટ્ર ભાવના પણ વિલાયતથી આવી. આ ભાવનાએ જોર પકડ્યું ગાંધીજીના આવવા પહેલા આઝાદીનું વાતાવરણ જમાવવાવાળા હતા તે ગોપાલ કૃષ્ણ ગોખલે, બાળગંગાધર તિલક, વીર સાવરકર અને બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાત આ ક્રાંતિના કેન્દ્રો હતા. જ્યાં અંગ્રેજો રહ્યા ત્યાંથી જાગૃતિ આવી. @43.55min. પેશ્વાઓનો કેમ નાશ થયો તે વિસ્તારથી સાંભળો.
Side B - KAPADVANJ - આપણા વિદ્યાર્થીઓ જ્યારે ઈંગ્લેન્ડમાં ભણતા ત્યારે ભણતા ભણતા એમનામાં આઝાદીના સ્વપ્નાં આવતા, એમાંના એક તે વીર સાવરકર. એમને પકડવામાં આવ્યા ત્યારે પેરીસની નજીકમાં ફ્રાન્સના દરિયામાં કુદી પડ્યા અને સામે કાંઠે પહોંચી ગયા. રાષ્ટ્ર બીજું એટલે અંગ્રેજોથી પકડી શકાય નહિ. અરવિંદ પણ જ્યારે પોંડીચેરી ચાલ્યા ગયા ત્યારે અંગ્રેજોથી એમને પકડી ન શકાયા કારણકે રાષ્ટ્ર બદલાઈ જાય. ફરી પાછા સાવરકર પકડાયા અને એમને જન્મટીપની સજા થઇ. અંગ્રેજોએ એમનું મોરલ ડાઉન કરવા માટે દશ દિવસ સુધી આંદામાન પહોંચે ત્યાં સુધી દુર્ગંધ મારતા પબ્લિક સંડાસની પાસે બાંધ્યા. રસ્તામાં એમણે જ્ઞાનેશ્વરી ગીતાનું અધ્યયન કર્યું, આંદામાનમાં રહી જન્મટીપની સજા કાપી. @2.20min. વીર સાવરકર એ રાષ્ટ્રિય મહાપુરુષ છે. એમણે ભગવા કપડાં પહેર્યા નથી, એ કોઈ ખાસ વંશના નથી કે વ્યક્તિ વિશેષ નથી. એમણે કહ્યું કે મારો દેશ આઝાદ થાય અને એ આઝાદી માટે મારે લડવાનું છે. ગાંધીજીનો ઉદય થયો, સાવરકરે હિંદુ મહાસભાની સ્થાપના કરી. ગાંધીજીના પ્રભાવ આગળ આ બધા નિસ્તેજ થઇ ગયા. સાવરકરની ખાસ ઈચ્છા હતી કે આ દેશ હિન્દુત્વની સાથે આઝાદ બને, અમારે ફરીથી પાછા મુસ્લિમોના ગુલામ નથી થવું. હિંદુ મહાસભાનો બહુ વિકાસ ન થઇ શક્યો. ઘણું પરિવર્તન થયું પણ એમની હિન્દુત્વની સાથે આઝાદીની સ્થિતિ રહી નહિ. આજે ડર લાગે છે કે 50 વર્ષ પછી હિન્દુઓનું ભારત રહેશે કે કેમ? આજે આતંકવાદનો મોટો પ્રશ્ન છે. દુશ્મનો વગર લડાઇએ આપણને મારી રહ્યા છે. સહદેવ કદી સુખી ન હોય, પચાસ વર્ષ પછીની કાલ એને દેખાય છે. દિન-પ્રતિદિન હિંદુ પ્રજા વધુ અને વધુ કમજોર બની રહી છે. તમે એના મૂળ પ્રશ્નમાં ઉતરો અને સાચો ઉપાય કરો તો તમે મહાન થઇ શકશો. ખોટું છે એને છોડવાનું છે અને ખોટાને પણ તમે સંસ્કૃતિ સમજીને પકડી રાખવા માંગો તો ભવિષ્ય તમારું અંધકારમય છે. @6.58min. કદાચ આખા ગુજરાતમાં કપડવંજ જ એવું હશે કે તે સાવરકરની સાથે સંસ્થાનું નામ જોડે છે. હું આ સંસ્થાને ધન્યવાદ આપું છું કે એમણે વીર સાવરકરનું નામ એમની સંસ્થા સાથે જોડ્યું અને આજે બાળકોને ભણાવવા માટેનું શિશુ મંદિર બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. સાવરકરની પાસે જે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર માટેની દ્રષ્ટિ હતી તે આજે પણ આપણને ઉપયોગી થઇ શકે છે અને પ્રેરણા આપી શકે છે, એટલે હું તમને પણ પ્રાર્થના કરું છું કે જો સાવરકરજીનું પૂતળું કપડવંજમાં કોઈપણ જગ્યાએ મુકવું હોય તો એ પૂતળાનો ખર્ચ અમારી સંસ્થા આપશે. આ રાષ્ટ્રિય સંત છે. પરમેશ્વર સૌનું ભલું કરે, કલ્યાણ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @9.00min. ભાવનગરના જયંતકુમાર માણેકલાલ ભટ્ટ સાથે ચર્ચા. @34.52min. ફ્રાન્સનો ઈતિહાસ @37.24min. મહાપુરુષ કોણ? @39.34min. કાલા પહાડ - હિન્દુઓની ભૂલથી એક વટલાયેલા બ્રાહ્મણના અત્યાચારો જેની સામે ઔરંગઝેબ પણ ઝાંખો પડી જાય. @43.55min. मराठी गीत - जयोस्तुते श्री महन्मंगले - GODESS OF FREEDOM.
Side A - VAARE CHADHE-TE VEER - JIYAAPAR, KACHCHH - વારે ચઢે તે વીર - જીયાપર, કચ્છ - વ્યક્તિત્વના બે ભાગ - સંયુક્ત અને પોતાનું. @2.25min. દિલ્હીમાં પ્રખ્યાત શાયર ગાલીબની સાચી બનેલી ઘટના સાંભળો. આ ગાલીબની વાત સંસારીઓ સુધીજ સિમિત નથી અમારા સાધુઓ પણ દરવાજે માણસ બેસાડી રાખે અને પછી ત્યાંથી ફોન કરે કે મર્સિડીઝ આવી કે ફિયાટ આવી તો એ પ્રમાણે વ્યવસ્થા થાય, સાઇકલવાળાની તો ગણતરીજ નહિ. હવે તમે વિચાર કરો કે અહી ભગવાન રહે ખરો? ભગવાન જ્યાં સમતા હોય ત્યાં રહે. @7.39min. દુનિયાની રીતને સમજ્યા વિના દુનિયામાં રહેશો તો દુનિયામાંથી ફેંકાઈ જશો. આ સંયુક્ત વ્યકિત્વનો પ્રકાર છે. એક બીજું વ્યક્તિત્વ, તમે કયા પરિવારના છો? પરિવારની પાછળ જુદુ જુદું માપ હોય છે. ઈશ્વરે તમને બીજા બે કુદરતી વ્યક્તિત્વ આપ્યા છે. એક સૌદર્યનું અને બીજું સદગુણોનું. ઉદાહરણો સાંભળો. @11.37min. "भार्या रूपवती शत्रु:" (ચાણક્ય) ચિતોડના રાણાની પત્ની "પદ્મિની" એટલી રૂપાળી હતી કે અલાઉદ્દીન ખીલજી લશ્કર લઈને ચઢી આવ્યો. ચીનમાં રૂપાળી સ્ત્રીઓ ત્યાના રાજાથી બચવા પોતાનો ચહેરો બગડી દેતી તે વિશે સાંભળો. એક મુસલમાન સરદારે શિવાજીને રૂપાળી કન્યા ભેટ આપી તે વિશે સાંભળો. @15.00min. વ્યક્તિના અંદરના સદગુણો એ ઢાંકેલું વ્યક્તિત્વ છે. "पुरुष परिखी यही अवसर आये." (તુલસીદાસ). અંદરનો પુરુષ અવસર આવે ત્યારેજ ખબર પડે એટલેકે વારે ચઢવાનું આવે ત્યારેજ ખબર પડે. પરમેશ્વર માણસની અંદર થોડા ગુણો મુકે છે. સો એ સો ટકા સદગુણો ભગવાન સિવાય કોઈનામાં હોતા નથી. માણસમાં એક મોટો સદગુણ છે તે શૌર્ય એટલેકે વીરતા. પ્રજા બીકણ હશે, કાયર હશે તો રાજ નહિ કરી શકે અને ગુલામ થઇ જશે. હિંદુ પ્રજાની આજ સ્થિતિ થઇ છે તે કેમ? કારણ કે ધર્મે જે શૌર્ય-વીરતાને પ્રોત્સાહન આપવું જોઈએ તે ન આપ્યું. વેલાદાદા અને વહાલાદાદામાંથી શું પ્રેરણા લેવાની તે સાંભળો. @24.32min. રામાયણ અને મહાભારતના ગ્રંથોનો ઉદ્દેશ એકજ છે કે બાળકને વીર બનાવવો, બહાદુર બનાવવો પણ ડરપોક કદી ન બનાવવો. આ દુનિયા કાયમથીજ અશાંત રહી છે. અંગ્રેજોના સમયમાં થોડી શાંતિ રહી. હવે વળી પાછી અશાંતિ થઇ રહી છે. જે મૃત્યુને મુઠ્ઠીમાં લઇને ફરે છે તે લાંબુ જીવે છે અને જે મૃત્યુથી ભાગીને જીવે તે વહેલો કુતરાના મોતે મરે છે. લેઉવા અને કડવા પટેલોનું મૂળ અને ઈતિહાસ સાંભળો. @29.50min. મોટામાં મોટી ભૂલ ક્યા થઇ? ભૂલ ત્યાં થઇ કે પ્રજાને બહાદૂર બનાવવામાં, વીર બનાવવામાં ન આવી. હમણાં હમણાં ૧૦૦૦ હજાર સિપાહીઓ પંજાબથી બોલાવવામાં આવે છે કેમ? તે સાંભળો. @34.26min. વીરતાના ત્રણ ભેદ, ધર્મ વીરતા, રાષ્ટ્ર વીરતા અને માનવતાની વીરતા વિશે સાંભળો. ભારતે આતંકવાદીઓને છોડી દીધા એટલે પ્રશ્નો ભયંકર બનયા. @36.00min. ધર્મ વીરતા સૌથી મોટામાં મોટી વીરતા છે. ગુરુ ગોવિંદસિંહના બે છોકરાઓને દીવાલમાં ચણી દીધા, તેને પકડાવનાર ચંદુ નામનો દિવાન હતો. આજે પણ એજ દશા છે. @44.15min. રાષ્ટ્ર બહાદુરી વિશે. @47.56min. માનવતાની વીરતા વિશે.
Side B - JIYAAPAR, KACHCHH - માનવતાની વીરતા ચાલુ..... પંડિત મહારાજ અને સૈયદબાપુ, જ્યોતિષ વિશે. @5.54min. કચ્છના ગઢશીશા ગામમાં લક્ષ્મીનારાયણના મંદિરમાં પ્રવચન. @7.59min. લક્ષ્મી નારાયણની પરંપરામાં દાસભાવ છે. એટલેકે પોતાની જાતને શૂન્ય બનાવતા જાવ. બધા ધર્મોનું અધ્યયન કરો, બધા દર્શાનોનું અધ્યયન કરો, બધા વિચારોને સમજવાનો પ્રયત્ન કરો તો તમારું માઈન્ડ વિશાળ થશે. જો તમે એકજ ગ્રંથ કે વ્યક્તિમાં પકડાઈ ગયા તો નેરો-માઈન્ડ થઇ જશો.નેરો-માઈન્ડ જેવી કોઈ બીમારી નથી. જ્યારે બ્રોડ માઈન્ડ થાવ છો ત્યારે એકવાર તો અશાંતિથી આંધી ઊભી થશે. હિંદુ પરંપરાના દેવ-દેવીઓને સમજવાનો પ્રયત્ન કરો. આપણું ઉપનિષદનું બ્રહ્મ નિરાકાર છે. એજ બ્રહ્મને ભાગવતકારે કહ્યું "सत्यं परम् धीमहि." એજ પરમ સત્ય છે. અને તેને જશોદાના આંગળે રમતું કરી દીધું. આ એનું બીજું રૂપ છે. અહિયાથી હિંદુ ધર્મને સમજવાનો પ્રયત્ન કરો, વધુ આગળ સાંભળી લેવું. સંકુચિતતામાંથી વ્યાપકતામાં જવા વિશે સાંભળો. @13.20min. લક્ષ્મીજીના ભેદ - શ્રમ લક્ષ્મી, હક્ક લક્ષ્મી, ભાગ્ય લક્ષ્મી, પાપ લક્ષ્મી વગેરે સાંભળો. @35.07min. ૐકાર વિશે સમજણ. @39.21min. ભજન - રાજ મને લાગ્યો કુસુમ્બીનો રંગ. શ્રી ચેતન ગઢવી વિગેરે.
Side A - VEERATAA PARMO-DHARMA - PALANPUR VRUDDHAASHRAM - વીરતા પરમો ધર્મ - પાલપુર હિંદુ સમાજ, વૃદ્ધાશ્રમ ખાત મુહુર્ત પ્રસંગે - લોકસભાના સભ્યો, સ્વામીનારાયણ ગુરુકુળના મહારાજ અને કીર્તિ મંદિરના અધ્યક્ષ સમક્ષ - શ્રી મદ ભગવત ગીતાના બધાજ અધ્યાયો મહત્વના છે, પરંતુ તેમાંના 12 અને 15 બહુ મહત્વના છે. ભગવદ ગીતાને એક શરીર માની લેવામાં આવે તો બારમો એ હૃદય અને પંદરમો એ મસ્તિષ્ક છે. માણસ હૃદયથી જીવતો હોય છે અને મસ્તિષ્કથી પૈસો કમાતો હોય છે. પૈસો કમાયા પછી એને હૃદયનું જીવન ન મળે તો પૈસો ભારરૂપ થઇ જાય છે. બુદ્ધિ પણ જરૂરી છે પણ એના કરતા વધારે જરૂરી હૃદય છે, કારણકે હૃદયથી જીવન જીવાય છે. લાગણીઓ, પ્રેમ, શ્રદ્ધા અને ભગવાન પણ હૃદયમાં રહે છે. અર્જુને પૂછ્યું, ભગવાન તમે ક્યા રહો છો? ત્યારે ભગવાને કહ્યું "ईश्वर: सर्व भुताना....यन्त्रा रुढानि मायया ....(गीता....18 -61). હું હૃદય પ્રદેશમાં રહું છું. તમે લાખો-કરોડો કમાજો, રાજકીય-સામાજિક પ્રવૃત્તિ કરજો પણ થોડોક સમય હૃદયને આપજો, પણ જો નહિ આપો અને હૃદય વિનાના થઇ જશો તો તમારું આંતરિક જીવન નીરસ થઇ જશે. @4.48min. જેણે હિંદુ ધર્મની બેઝીક થીયરી સમજવી હોય તો એણે પંદરમો અધ્યાય વારંવાર વાંચવો. " द्वाविमौ पुरुषौ .....उच्यते...(गीता 15-16). અર્જુન, આ લોકમાં બે પુરુષો ક્ષર અને અક્ષ્રર છે. અંદર બેઠેલો જીવાત્મા છે, તે અક્ષ્રર છે. આ બેના ઉપર એક ત્રીજો પુરુષ છે એનું નામ પરમાત્મા છે, એને ઈશ્વર પણ કહે છે. આપણે હિંદુ પ્રજા એકેશ્વરવાદી છે, પણ વિદ્વાનો એને અનેક રૂપથી કહે છે, આ હિંદુ પ્રજા ઝનૂની ન હોવાનું કારણ છે. આ હિંદુ પ્રજાની ઉદારતા છે. @8.25min. आकाशा पतितोयं.....प्रति गच्छति....(गीता). બહુદેવવાદ અંતે તો એક બ્રહ્મનુંજ પરિણામ છે. આપણી દુર્દશા પુરાણોને પકડી રાખવાથી અને પુરાણોને આજીવિકાનું સાધન બનાવવાથી થઇ. એક કથાકારનું ઉદાહરણ સાંભળો. બિહારના મુજફ્ફર શહેરનો અનુભવ. 150 સાધુઓ ભેગા થયેલા અને ત્યાં નવી ધર્મ શાળાની ડ્રેઈન લાઈન કેવી રીતે ચોક-અપ કરી નાંખી તે સાંભળો. દંડી સ્વામીનો અનુભવ. @15.15min. આપણે આપણા એક પરમાત્મા, મૂળ ગ્રંથોને, મૂળ તત્વને ભૂલી ગયા છીએ. હિન્દુઇઝમ ટુ-વે છે. હિંદુ ધર્મની વિશેષતા વિશે સાંભળો. હિન્દુધર્મ કિનારા જેવો છીછરો નથી પણ વચ્ચે ઊંડાણમાં જઇ અનુભવ કરવા જેવો છે. @19.03min. દરેક પ્રજાને, રાષ્ટ્રને ઓછામાં ઓછી બે અવસ્થાઓ આવતી હોય છે. નિર્માણ અને પ્રધ્વંશ કાળ વિશે સાંભળો. જો મૃત્યુ ન હોય તો જીવન નરક, દુઃખરૂપ થઇ જાય છે, એટલે મરવું પણ મંગળમય છે. એક શેઠ-શેઠાણીનું દ્રષ્ટાંત. @22.53min. ચરોતરમાં સોનોગ્રાફી વાળાઓએ કન્યાઓનું નિકંદન કાઢી નાખ્યું છે અને થોડી ઘણી હતી તે ગ્રીનકાર્ડ વાળા લઇ ગયા. પહેલાંના બાળ-લગ્નોના કજોડા કરતાં અત્યારના ભયંકર કજોડા વિશે સાંભળો. @26.25min. ઉપરની શેઠ- શેઠાણીની વાત ચાલુ. @32.31min. દુષ્કાળ રાહતમાં સૂઈગામનો અનુભવ સાંભળો. એક વાણીયાની દીકરીને ચાર-પાંચ ભૂત વળગેલા તે સ્વામીજીએ કેવી રીતે ઉતાર્યા તે સાંભળો. સ્વામીજીએ કહ્યું કે મૂરખ, દુનિયાનો સારામાં સારો નવકાર મંત્ર તારી પાસે છે, અને બીજે ફાંફાં મારે છે? મંત્ર મહાન નથી, શ્રદ્ધા મહાન છે. અમે કોઈનો મંત્ર બદલાવતા નથી. એકજ બ્રહ્મ છે, એકજ પરમાત્મા છે. અમે કોઈની શ્રદ્ધા, પરંપરા તોડાવતા નથી. તમારે બહાર રખડવાની જરૂર નથી પણ રખડાવનારાથી સાવધાન રહેવાની જરૂર છે . @44.05min. પરમેશ્વરે બહુ દયા કરી કે મૃત્યુ મૂક્યું. દેહવાદ, આત્મવાદ, દેહાત્મ્વાદ, અદેહાત્મ્વાદની વ્યાખ્યાઓ સાંભળો. દેહ સિવાય કશુંજ નથી, એવું ચારવાક કહે છે. આપણો વૈદિક માર્ગ દેહાત્મ્વાદ છે. દેહ પણ છે અને આત્મા પણ છે. કોરો આત્મવાદ વિશે સાંભળો. @47.16min. દંડી સ્વામીની વાત સાંભળો.
Side B - PALANPUR - ઐશ્વર્ય ઉત્તમ વસ્તુ છે, એને ભોગવવું કોઈ પાપ નથી, પણ જો તમે એના પ્રદર્શનમાં પડી ગયાતો સમજવું કે ગયા કામથી. કોઈ પણ ધર્મનું મૂલ્યાંકન કરો ત્યારે પહેલા જોવાનું કે એ ધર્મ અનુયાયીઓના કેટલા પ્રશ્નો ઉકેલે છે? આલીશાન મંદિરો, ધજાઓ, સોના-ચાંદીથી મઢેલા ઠાકોરજીઓ પણ અનાથ બાળકોનું કોણ? @2.52મીન. બોરસદમાં રામાયણની કથામાં એક ગૌર ખ્રિસ્તી પાદરી આવે અને એ પાદરી હિન્દુઓના 220 છોકરાઓને રાખે છે, ભણાવે છે, નોકરીએ લગાવે છે અને પરણાવે છે, આપણે આવું કેમ નથી કરતા? ધર્મ જો પ્રશ્નોને ઉકેલે તો એ ધર્મને કદી આંચ આવવાની નથી. " धर्मो रक्षति रक्षित:" @6.37min. દંતાલી, કોબા અને ઊંઝામાં વૃદ્ધાશ્રમમાં 17 વર્ષથી 100 રુપિયાજ મહીને ચાર્જ કરીએ છીએ. ઘરમાં કોનું ચાલે એ વિશેની અકબર-બીરબલની વાત સાંભળો. વિધવા-વિધુરના પ્રશ્નો સાંભળો. @11.22min. એક જૈન સજ્જને મને પૂછ્યું, તમે સ્લીપર પહેરો છો? જવાબ સાંભળો. અહિ ત્યાગને નિયંત્રણમાં લીધો છે અને નિયંત્રિત ત્યાગ એ અંતરનો ત્યાગ નથી હોતો. અનિયંત્રિત ત્યાગ છે એજ ખરો ત્યાગ છે. તપસ્યા એ કહેવાય કે જેનાથી પ્રશ્નો ઉકેલાય. મધર તરેસા ત્યાગી છે અને પ્રશ્નો ઉકેલે છે. "પૂર્વના કર્મો ભોગવી લો" આ એક સારું સમાધાન મળી ગયું. આજે આંધળા માણસને દેખતો કરી શકાય છે, લાંબુ જીવાડી શકાય છે. અત્યારે તો ક્લોનીંગનો જમાનો ચાલે છે. જો હજાર માણસો એક સરખા બુદ્ધિવાળા જન્મે તો શું એ પૂર્વના કર્મે? આપણે પરિવર્તનમાં માનીએ છીએ. મુસલમાનો સ્ત્રીઓને બુરખો પહેરાવે છે અને નહિ પહેરે તો મારી નાંખવાની ધમકી આપે છે. આ લોકો રીવર્સ જાય છે. એમનામાં સુધારાની ક્ષમતા નથી. આપણો ધર્મ અને સંસ્કૃતિ એટલા માટેજ ટક્યા છે. આપણે સમય અને યુગની સાથે બધું સ્વીકાર કરીએ છીએ. માત્ર શાસ્ત્રને જાણે એ વેદિઓ કહેવાય પરંતુ શાસ્ત્ર સાથે યુગને જાણે તે યુગ દ્રષ્ટા કહેવાય. @20.18min. ગુજરાત પાસે કોઈ રેજીમેન્ટ નથી કારણકે ગુજરાત વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પેદા કરે છે. પાલનપુરે તો કેટલાયે હીરાના વેપારીઓ ઉત્પન્ન કર્યા છે, એ તમારું મોટામાં મોટું ગૌરવ છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આપણો હિંદુ સમાજ, હિંદુ ધર્મને પ્રશ્ન ઉકેલતો કરે. @23.40min. પહેલાં હું સમૂહ લગ્નમાં જતો પણ જયારે કોઈ આમંત્રણ આપવા આવે ત્યારે એમને હું એક વાત કહેતો કે દરેક વરરાજાને એક તલવાર ભેટ આપો, કેમ? પૈસો સાચવવો સરળ છે પણ સૌથી અઘરામાં અઘરું કામ પત્નીને સાચવવાનું છે. પત્નીને સાચવવી હોય તો હાથમાં તલવાર રાખવી પડે. આપણાં એકેએક દેવના હાથમાં શસ્ત્રો છે અને તમે શસ્ત્ર વિનાના થઇ ગયા? કોઈ ટાઇમે કોઈ મહાપુરુષે એ જમાનામાં સુત્ર આપેલું કે અહિંસા પરમો ધર્મ, પણ અત્યારે હું તમને એક નવું સુત્ર આપું છું કે "વીરતા પરમો ધર્મ". કેમ? આતંકવાદીઓ આ દેશને નરક બનાવી નાખશે, તમારે એને સ્વર્ગ બનાવવું છે, આપણે થોડુંક તો બનાવ્યું છે પણ જો એમને નરક બનાવવા અટકાવવું હોય તો "વીરતા પરમો ધર્મ" કરી, હિંમત રાખી આગળ આવો અને એ શહીદી આવે તો તમારી સંસ્કૃતિ, ધર્મને બચાવી શકાશે અને સ્વમાન પૂર્વક સામી છાતી રાખી જીવી શકશો. ફરી પાછું કહેવું છે કે ધર્મને, સંસ્કૃતિને પ્રશ્ન ઉકેલતી કરો, પ્રશ્ન ઉકેલાય તો સુખ શાંતિ છે, ભગવાન સૌનું ભલું કરે, મંગલ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @26.50min. રાજકોટ, V T સવાણી કીડની હોસ્પિટલમાં સ્વામીજીનું આશિર્વચન - કોઈપણ ધર્મની સફળતા અને નિષ્ફળતા માપવી હોય તો સૌથી પહેલા એ જોવાનું કે એ ધર્મ દ્વારા માનવતાના કાર્યો કેટલા થાય છે? મારું એવું માનવું છે કે જો ધર્મ માનવતા વિનાનો અને વિજ્ઞાનનો વિરોધી હોય તો એ ધર્મે લાખ મંદિરો બાંધ્યા હોય, લાખ યજ્ઞો કર્યા હોય, લાખ સંઘો કાઢ્યા હોય તો પણ એ મારી દ્રષ્ટીએ ઝીરો, ઝીરો, ઝીરો. આવનારો જમાનો એની નોંધ નહિ લે કે કોણે કેટલા રાજસૂય યજ્ઞ કાર્ય કે મંદિરો બનાવ્યા, પણ એની નોંધ લેશે કે તમે લોકો માટે કેટલી હોસ્પિટલો બનાવી કે કેટલી વિદ્યાપીઠો બનાવી? લોકો માટે તમે શું શું કર્યું? મહત્વની વાત છે કે ધર્મને માનવતા અને વિજ્ઞાન તરફ વાળી શકો છો? મારું એવું માનવું છે કે ધર્મની લગામ ધર્મગુરુઓના હાથમાં હોય છે. ધર્મ કોઈ ને કોઈ શાસ્ત્રમાંથી નીકળતો હોય છે. શાસ્ત્ર વ્યાખ્યેય છે, જેવી વ્યાખ્યા કરો એવો ધર્મ નીકળે. એક સમયમાં ધર્મની એવી વ્યાખ્યા કરવામાં આવી હતી કે અહિંસા પરમો ધર્મ. આજે હવે એની વ્યાખ્યા એ રીતે બદલવાની જરૂર છે કે "વીરતા પરમો ધર્મ" પરમ ધર્મ છે, રાષ્ટ્રની, રાજકોટની, તમારા ઘરની, તમારા ધર્મની, તમારા મંદિરની, તમારી અસ્મિતાની, તમારી સંસ્કૃતિની બધાની રક્ષા કરવાની તો તમારી પાસે વીરતા હોવી જરૂરી છે. @31.54min. ગાંધીનગર ઉપર, 26મી જાન્યુઆરીએ સેનાના નવ વિમાનો ઘૂમતાં હતા, એમાં સૌથી વચ્ચેના વિમાનમાં વડોદરાની એક દીકરી ચલાવતી સાંભળીને મારી છાતી ગજ-ગજ ફૂલી ગઈ. મુંબઈથી મદુરાઈ જતી વખતનો એવોજ બીજો અનુભવ સાંભળો. જે દેશને, સમાજને કંઈ પ્રદાન કરે છે, એના દર્શન કરો, અહી ડોક્ટર કનસાગરાના દર્શન કરો. જેણે પોતાની જીંદગી, જીંદગીની ધીખતી કમાણી છોડીને પલાંઠી વાળીને અહી તપસ્યા કરવા બેસી ગયા છે. @33.49min. ભગવાનજીભાઈનું પણ એવુંજ કીડની હોસ્પિટલની સ્થાપના માટેનું પ્રદાન સાંભળો. 1 કરોડ 27લાખનું દાન દેનાર ભગવાનભાઈ સવાણીને અભિનંદન. આજે આપને સરસમજાની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, ત્યારે હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ હોસ્પિટલ દ્વારા પીડિતોને હસતા રાખીએ, નવું જીવન આપીએ, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @38.28min. આપણી અને દુનિયાની સંસ્કૃતિ. @41.34min. ભજન - શૂરવીરને તું જોઇને પ્રાણી - શ્રી નારાયણ સ્વામી
Side A - VIKAAS ANE VEERATAA - SAANDHEDAA - વિકાસ અને વીરતા - સાંઢીડા, સત્સંગ સરિતા - કોઈ રાષ્ટ્રને મહાન કરવું હોય તો એને માટે પહેલી અનિર્વાર્ય શરત એ છે કે એની પ્રજાને મહાન કરવી જોઈએ. પ્રજાનું વ્યક્તિત્વ એજ રાષ્ટ્રનું વ્યક્તિત્વ છે. પ્રજાને મહાન બનાવવી હોય તો એનામાં ઓછામાં ઓછા ત્રણ ગુણો હોવા જોઈએ. પ્રજા મોરલવાળી છે? પ્રજાનું દર્શન કેવું છે, એટલે કે એ દર્શનમાં વિકાસ તત્વ છે? એ પ્રજામાં વીરતા કેટલી છે? પ્રજામાં જો વીરતા ન હોય તો સાત માળની હવેલી પણ લૂંટાઈ જવાની, એટલે આમ ઓછામાં ઓછા ત્રણ તત્વો હોય તો પ્રજા મહાન થઇ શકે છે. @3.03min. મોરલ ઉપરથી નીચે આવતું હોય છે. તમારા ઘરનો મૂખ્ય માણસ મોરલવાળો હશે તો બાળકો મોરલવાળા થશે. બાળક ત્રણ વર્ષનું હોય ત્યારથી એની માંના 70% અને બાપના 30% ગુણો ગ્રહણ કરે છે. માંનો ખોળો પૂજાય છે. માં બાળકને ધાવણની સાથે વહાલ પીવડાવે છે. વહાલ પરમેશ્વરનો આપેલો અમૃત ઝરો છે. માંની અંદર લાગણીની પ્રધાનતા છે, બાપમાં બુદ્ધિની પ્રધાનતા છે. કોઈ દિવસ માનું દિલ દુભવશો નહિ. @7.35min. સ્ત્રીને પુરુષ કરતા નીચી કેમ બનાવી? તે સાંભળો. ઇંગ્લેન્ડની ડાયેનાનું મૃત્યુ અને સ્ત્રીઓની લાગણી વિશે સાંભળો. એક ચૂસ્ત ગાંધીવાદી સજ્જનની વાત. @12.52min. બીજા એક સજ્જનની વાત. ઝીન્હા સાહેબ અને ગાંધીજી અને સાબરમતી આશ્રમમાં મચ્છી ખાનાર સ્ત્રીઓ વિશે. ગાંધીજીને પોતાના સિદ્ધાંતો ખરા, પરંતુ બીજા માટે બોજારૂપ નથી. @16.24min. માં જેટલું સહન કરે એટલું બીજું કોઈ સહન ન કરે. એ સહન કરવાની શક્તિ બુદ્ધિમાંથી નથી આવતી પણ હૃદયમાંથી આવે છે, એટલે આપણે ભગવાનને હૃદયમાં બેસાડીએ છીએ. એટલા માટેજ લખ્યું છે કે "मातृ देवो भव". એટલે પ્રજાને જો મહાન કરવી હોય તો સૌથી પહેલામાં પહેલું એમાં મોરલ મુકવાનું અને મોરલ છે એ માંના ખોળામાંથી અને બાપની આંગળીમાંથી શરુ થાય છે. ઘડતરનું ઉદાહરણ સાંભળો. ગાંધીજીએ ધાર્યું હોતતો પોતાના એકે એક કુટુંબવાળાને રાજકારણમાં બેસાડી દીધા હોત. સરદાર વલ્લભભાઈએ પણ કોઈને ન બેસાડ્યા. @20.57min. પહેલામાં પહેલી વસ્તુ એ છે કે તમે પોતાના દ્વારા મોરલનો સિદ્ધાંત આપી શકો તો પ્રજા મહાન થાય. અત્યારની સ્થિતિ શું છે તે અને ઓસ્ટ્રેલિયા પીનાકલ જોવા ગયેલા ત્યાનો અનુભવ સાંભળો કે જ્યાં 22-23 વર્ષની એકલી છોકરી રણમાં ટીકીટો આપે છે, કહે છે કે અમારે ત્યાં રેપ(Rape) જેવી કોઈ વસ્તુજ નથી. આને રામરાજ કહેવું કે આપણા અહીનું? આને સંસ્કૃતિ કહેવી કે આપણી સંસ્કૃતિ સારી? કુંભ મેળામાં દવાના સ્ટોલનો અનુભવ સાંભળો. સ્વામીજીના બે ઇતિહાસના પુસ્તકો. આપણે કેમ હારતા રહ્યા? અંગ્રેજો કેમ જીતતા રહ્યા? અંગ્રેજોએ લખ્યું છે કે અમારો વિજય આપણા લોકો વેચાઈ જતા એટલા માટે થતો. @25.15min. બીજી વસ્તુ તમારી પાસે જીવન માટે દર્શન કેવું છે? જો તમારી પાસે રોંગ થીંકીંગ હશે તો તમે મહાન ન થઇ શકો. મહાન કાર્યો કરીને અથવા મહાન વસ્તુઓ આપીને મહાન થવાય. દેશ આઝાદ થયો આપણે તટસ્થ થઇ ગયા. ચાણક્યે લખ્યું છે કે કદી પણ મિત્ર વિનાના ન રહેવું. એટલું યાદ રાખજો દુશ્મનો રહેવાના, રહેવાના અને રહેવાનાજ. વેદોમાં કે ઉપનિષદોમાં કોઈ ભગવાન જનમતો નથી કે લગ્ન કરતો નથી. ભગવાન તો ભગવાનજ છે, એટલે તમારી પાસે થીંકીંગ(દર્શન) કેવું છે? જ્યાં સુધી તમારા ઉપર કોઈ આપત્તિ ન આવે ત્યાં સુધી તટસ્થ, મિત્ર વિનાના રહો તે બરાબર છે, પરંતુ જ્યારે આપત્તિ આવે ત્યારે કોણ ઉભું રહેશે? ભર્તુહરિએ લખ્યું છે કે એક એવો મિત્ર બનાવવો કે જે સ્મશાન સુધી સાથે આવે અને એવો મિત્ર મળે તો એને નિભાવજો. 1962નું યુદ્ધ થયું અને ચીનાઓ પાછા વળી ગયા ત્યારે કાશીના પંડિતોએ કહ્યું કે કરપાત્રી મહારાજે યજ્ઞ કર્યો એટલે એના પ્રભાવે ચીન પાછું વળી ગયું. આવા રોંગ થીંકીંગના કારણે તમે સાચા ઉપાયો ન કરી શકો. અમેરિકાવાળા, જાપાનવાળા આવા યજ્ઞો કરે છે? @37.49min. એક ઠીંગણા માણસે આપણને સાચી દિશા બતાવી તે "जय जवान, जय किशान" આપણે મોટા મોટા ડેમ બાંધ્યા, નહેરો કાઢી, ટ્રેકટરો લાવ્યા, નવું બિયારણ આવ્યું અને ખેતીવાડી ક્ષેત્રે ક્રાંતિ થઇ. મેઘા પાટકર હજુએ શાંતિથી બેસતી નથી. બંધ બાંધવા માટે આપણને કેટલી તકલીફ પડે છે અને તકલીફ આપનારાઓને ઇનામ મળે છે. @40.40min. કચ્છના ધરતીકંપમાં 450 બાળકો દટાઈને મરી ગયા તો એક વિદ્વાન સજ્જને કહ્યું કે પૂર્વજન્મના સમૂહ કર્મો જાગ્યા એટલે મરી ગયા. આ રોંગ થીંકીંગ છે. બધામાં પૂર્વના કર્મો? આપણે ગુલામ થયા એ પૂર્વના કર્મે થયા? @44.10min. જર્મનીમાં એક સળગતા પ્રશ્નની વાત. હારેલું જર્મની કેવી રીતે સમૃદ્ધ થઇ ગયું? દંતાલી રામુ બહેનની વાત સાંભળો. રામુ બહેન કહે છે મોટા મોટા બલિયા એટલા માટે પહેર્યા છે કે કોઈ હાલી-મવાલી મળે તો માથું ફોડી નાખું. મને બહુ આનંદ થયો. આપણે કહ્યું અહિંસા પરમો ધર્મ, એટલે આપણે ચોક્કસ મરીશું, નહિ તો કરશો શું? એટલે મેં સુત્ર આપ્યું "वीरता परमो धर्म" સાચું થીંકીંગ અને સાચું અર્થ તંત્ર હોય તો પૈસાના ઢગલે ઢગલા થાય, આજે પહેલાં જેવો ભૂખમરો નથી.
Side B - SAANDHEDAA - તમે ભીખ માંગતા હો અને દેશ મહાન બને એ બંને વસ્તુ સાથે ન થઇ શકે. તમે આપનાર હો તો દેશ મહાન થઇ શકે. એક વખત પ્રજાને ભીખ માંગતી કરો એટલે પ્રજાનું મોરલ ખલાસ થઇ જાય. મોરબીનો બાંધ તુટ્યો ત્યારે આવુંજ થયેલું તે સાંભળો. તમારું ધાર્મિક, આર્થિક, શૈક્ષણિક થીંકીંગ વધુ વાસ્તવિક હોય તો, તો તમારો દેશ મહાન થઇ શકે. @1.45min. છેલ્લી અને મહત્વની વાત, પ્રજા વીર(બહાદુર) હોવી જોઈએ. તમે સમૃદ્ધ બન્યા પણ વીરતા નથી તો લોકો ઘરમાં પેસીને તમને લૂંટી લેશે. બાવડા વિના ઐશ્વર્યનું રક્ષણ ન થઇ શકે. હવે તો છેલ્લા પાંચ-દશ વર્ષથી તમે પૈસાદાર થયા કે ચિંતા આવી. ખંડણી, સોપારી, કિડનેપ વાળા ઉભા થયા. આખું મુંબઈ એજ રસ્તે ચાલે છે. મહેનત કરીને અંબાણી ન થવાય, એ તો ભગવાન બનાવતો હોય છે. અંબાણી જેવી વ્યક્તિ, ભગવાનની કૃતિ હોય છે, એટલે અદભૂત કામ કરતા હોય છે. મફિઆઓનું જોર વધી રહ્યું છે. ગરીબ માણસ તો ચિંતા વિનાનો થઈને જીવશે પણ પૈસાદાર જીવી શકશે નહિ. બિહારનો અનુભવ સાંભળો, એવું ગુજરાતમાં પણ થઇ શકે છે. આ ઘંટીના બે પળિયા એટલે કે આતંકવાદ અને ખંડણીવાળા માફિઆ વચ્ચે પીલાવાનું છે તો કેવી રીતે બચશો? એનો રસ્તો છે "वीरता परमो धर्म" તમે પોતે તમારું રક્ષણ કરો જો નહિ કરી શકો તો લૂંટાઈ જશે. @6.25min. ઈઝરાઈલની વાત સાંભળો, ત્યાં આતંકવાદની સામે જુવાન છોકરીઓ મશીનગન લઈને ઊભી હોય છે અને પોતાના દેશનું રક્ષણ કરે છે. 16 દુશ્મનોની વચ્ચે આ યહુદીઓ ઠાઠથી જીવી રહ્યા છે, કેમ? આપણે ક્યા ભૂલ કરી તે સાંભળો. અમદાવાદમાં ઔરંગઝેબને સુબો બનાવ્યો ત્યારે સૌ પ્રથમ જૈનોનું ચિંતામણી મંદિર હતું, તેની મૂર્તિઓ તોડી નાખી અને ઘોડા બાંધવા માંડ્યા. અમદાવાદમાં શેઠીયાઓની જાહોજલાલી, છેવટે એમના આગેવાનો દિલ્હી શાહજહાં પાસે ગયા અને સમાધાન કર્યું. તમે સામે પડકાર કેમ ન આપ્યો? કારણકે તમે એક લોહીનું ટીપું પણ જોયું નથી. દેશને મહાન બનાવવો હોય તો આખા દેશની બધી પ્રજાને "વીર" બનાવવાની. અંગ્રેજો વેપાર કરવા આવેલા પણ બહાદુરી લઈને આવેલા. મુઠ્ઠીભર અંગ્રેજોએ 32 લડાઈઓ કરી અને આખો દેશ હાથમાં લઇ લીધો. @11.46min. સિંધીઓ ગુજરાતમાં આવ્યા પણ ત્રાજવું લઈને આવ્યા. એમણે ભીખ ન માંગી અને આજે એમના ત્રણ-ત્રણ માળના મકાનો થઇ ગયા. બંગાળીઓ નિરાશ્રિત થઈને આવ્યા, હજી એવાને એવાજ છે. ઇઝરાઈલનો એકે એક માણસ બંદુક, કલમ, ત્રાજવું, પાવડો ચલાવી શકે છે. ત્યાં ભંગી નામની કોઈ કોમજ નથી, છતાં સંડાસો આપણાં કરતાં ચોખ્ખાં હોય છે. આશ્રમમાં એક 80 વર્ષના વૃદ્ધની વાત સાંભળો. ગાંધીજીના વિચારોથી ઘણો પ્રભાવિત થયેલો, ગાંધીજીએ એને વર્ધા મોકલેલો અને સંડાસની સફાઈ કરવાનું કામ સોંપેલું. એકલવ્ય, અર્જુન, કર્ણ બધા વીર છે, પણ જે સ્થાન અર્જુનને મળ્યું, તે સ્થાન એકલવ્યને ન મળ્યું, એનો તો બિચારાનો અંગુઠો કપાયો અને એના પરિણામે આજે અનામત ઊભી કરવી પડી. પણ જો એનો અંગુઠો ન કપાયો હોત અને અર્જુનની જેમ એને પણ છાતીએ લગાવ્યો હોત તો આજે પરિસ્થિતિ કંઈ જુદીજ હોત, વીરતાનો પ્રસાર થયો હોત. @16.39min. હું જ્યારે બચપણમાં ભણવા જતો ત્યારે પટેલનું એકેય છોકરું ભણતું નહિ. હવે કેમ પટેલો બધે ફેલાયા? ઝામ્બિઆના લીવીંગસ્ટન શહેરને "નાઈ નગર" કહેવામાં આવે છે, તેની વાત સાંભળો કે જ્યાં વાળંદ લોકો કરોડપતિ થયા છે. સુપર પ્રજાના બે લક્ષણો એક તો માઈગ્રેશન કરે અને બીજું ધંધો બદલે. પાલનપુરના બધા વાણીયાઓ સુરત-નવસારી-મુંબઈ માઈગ્રેશન કરી અબજોપતિ થયા. યુદ્ધ વિશેનું આપણું થીંકીંગ સાંભળો. રાજા હાથીપર બેસીને લડવા જાય અને પહેલા રાજા મરાય એટલે આખું લશ્કર હારી જાય. શિવાજી ગોરિલા યુદ્ધ કરી જીત્યા. @23.37min. અંગ્રેજોની એક બટાલિયન "મહાર રેજીમેન્ટ" હતી. મહાર એટલે મહારાષ્ટ્રના હરિજનો, એમાં કેટલાયે લોકોએ તો વિક્ટોરિયા પદ્મ જીતેલા. એવું નથી કે તમને આવડેજ નહિ, બધાને બધું આવડી શકે છે. એટલે સજ્જનો દેશને મહાન બનાવવો હોય તો સોએ સો ટકા પ્રજાને મહાન બનાવવી જોઈએ. વેદનો મંત્ર કહે છે, હે ભગવાન અમને ચારે તરફથી એવા વિચારો આપ કે એ વિચારો કોઈ કાપી ન શકે. તમે વિચારોના દ્વારા વર્ષો સુધી બહાદુર, સમૃદ્ધ, વૈભવી અને મોરલવાળી પ્રજા બનો. આ સત્સંગ સરિતામાંથી એવું જીવન પ્રાપ્ત થાય કે આપણે વાસ્તવિકતાને સમજીએ, વિચારીએ અને આખી પ્રજા બહાદુર બને. @29.30min. ન્યુઝીલેન્ડમાં એક જૈન સજ્જન નાણાવટીનો કેમેરા ખોવાવાનો અને પાછો મળી જવાનો અનુભવ. પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે અમને તું સાચા રસ્તે લઇ જા, સાચું દર્શન દે, સાચું થીંકીંગ દે અને એમ આ દેશને મહાન બનાવીએ, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @31.30min. વર્ણ-વ્યવસ્થાથી હાની @38.28min. જૈનોની અહિંસા, કાલી ચરણ મુનીએ અને શ્રાવકોએ સાધ્વીને કેવી રીતે બચાવી? @46.18min. દેશ ભક્તિનું ગીત - રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
Side A - PARAAKRAM-VEERATAA-BALIDAN-VYUHRACHANAA - પરાક્રમ-વીરતા-બલિદાન-વ્યુહરચના - ભુચર મોરી શહીદ સ્થાન - શરુઆતમાં આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રવાદી ભુચર મોરીના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડતું જોરદાર પ્રવચન. ભુચર મોરી જો રાવલપિંડીમાં જન્મ્યા હોત તો રાવલપિંડી હિન્દુસ્તાનમાં હોત અને કરાંચી અને લાહોરમાં જન્મ્યા હોત તો એ ભૂમિ હિન્દુસ્તાનની ભૂમિ હોત. આપણે ત્યાં ઈતિહાસ ભુલાવવાનો પ્રયત્ન લોર્ડ મેકોલેના માનસપુત્રો આજે પણ કરી રહ્યા છે. @6.03min. યુવક સંઘના મિત્રોને વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતમાં દર વર્ષે ભૂચર મોરીના જીવન પર નિબંધ સ્પર્ધા યોજી શકીએ તો ગુજરાતમાં ગામેગામ આ વીર પુરુષ કોણ હતા એની જાણકારી વધે. રાણા પ્રતાપથી જરાય ઓછું નહી કહી શકાય એવી લડાઈ હતી. રાજકોટ-વીર તલવાર વગર શોભેજ નહિ. કોઈ આપણો દેવી-દેવતા શસ્ત્ર વગર શોભે છે? @10.33min. બાળકોને તલવારનો "ત" શીખવવાના બદલે તપેલાનો "ત" શીખવવાથી શું થાય? હવે મને કહો કે એનાથી રસોઇઆ પેદા થાય કે શું થાય? આના કારણે રાષ્ટ્રને બહુ નુકશાન થયું છે. તલવારના "ત" સામે જેને વાંધા હોય તે સાવરકરને કેવી રીતે સ્વીકારી શકે ભાઈ? નહેરુ પરિવારમાંથી કોણ શહીદ થયું? હા, ફિરોઝ ગાંધીના કુટુંબમાંથી થયા. આ દેશમાં ચાફેકર બંધુની એમને ખબર છે? કુટુંબના ત્રણ-ત્રણ દીકરાઓ માતૃભૂમિની આઝાદી માટે એક સાથે ફાંસીના માચડે ચઢી ગયા હતા . @13.09min. આઝાદીના લડવૈયા વીર સાવરકરનું દેશ માટે યોગદાન વિશે સાંભળો. એકજ કુટુંબના ત્રણ-ત્રણ સાવરકર ભાઈઓએ જિંદગી જેલમાં ગુજારી છે. બેરિસ્ટર બનવા ગયેલા સાવરકર ઇંગ્લેન્ડથી હાથ-કડી પહેરીને આવ્યા હતા. @18.52min. અહિથી સ્વામીજીનું પ્રવચન સાંભળો. જે પ્રજા યુદ્ધ નથી કરી શકતી તેનો ગુલામીનોજ ઇતિહાસ હોય છે. યુદ્ધ ત્રણ રીતે મુલવવું જોઈએ. યુદ્ધ શા માટે કરવામાં આવ્યું, કેવી રીતે લડવામાં આવ્યું અને પરિણામ કેવા પ્રાપ્ત થયા? રાજપુતો, મરાઠાઓ, મુસ્લિમો અને અંગ્રેજોની યુદ્ધ શૈલી વિશે સાંભળો. રજપૂતો પાસે પ્રચુર પરાક્રમ છે પણ પરિણામ બલિદાનમાં, ભાગ્યેજ સફળતામાં હોય, કારણકે એના યુદ્ધમાં પરાક્રમ છે પણ વ્યૂહ નથી. @23.18min. પાણીપતના યુદ્ધમાં જ્યોતિષોના મુરત જોવામાં પેશ્વાએ એક લાખ મરાઠા સૈનિકો ગુમાવ્યા. @24.23min. જરુર સાંભળો પદ્મનાથ મહાકવિએ રચેલો કાનડદે રાસો અને મુસ્લિમોની યુદ્ધ શૈલી સમજો. @31.40min. રાજપૂત શૈલીમાં જે ખૂટતું હતું તે શિવજીએ દૂર કર્યું. શિવાજીની મુત્સદ્દિગીરી અને વીરતા વિશે સાંભળો. શિવાજી એક બહુ મોટા સેનાપતિ છે, એક બહુ મોટો રાજા છે, નેતા છે, એની પાસે બધુંજ છે. અફઝલખાન જયારે શિવાજીને પકડવા આવ્યો ત્યારે એના સૈન્યમાં 50% તો હિંદુઓ હતા અને એમણે પહેલું તુળજા દેવીનું મંદિર તોડ્યું. મુસ્લિમ યુદ્ધની આ ખાસિયત છે. શિવાજીએ અફઝલખાનને કેવી રીતે માર્યો તે સાંભળો. @37.59min. અંગ્રેજોની યુદ્ધશૈલી વિશે. અંગ્રેજો વર્ષોની તૈયારી પછી ત્યાં બેઠાં બેઠાં લડે છે. અંગ્રેજો કદી સ્ત્રીઓ માટે લડ્યા નથી, એ લોકો સામ સામે અંદરો અંદર લડ્યા નથી. યુદ્ધના પરિણામમાં સફળતા પ્રાપ્ત કરે છે. @40.21min. ગોંડલના ભાગવત સિંહજીને ત્યાનો એક પ્રસંગ સાંભળો. રાજપુતોની યુદ્ધ પધ્ધતિમાં બહુ મોટા સુધારાની જરૂર છે. @42.44min. ભૂચર મોરીના યુદ્ધમાંથી શું પ્રેરણા લેવી તે સાંભળો. જીજા બાઈએ તાનાજી માલસુરેને પાછા હિંદુ બનાવ્યા. સ્વામીજીનો સંદેશ કે આ ભૂચર મોરી ગુજરાતનું પાણીપત છે અને સૌ ભૂચર મોરીના વીર જેવા વીર થવાની પ્રેરણા લઈને જાય, પરમાત્મા સૌનું ભલું કરે, મંગલ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @49.40min. ભજન - ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

(B) PRAVACHAN VISHESH - 11 - પ્રવચન વિશેષ -11

નોંધ - સ્વામીજીની વિશેષતા એ છે કે કોઈપણ વિષય પર, પૂર્વ તૈયારી કર્યા વગર, બેધડક પ્રવચન આપવું એ સહજ વાત છે. એટલા માટે આ "પ્રવચન વિશેષ" ના શીર્ષક હેઠળ અલગ અલગ વિષયો ઉપર સ્વામીજીના પ્રવચનો આપને સંભળાવવાનો નમ્ર પ્રયાસ કરું છું. મારા ખ્યાલમાં મેં એવી કોઈ વ્યક્તિ જોઈ, સાંભળી કે અનુભવી નથી કે જે કોઈ પણ વિષય પર મુદ્દાસર, સડસડાટ પ્રવચન આપી શકે અને જો કોઈ એવી વ્યક્તિ, સંત, મહાત્મા હોય તો એમને ધન્યવાદ. સ્વામીજીની ઘણી વિશેષતાઓમાંથી આ એક વિશેષતાથી હું ઘણો પ્રભાવિત થયો છું, એટલે મારો નિવૃત્તિનો સમય આ E-Mail દ્વારા વ્યતીત કરું છું. અત્યારસુધી ચીલાચાલુ રામાયણ-મહાભારતની કથાઓ તો બહુ સાંભળી પણ મોટેભાગેના કથાકારો રહસ્યો કહેવાના બદલે ભાવાવેશમાં આવી જઈ પોતે રડે અને શ્રોતાઓને રડાવે છે, એટલે ટૂંકમાં એનું પરિણામ એ આવે કે કથા બહુ સારી છે એટલે પછી લોકોના ટોળે ટોળાં ત્યાં ઊમટી પડે. બીજું મારે અહી એ પણ કહેવાની જરૂર છે કે જો આપની પાસે સમય હોય તો આ પ્રવચનોનો ટૂંક સાર વાંચવા કરતાં સાંભળવો ઉત્તમ છે, એતો જે સાંભળતા હશે એમને અનુભવ થતો હશે....અસ્તુ. )



Side A - VYAKTI, SAMAAJ ANE SANSKRUTI - UNJHAA ASHRAM - વ્યક્તિ, સમાજ અને સંસ્કૃતિ - ઊંઝા આશ્રમ - રામાયણ સંસારનો ગ્રંથ છે. સંસારની અંદર વ્યક્તિ આવે, સમાજ આવે, રાષ્ટ્ર આવે અને બધુંજ આવે. એમાં જે જે ઘટનાઓ અને આખ્યાનો આવે છે, એ માત્ર ભૂતકાળમાંજ ઘટેલાં એવું સમજતા નહિ, એવી ઘટનાઓ આજે પણ આપણાં સમાજમાં, આપણાં જીવનમાં ઓછા-વત્તા અંશમાં ચારે તરફ ઘટતી હોય છે. શાસ્ત્ર એને કહેવાય, જે દુઃખનું નિદાન બતાવે. જ્યાં સુધી તમે રોગને જાણો નહિ, નિદાન સ્પષ્ટ થાય નહિ ત્યાં સુધી ઔષધી સ્પષ્ટ થાય નહિ. નિદાન અને ઔષધી બરાબર હોય તો ગમે એવા રોગમાંથી છૂટકારો મળે. @3.02min. આ ઘટનાઓમાંથી જે પ્રાપ્ત કરવાનું છે, એ સમજવા જેવું છે. આ જે ત્રણ તત્વો છે એના ત્રણ રૂપ છે, તે કઠોર નિયંત્રણવાળી, સ્વચ્છંદી અને કઠોરતા સાથે મૃદુતાવાળી વ્યક્તિ સમાજ અને સંસ્કૃતિ. જયારે પણ સમાજ કઠોર બનતો હોય છે ત્યારે એની પહેલી અસર સ્ત્રીઓ પર પડતી હોય છે, ઉદાહરણ સાંભળો. સંસ્કૃતિનો ભાર સ્ત્રીઓને ઉપાડવાનો હોય છે. સ્ત્રી આઠ વર્ષની ઉંમરે વિધવા થાય તો કાયમ વિધવાજ રહેવાનું અને પુરુષને 65 વર્ષે પણ લગ્ન કરવાની છૂટ હોય છે. આવી કઠોર સંસ્કૃતિથી સ્ત્રીઓમાં દુષણ પેદા થાય. આમ સ્વચ્છંદતામાં જેટલું દુષણ છે એટલુંજ દુષણ કઠોરતામાં છે. વાલ્મિકી રામાયણમાં અહલ્યા શીલા થઇ નથી. શીલાનો અર્થ સાંભળો, આ આખી ઘટના સાંભળો. ગૌતમ ઋષિનું મન કરુણાથી ભરાઈ ગયું એટલે પછી કહ્યું કે કોઈ ટાઇમે અહીંથી રામ નીકળશે અને ત્યારે તારો ઉદ્ધાર થશે. @11.54min. જેનું ઊંચું જીવન, નીચે પછડાયું હોય અને પછડાવાથી બોધ થયો હોય તેનું મન ભજનમાં-ભગવાનમાં બહું લાગે. પછડાટ પણ ભક્તિનું એક પ્રેરક બળ છે. વિશ્વામિત્રે રામને અહલ્યાનો ઉદ્ધાર કરવાનું કહ્યું. બાઈબલનો એક પ્રસંગ સાંભળો. જ્યારે પણ કોઈ વ્યક્તિ આવનારા સમયની ચર્ચા કરે ત્યારે જૂની ચર્ચા કરનારાઓને એ વાત ગમતી નથી, કારણકે એ લોકો ભૂતકાળમાં જીવતા હોય છે. @18.45min. ગાંધીજીને કોઈએ પૂછ્યું કે તમે રામ રામ કેમ કરો છો? એમણે કહ્યું કે મને એક શબ્દ બહું ગમે છે તે "પતિત પાવન" ઉદાહરણો સાંભળો. સહજાનંદ સ્વામી જેતલપુરમાં યજ્ઞ કરે ત્યાં એક વેશ્યાના ઉદ્ધારનો પ્રસંગ સાંભળો. ચાણક્યે લખ્યું છે કે જેનું હૃદય વજ્ર કરતા કઠણ હોય અને ફૂલ કરતાંયે કોમલ હોય તે મહાપુરુષ કહેવાય. કોના ઉપર કઠોર થવું અને કોના ઉપર કોમળ થવું એનો જેને વિવેક આવડે તેનું નામ રામ કહેવાય. અહલ્યાના ઉદ્ધારનો વાલ્મિકી રામાયણમાં અને તુલસી રામાયણમાં શું ફરક છે તે સાંભળો. ગૌતમે અહલ્યાનો સ્વીકાર કર્યો. રામાયણમાંથી આ શીખવા જેવી વાત છે. આ સમાજનું નામ કહેવાય કઠોરતાની સાથે સાથે કોમળતાવાળો સમાજ. @26.21min. પરદેશમાં આપણી એક બહેન ડીલરને ત્યાં ગાડી લેવા ગયેલી તે બાબતનો અનુભવ સાંભળો. સ્વચ્છંદી સમાજ વિશે સાંભળો. સ્વચ્છંદી સમાજમાં વિષય સુખ તો રહ્યું પણ પ્રેમનું સુખ ખતમ થઇ ગયું. પ્રેમ વિનાનું વિષય સુખ તો કુતરાં-બિલાડાંમાં પણ હોય છે. એટલે આમ ત્રણ પ્રકારના વ્યક્તિઓ, ત્રણ પ્રકારના સમાજ અને ત્રણ પ્રકારની સંસ્કૃતિ થઇ. કઠોર સંસ્કૃતિ અને કઠોર સમાજ તો અંદરથી સડી ગયા. સ્વચ્છંદી સમાજ પણ સડી ગયેલો પણ એનું સડેલું ઉપર તરી આવે છે. જેની પાસે કઠોરતાની સાથે કોમળતા હોય, ઉદારતા હોય તે સમાજ સારો. રામાયણમાં અહલ્યાની કથા સમાજ રચનાની કથા છે. @30.35min. જનકની પુત્રી સીતાના સ્વયંવરમાં રામ, લક્ષમણ અને વિશ્વામિત્ર પહોંચે છે. જનકને ખબર પડી એટલે સામેથી સત્કાર કરે છે. બે-ત્રણ વર્ષ પહેલાં આશ્રમમાં આવેલા છોકરાએ કહ્યું, મારી માને મારવા કે પોતે મરવાનો નિર્ણય કરીને આવ્યો છું, વધુ આગળ સાંભળી લેવું. સ્વામીજીની વાતથી છોકરાનું મગજ બદલાઈ ગયું. @37.40min. વિશ્વામિત્ર અને વશિષ્ઠનું આખ્યાન સાંભળો. માણસ ગમે એટલો મહાન હોય પણ એની માનવીય દુર્બળતાતો રહેવાનીજ. આ આખ્યાનમાં વિશ્વામિત્ર ચક્રવતી વિજય પ્રાપ્ત કરી વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવે છે, ત્યાં એમના આખા લશ્કરને સબલા નામની કામધેનું ગાયથી બનેલી વાનગીઓ જમાડે છે. @45.53min. એટલે વિશ્વામિત્રે ગાયની માંગણી કરી અને વશિષ્ઠે કોઈ પણ સંજોગોમાં આપવાની ના પાડી એટલે વેર બંધાયું. વિશ્વામિત્રે પોતાના લશ્કરને સબલા ગાય લઇ જવાનો આદેશ આપ્યો. ગાય પકડી અને ખેંચી પણ ખેંચાઈ નહિ. વશિષ્ઠની આજ્ઞાથી સબલાએ કાન ફફડાવ્યા એટલે લશ્કરજ લશ્કર પેદા થયું. આમાં થોડો ઈતિહાસ સમાયેલો છે. જ્યારે સબલાએ એના રુંવાટામાંથી જે સૈનિકો પેદા કાર્ય તે પહલ્લવો એટલે ઇરાનિઅનો હતા. એટલે એનો અર્થ એ થયો કે આ કથાના માધ્યમથી ઇરાનિઅનો ક્યારે ભારતમાં આવ્યા અને અહીના ક્ષત્રીઓ સાથે ક્યારે લડતા થયા એનો ટાળો મેળવવો હોય તો મેળવી શકાય. વિશ્વામિત્રના લશ્કરે પહલ્લાવોને કાપી નાંખ્યા.
Side B - UNJHAA - ફરી પાછા ગાયને ખેંચવા લાગ્યા, એટલે ગાયે રુંવાડા ફફડાવ્યા એટલે હજારો સૈનિકો પેદા થયા તે બધા યવનો (ગ્રીક દેશના સૈનિકો) હતા. આ યોદ્ધાઓ ખૂબ લડ્યા, એમનો પણ નાશ થયો, પછી શકો આવ્યા, હુણો આવ્યા એમ આ બધી બહારની પ્રજાઓ યોદ્ધાઓ બનીને ભારતમાં આવી. એના પાછળનો હેતુ એ કે છે બહુ પ્રાચીન કાળમાં બ્રાહ્મણો અને ક્ષત્રિઓ વચ્ચે યુદ્ધ થયા કરતાં હતા અને એ લડાઈમાં જયારે દેશી સૈનિકોથી કામ પતતું નહિ હોય એટલે બહારના સૈનિકોને બોલાવવા પડતા. વિશ્વામિત્રનું બધું સૈન્યનો નાશ થઇ ગયો અને બધે હાહાકાર મચી ગયો. @2.51min. યુગાન્ડામાં E D Amin ના રાજમાં શું થયું તે સાંભળો. ભારતના એક મોટા કથાકારને બોલાવી સપ્તાહ બેસાડી અને એ સપ્તાહમાં અમીનને બોલાવેલો. પોથીપૂંજા કરવા આવેલી સ્ત્રીઓ જોઇને ED Aminનું મન બગડ્યું, પછી શું થયું તે સાંભળો. @4.47min. વિશ્વામિત્રનું લશ્કર કપાઈ ગયું અને વશિષ્ઠ સાથે દુશ્મનાવટ થઇ. વિશ્વામિત્ર તપ કરવા ગયા અને ત્યાં મેનકાનો સંયોગ થયો અને એમાંથી સંતાન થયું તે શકુંતલા. વિશ્વામિત્રનો કેવી રીતે હૃદય પલટો થયો તે સાંભળો. @10.26min. ત્રિશંકુની સદેહે સ્વર્ગ જવાની કથા સાંભળો. વશિષ્ઠના 100 પુત્રોએ શ્રાપ આપ્યો અને ત્રીશંકુ ચાંડાલ થઇ ગયો. એની પાછળનો વર્ણભેદનો અને ચાંડાલ વંશની શરૂઆતનો ઈતિહાસ સાંભળો. @19.54min. આ, જે પૌરાણિક લખવાની પદ્ધતિ છે, એને રીફાઇન્ડ કરી મૂળ સુધી પહોંચો તો નવી સૃષ્ટિ બનાવી શકાય છે તે વિશે સાંભળો. ભૌતિકતામાં વિજ્ઞાનનો ઉમેરો કરી વધારે જોરદાર વસ્તુઓ બનાવો એ વિશ્વામિત્રની સૃષ્ટિ કહેવાય. વિશ્વામિત્ર સમર્થ વૈજ્ઞાનિક છે, સમર્થ ઋષિ છે, પોતે નવી સૃષ્ટિ બનાવી શકે છે. સદાનંદ કહે છે, હે જનક રાજા, આ વિશ્વામિત્રને તમે જેવા તેવા માનશો નહિ. આ તો રાજા છે, ઋષિ છે. આ બે દશરથના પુત્રો છે. @22.45મીન. આ રામાયણની પાછળનો હેતુ એ છે કે થોડી ઈતિહાસ અને થોડી પુરાણની કથા દ્વારા સંસારની કથા સંભળાવવાની. તુલસી રામાયણ અને વાલ્મિકી રામાયણ આ બંને વચ્ચે 2000 વર્ષનું અંતર છે એટલે શું ફરક પડે છે તે સાંભળો. તુલસી રામાયણમાં ગૌરી વ્રત છે, વાલ્મિકી રામાયણમાં નથી, કારણકે તે પહેલાં ગૌરી વ્રત હતું નહિ. તુલસી રામાયણ મહાકાવ્ય છે, કથામાં કંઈ દમ નથી પરંતુ તુલસીદાસના એક-એક સ્ટેટમેંટ મહત્વના છે, આખી ઝીંદગી સુધી તમને ભાથું આપ્યા કરશે. @29.55min. તુલસીદાસે બહુ સુંદર શૃંગાર રસ મૂક્યો છે. લક્ષ્મણના દ્વારા બહુ સુંદર સમાજની રચના કરી છે. તુલસી રામાયણમાં મુરતીઓ આગળથી નક્કી થઇ જાય છે, જયારે વાલ્મિકી રામાયણમાં આવું નથી, કારણકે વાલ્મિકી એમ ઈચ્છે છે કે આ સ્વયંવર છે, તો સ્વયંવર પહેલા મુરતીઓ નક્કી થવો જોઈએ નહિ. જનક, સતાનંદ કહે છે કે હવે આપણે જલ્દી તૈયારી કરો અને શિવ-ધનુષ્યને લાવીને સભામાં મૂકો. @34.36min. સંપાદિત ગ્રંથ વિશે. @39.12min. અમર દેવીદાસ @41.57min. भजन - ये तन मन जीवन सुलग उठे, कोई ऐसी आग लगाए - श्री जनार्दन रावल.
Side A - YOG SAADHANAA - YOG NIKETAN. VADODARA - યોગ સાધના - યોગ નિકેતન - વડોદરા - યોગનો ટૂંકો, સાદો, સીધો અર્થ થાય છે જોડાવું. પ્રત્યેક વ્યક્તિ જોડાયા વગર રહેતો નથી. જો એને સારી ચીજ ન મળે તો એ આપોઆપ નબળી ચીજ સાથે જોડાઈ જાય છે. માખીને વિષ્ટા ઉપર બેસતા અટકાવવી હોય તો બાજુમાં ગોળ મૂકી દ્યો. આપણા જીવનની પણ એવીજ વાત છે. આ જોડાવાની પ્રક્રિયામાં સૌથી સારામાં સારું ઉત્તમ તત્વ છે તે પરમેશ્વર અને પરમેશ્વરની સાથે જીવનને જોડાવી આપે એનાથી વધારે મોટી કોઈ પ્રક્રિયા નથી, કોઈ સાધન નથી કે કોઈ ઉપાસના નથી, એટલે યોગનું મહત્વ, સ્વીકૃતિ એ અર્થમાં છે કે તમને, મને, સૌને પરમેશ્વરની નજીક લઇ જાય. એનું માપ કેવી રીતે કાઢશો તે સાંભળો. વિષ્ણુભાઈની જે અસર મારા પર થઇ તે એમના સંતપણાની. @4.13min. ઘણી વાર એવું બને કે માણસ યોગી હોય, પણ સંત ન હોય. માણસ તપસ્વી હોય, વિદ્વાન હોય, પંડિત હોય, ભક્ત હોય પણ સંત ન હોય. આ બધા એકબીજાના પુરક તત્વો છે. તપસ્વીઓ બહુ ક્રોધી હોય છે, માણસની અંદર જયારે ઈશ્વર તત્વનું સામિપ્ય પ્રગટે એટલે સહજ રીતે એના અંદર સંતપણું પ્રગટે એટલે એ શ્રેષ્ઠ છે. તુકારામ, જ્ઞાનેશ્વર, નરસિંહ મેહતા સંત છે. ભારતમાં આખી યોગકથાઓને ચમત્કારો સાથે એવી જોડી દીધી કે સામાન્ય ગૃહસ્થાશ્રમી માણસ એવું સમજે કે આ આપણું કામ નહિ, એટલે આમ યોગ જીવનનું માધ્યમ બનવાને બદલે ચમત્કારોનું માધ્યમ બન્યો. યોગને વિજ્ઞાનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે, તે વિશે સાંભળો. શરીર લોહીથી અને પ્રાણવાયુથી ચાલે છે, આ ગજબની વ્યવસ્થા છે. ઝીણામાં ઝીણી નાડીથી જે ભાગમાં રક્ત ફરે એટલોજ ભાગ જીવતો રહે છે. @11.32min. લોહી માધ્યમ છે અને પ્રાણવાયુ એ ઇંધણ છે. યોગમાર્ગમાં પ્રાણાયામની આખી પ્રક્રિયા કરવામાં આવે કે જેથી લોહીને વધારેમાં વધારે ઓક્ષિજન મળે તો એ લોહી વધે, શક્તિશાળી બને, વધારે ચેતનવંતુ બને એટલે આમ શરીર ચેતનવંતુ થાય એટલે આપણાં અહી કહેવત છે કે "યોગીઓતો હવા ભક્ષણ કરીને રહે" આ વાક્યમાં થોડો અતિરેક હશે પણ બિલકુલ ખોટી વાત નથી. એવા કેટલાયે માણસો મેં જોયા છે જે પાંચ-પાંચ વર્ષ સુધી એકલું પાણી પીને રહ્યા હોય. અમેરિકામાં કેટલાયે મડદાં વર્ષો સુધી ઓક્ષિજનથી ધબકી રહયાં છે. યોગમાર્ગમાં જુદા જુદા પ્રાણાયમોની શોધ કરવામાં આવી, એનો મૂખ્ય એજ ઉદ્દેશ છે કે તમારા ફેફસામાં વધારેમાં વધારે ઓક્ષિજન જાય. @15.18min. સવારના પહોરમાં ઓક્ષિજનનું પ્રમાણ વધુ હોય એટલે જો એ સમયમાં તમે લાંબામાં લાંબા શ્વાસ લો તો દુનિયામાં મોટામાં મોટી ઔષધી તમે કરી રહ્યા છો એમ કહેવાય. @17.14min. યોગના આચાર્ય પતંજલિ છે, એજ વિદ્યાના પ્રચારક, પ્રકાશક છે. કૃષ્ણને આપણે યોગેશ્વર કહીએ છીએ. કૃષ્ણ ઓલટ્રેક છે, એટલેજ બધી વિદ્યાઓનો યોગેશ્વર છે. એક ક્રિશ્ચિયન પાદરીએ કૃષ્ણ અને ક્રાઈસ્ટ પર પુસ્તક લખ્યું તે વિશે સાંભળો. સર્પનો સંગ કરજો, ઝેરના ઘડા ઘરમાં રાખજો પણ કોઈ ચુસ્ત સાંપ્રદાયિકથી હાથ જોડીને દૂર રહેજો. યોગ કોઈ સંપ્રદાય નથી, એ તો સંપ્રદાયથી પરની ચીજ છે. યોગનો પ્રચાર અત્યારે અમેરિકામાં ખૂબ થઇ રહ્યો છે. @21.36min. પતંજલિએ ત્રણ ગ્રંથોની રચના કરી. પતંજલિ તક્ષાશિલા વિદ્યાપીઠના આચાર્ય હતા, જે આજે પાકિસ્તાનમાં છે. એમને જોયું કે જિંદગીનો મોટામાં મોટો પ્રશ્ન અશુદ્ધિનો છે. ત્રણ અશુદ્ધિઓ મોટી છે. એમણે વાણીની અશુદ્ધિ માટે વ્યાકરણ શાસ્ત્રની રચના કરી, શરીરના આરોગ્ય માટે આયુર્વેદ શાસ્ત્રની રચના કરી અને ચિત્તની શુદ્ધિ માટે યોગ શાસ્ત્રની રચના કરી તે વિસ્તારથી સાંભળો. શરીરની અશુદ્ધિ મળ-મૂત્ર નહિ પણ રોગ છે. @26.48min. આપણે ઋષિ માર્ગી છીએ, એમાં શરીરનું પૂરેપૂરું મહત્વ છે. એક શ્રમણ માર્ગ છે, એમાં શરીર એક બલા છે, નકામી વસ્તુ છે, એ વિસ્તારથી સાંભળો. શ્રમણ માર્ગમાં સ્ત્રી નકારાત્મક છે, એનું મોઢું નહિ જુઓ, એનો છાયો ન લો, એનાથી દૂર ભાગો પણ પૈસા આપે તો લઇ લે. સ્ત્રીઓની પણ બલિહારી છે કે એ લાત મારનારને વધારે પગે લાગે છે. ભ્રમણાની પણ હદ હોય છે. જો તમને યોગ (સંયોગ) કરતાં આવડે તો એકેએક વસ્તુ મહાન છે, સારી છે. "शरीर माध्यम खलु धर्म साध्यम् " શરીર તો ધર્મનું, સુખ, પરમાર્થ, ભજન કરવાનું સાધન છે, શરીર વિના આત્માની વાત કોણ કરશે? @30.11min. કોંગ્રેસના પીઢ કાર્યકર્તા કાલે મળ્યા, એની વાત સાંભળો. મદ્રાસ એપોલો હોસ્પિટલની મુલાકાત વિશે, જ્યાં 1800 કર્મચારીઓમાંથી 900 સ્ત્રીઓ છે. બધાના સપ્રમાણ શરીર, ત્યાં બાયપાસ કરાવવા ગુજરાતીઓજ આવે છે. પતંજલીએ લખ્યું કે શરીર એ સુખનું મૂળ છે. એક ખૂબ દાદર થયેલા વૃદ્ધ આશ્રમમાં આવે એની વાત સાંભળો. @34.24min. વૈચારિક અશુદ્ધિ જો ધર્મ દ્વારા આવે તો એને કોણ દૂર કરી શકે? વૈચારિક અશુદ્ધિએ આ દેશને બરબાદ કરી નાખ્યો, દુઃખોજ દુઃખો વગર જોતાં ઊભા કર્યા. સૌરાષ્ટ્રમાં એક ગુરુ કેમ નાની ઉંમરે દેવ થઇ ગયેલા તે વિશે સાંભળો. @39.18min. એક બીજા સજ્જનની વાત સાંભળો કે જેના ઘરમાં એકજ ચૂલે 54 માણસો જમે છે. ચિત્ત બગડેલું હોય તો યોગની આરાધના કરજો, એનાથી ચિત્તનો મેલ દૂર થાય છે.જેનાથી તમને અશાંતિ થાય અને બીજાના જીવનમાં પણ અશાંતિ ઊભી કરો એ ચિત્તનો મેલ છે. કબીરે લખ્યું, "कबीर मन निर्मल भया, जैसे गंगानीर, पाछे पाछे हरि चले कहत कबीर कबीर." @43.38min. મને ઘણીવાર એવું થાય કે આપણો મોક્ષ તો ભગવાનના હાથમાં, જયારે થવાનો હોય ત્યારે થાય પરંતુ પેલા લોકો ટોપલો ભરીને સુવર્ણ ચંદ્રકો લઇ જાય અને આપણે ઓલિમ્પિકમાંથી ખાલી હાથે આવીએ!!! અને અહિયાં શક્તિપાત કરાવવાવાળાના ટોળે-ટોળાં છે. કેટલાયે લોકોને ભટકાવી દીધા. આસનો, ચિત્તની ઉપર હોર્મોનની અસર વિશે સાંભળો. @47.01min. વિપશ્યના અને રાજયોગ એ બેમાં શું તફાવત છે? એ વિશે સાંભળો.
Side B - VADODARA - "शौच, संतोष, तप: ईश्वर प्रणिधानानियमहा:" આ યમ અને નિયમની અંદરજ અષ્ટાંગ યોગનો પાયો છે. આ બેય જીવનમાં ઊતર્યું એટલે અડધું દુઃખ તમારું દૂર થઇ જશે. એક ઓળખીતા શાસ્ત્રીની વાત સાંભળો. આત્મહત્યાનું મૂળ ટેન્શન છે. ભિખારીને દુ:ખ છે પણ એ ટેન્શનમાં નથી એટલે ભાગ્યેજ કોઈ ભિખારી આત્મહત્યા કરતો દેખાશે. જ્યાં તમારામાંથી નિર્દોષતા ગઈ કે ટેન્શન આવ્યુજ સમજો. જો ટેન્શન ન આવ્યું હોય તો તમે બેતાજ બાદશાહ, હવે યોગ નિકેતનમાં આવી થોડા આસનો શીખો. મહારાજા સયાજીરાવ 60 વર્ષની ઉંમરે સંસ્કૃત ભણવા બેઠા હતા. રૂમ બંધ કરી કદી પ્રાણાયામ કરવા ન બેસવું. જ્યાં હવા ચોખ્ખી આવતી હોય ત્યાં પલાઠી વાળી યોગ કરો. જ્યાં તમે આ પ્રક્રિયામાં દ્રઢ થયા નહિ કે તમારા બાહ્યાચારો, વ્યર્થાચાર્યો આપોઆપ છૂટી જશે. "ऐसी करी गुरुदेव कृपा, मेरा मोह का बंधन तोड़ दिया." આપણાં ઋષિઓ દર્ભાસન પર બેસતા. ગાંધીજીને તો દાભડાની પણ જરૂર ન હતી, એ તો ખેતરમાં બેસી જતા. સવાર-સાજે પ્રાર્થના કરી આખો દિવસ કામ કરે. કર્મ ઈશ્વર સાથે જોડાય છે એટલે કર્મ, યોગ બની જાય છે. @4.11min. એટલે સજ્જનો યોગ નિકેતન દશાબ્દી ઉજવી રહ્યું છે એની સાથે ગાયકવાડ સહિત ઘણા બીજા વિશિષ્ટ નામો જોડાયેલા છે. આ આખી સંસ્થાની ચેતના આચાર્ય વિષ્ણુભાઈ છે, સાથે સાથે સંત પણ છે. અમદાવાદમાં મનુવર્યજી મહારાજ 82 વર્ષથી ધૂણી ધખાવી બેઠા છે. રામક્રીશ્ને કહ્યું છે કે સંસારમાં પડો, સંસારથી ભાગો નહિ. તમે અનાશક્તિથી તરતું-તારતાં જીવન જીવશો. હું સમજુ છું કે આ યોગ નિકેતન આજ કામ કરી રહ્યું છે, એનો વિસ્તાર થવો જોઈએ. કોલેજોમાં આ યોગ કરાવવાની જરૂર છે. આ તો વિજ્ઞાન યોગ, જીવન સાથે સંકળાયેલો છે અને એના ઘણા સારા પરિણામો આવવા લાગ્યા છે, ત્યારે હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે આ યોગ નિકેતન સંસ્થા ફળે, ફૂલે, વિકસે અને વડોદરા તથા સમગ્ર ગુજરાતને એની પ્રેરણા મળે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @7.47min. માંગરોળમાં પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પ્રભુદાસ મકવાણાના વિદાય સમારંભ પ્રસંગે પ્રવચન. પ્રવૃત્તિના ચાર પ્રેરક બળો અને નિવૃત્તિના ત્રણ પ્રેરક બળો વિષયપર આ પ્રવચન સાંભળો. @37.10min. બ્રહ્મકુમારીની આભડછેટ, ઉત્તર્વર્તી કાળનો સાકાર માર્ગ. પ્રાચીન બ્રહ્મસુત્રમાં કોઈ જગ્યાએ સાકારવાદ નથી. સાકાર માર્ગવાળાએ દરેકે પોતાનું ધામ બનાવ્યું. સ્વામિનારાયણનું અક્ષરધામ વિશે સાંભળો. भजन - ऐसी करी गुरुदेव कृपा, मेरा मोह का बंधन तोड़ दिया
Side A - SETU BAANDHO-SUKHEE THAAV - VADHVAAN - સેતુ બાંધો સુખી થાવ - વઢવાણ - જીન્દગી એક નદીના જેવી છે. નદીમાં જેમ પ્રવાહ હોય એમ જીવનમાં પણ પ્રવાહ હોય. પ્રવાહમાં જેમ અવરોધ આવે એમ જીવનમાં પણ અવરોધ આવે. જે સત્યને પામવા માંગતા હોય એને વણાંક આવવાના. દરેકે પોતાનું સત્ય શોધવાનું હોય છે. નદીમાં જેમ ઊંડાણ હોય એમ વ્યક્તિના જીવનમાં પણ જ્ઞાનનું ઊંડાણ હોય. છીછરાપણું જેમ નદીની શોભા નથી એમ માણસની જીન્દગીમાં પણ એવુંજ સમજવું. @5.43min. આજે એક પૂલનું ઉદ્દઘાટન હતું, હતું નહિ છે, આપણે ત્યાં નહિ અહીંથી ઉદ્દઘાટન કરીશું. નદીના બે કિનારા હોય, તે કદી એક નથી થઇ શકતા. ભગવદ ગીતમાં એનું વર્ણન છે, "भीष्मद्रोणतटा जयद्रथजला........कर्णेन वेलाकुला.......(गीता). ગાંધાર એ શકુની સંતાયેલો પથરો છે, આવી નદી છે, એ પાંડવો તારી ગયા કારણકે એનો શુકાની શ્રીકૃષ્ણ હતા. આપની જીન્દગીની પણ આજ દશા છે, એને બે કિનારા છે, પણ એ બે કિનારા જીવનના સંપૂર્ણ ઘટકોને છે, એ બે કિનારાને જોડી દેનારી વસ્તુ સેતુ છે. ઉપનિષદમાં એની બહુ સુંદર ચર્ચા છે. આપણાં મૂળ ગ્રંથો ઉપનિષદો છે. આપણે બહુ મોટી ભૂલ કરી અને પુરાણોમાં ચાલ્યા ગયા અને અસલ તત્વ ભૂલાઈ ગયું. એમાં લખ્યું છે "आचार्य पूर्वरूपम अन्तेवासी उत्तररुपम" એક કિનારે આચાર્ય છે, બીજા કિનારે અંતેવાસી (વિદ્યાર્થી) છે એને જોડનાર વિદ્યા છે. દરેક જગ્યાએ જ્યાં સેતુ છે, ત્યાંજ એકતા છે. પતિ અને પત્ની બે કિનારા છે એને જોડનાર સેતુ રૂપી પ્રેમ એમને સાંધી આપે છે. @10.48min. આ વઢવાણની અંદર રાણકદેવી અને રાખેંગારની વચ્ચે સુંદર મજાનો સેતુ હતો, પણ સિદ્ધરાજનો અહમ ઘવાયો અને એ બે વચ્ચેનો સેતુ તોડી નાંખ્યો. બને તો કોઈનો સેતુ બાંધજો, કદાચ તૂટ્યો હોય તો સાંધજો પણ સેતુ તોડવાનો ધંધો ન કરશો. ઉદાહરણો સાંભળો. @15.47min. વ્યાસજી કહે છે કે હાથ ઊંચા કરીને પોકારી પોકારીને કહું છું, રોઉં છું, મારું કોઈ સાંભળતું નથી કે પૈસો, કામ, ધર્મથી મળશે. જૈન સાધુ હોય, એને તમે નમસ્કાર કરો એટલે આશીર્વાદ આપે કે "धर्मलाभ" આશ્રમમાં આવેલા એક સન્યાસીની વાત. @20.11min. પરદેશમાં એક ભાઈએ પૂછ્યું, તમારી એક્ટીવીટી શું? જવાબ સાંભળી લેવો. વિવેકાનંદ અમેરિકા જઇ આવ્યા, ઘણું પરિવર્તન કર્યું, કહ્યું કે સાધુઓ, સન્યાસીઓ, રૂમમાં કે ભોંયરામાં પુરાય ન રહો, બહાર નીકળો, લોકોની સેવા કરો, દવા આપો, એમને આશ્વાસન આપો. એમણે ધર્મની આખી બ્લુ-પ્રિન્ટ બદલી નાંખી. પ્રજાને જો ધાર્મિક બનાવો. પ્રજાને જો વિખવાદમાં નાંખવી હોય તો સાંપ્રદાયિક બનાવો. ધર્મ સદાચાર ઉપર ભાર મૂકતો હોય છે, સંપ્રદાય બાહ્યાચાર પર ભાર મૂકે છે. ધર્મમાં ત્યાગ નથી પણ કર્તવ્યની પ્રધાનતા છે. શિવજીને રામદાસે તલવાર પકડાવી. તમે જો સિપાહીઓને, સૈનિકોને તલવાર છોડાવી માળા પકડાવો તો તમે દેશના દુશ્મન, વિનાશકર્તા થઇ જાવ. તલવારનો ધર્મ માળાના ધર્મ કરતાં ઘણો મહાન છે, કારણકે એમાં કર્તવ્યની પ્રધાનતા છે. અર્જુન ધનુષ્યબાણ છોડીને બેઠો છે પણ કૃષ્ણે એને પાછો યુદ્ધ માટે તૈયાર કર્યો. આદર્શો જીવનમાં હોવાજ જોઈએ પણ આદર્શો ધરતી ઉપરના હોવા જોઈએ, આકાશના આદર્શો વ્યહવારિક નહિ હોય. @25.12min. સરદાર પટેલ જમીન ઉપરનો માણસ છે. જે લોકો ધરતી ઉપરથી આકાશમાં જતા રહે એમની વાણી તો બહુ સારી લાગે પણ એના પરિણામ ભૂંડા મળે. એક સિપાહીની આશ્રમમાં મુલાકાત, એમનો અનુભવ સાંભળો. નેફામાં અટવાઈ ગયા હતા, એમના ગુરુદેવ શ્રી રંગ અવધૂતને હાથ જોડ્યા, પ્રાર્થના કરી અને 30 ફૂટે પગદંડી મળી. આવા અનુભવો હજાર પુસ્તકો કરતાં શ્રદ્ધાનું ઘણું મોટું બળ આપતા હોય છે. હૃદયમાંથી આવેલી શ્રદ્ધા દ્રઢ છે, ધર્મ અને ભગવાનનો વાસ હૃદયમાં માન્યો છે. @30.32min. ધર્મનું પાલન કરવાથીજ પ્રજા સુખી થાય છે. હું આખી દુનિયામાં બે વાર ફર્યો અને મને લાગ્યું કે ભારતમાં ઓછામાં ઓછો ધર્મ પળાય છે, કારણકે અહી સંપ્રદાયો છે અને ઓછામાં ઓછું અધ્યાત્મ છે કારણકે અહી ચમત્કારો છે. હું સૌથી વધારેમાં વધારે આધ્યાત્મિક પુરુષ ગાંધીજીને માનું છું. ગાંધીજીએ કોઈ ચમત્કાર નથી કર્યો અને છતાં લાખો ચમત્કારો કરનારા જે ન કરી શક્યા એ એમણે કરી બતાવ્યું. કાશી વિશ્વનાથ મંદિરનો પંડ્યો કહે છે કે જયારે ઔરંગઝેબ ચઢી આવ્યો ત્યારે ભગવાન કુદીને બચી જવા આ જ્ઞાનવાપી કુવામાં પડ્યા. જો તમારો ભગવાન પેલા ઔરંગઝેબથી બચવા માટે કુવામાં પડતો હોય તો તમારે ડૂબીજ મારવાનું રહ્યું. પશ્ચિમ કેમ સુખી છે? એના સ્ટોરમાં જાવ, કોઈ ઓછું નહિ આપે, આ ધર્મ છે. @35.17min. કોઈ સંતને આપણે પચાવી નથી શક્યા, તુકારામના બધા અભંગો ઇન્દ્રાણીમાં પધરાવી દીધેલા. અભંગો એટલે વેદની ઋચાઓ. નરસિંહ મહેતાને તો નાગરોએ ન્યાત બહાર મૂક્યા હતા. આપણે ભૂતકાળની પૂજા કરીએ છીએ, વર્તમાનમાં આડંબરની પૂજા કરીએ છીએ. એક તરફ ભગવાન અને બીજી તરફ તમે અને વચ્ચેના પુલનું નામ છે, નામ સ્મરણ. જેટલું સ્થૂળ જગત છે, એનાથી સેકડો ઘણું સૂક્ષ્મ જગત છે. અધ્યાત્મના ક્ષેત્રમાં પણ બહુ મોટું સૂક્ષ્મ જગત છે, એના ભાગ રૂપે ટેલીપથી છે. ટેલીપથીથી તમે તમારા દુશ્મનના, તમારા પ્રત્યેના વિચારોમાં પણ પરિવર્તન લાવી શકો છો. બધા માર્ગોનો રાજા ભક્તિમાર્ગ છે. હિંદુઈઝમમાં કોઈ હઠ કે દુરાગ્રહ નથી, એકજ પરમાત્મા છે. @41.00min. એક જી સજ્જનની વાત, મહાદેવના દર્શન કરવા કેમ ન ગયા તે સાંભળો. કૃષ્ણે કહ્યું "यधद्विभूतित्स्त्वं.......... तेजोनश्संभवं........(गीता 10-41). જ્યાં કોઈ જગ્યાએ વિભૂતિ મળે, એ મારો અંશ છે, એની ઉપેક્ષા ન કરીશ, એને પગે લાગજે, એ મારુંજ રૂપ છે. આ હિન્દુધર્મની વિશાળતા છે. ભેદ મટાડે એનું નામ ગુરુ કહેવાય, ભેદ વધારે એને ગુરુ ન કહેવાય. એટલે એક તરફ ભગવાન છે, બીજી તરફ ભક્ત છે અને એ બેયને મેળવવાનું તત્વ છે ભક્તિમાર્ગ. @45.14min. ભક્તિમાર્ગની કેટલીક ખાસીયતો છે, તે સાંભળો. કબીર અને રામાનંદ વિશે સાંભળો. તુલસીદાસની વિનય પત્રિકા, સુરદાસના પદો, વાંચો તો તમારા રોમેરોમ ઊભા થઇ જશે. ઈશ્વર કહે છે, "सर्वधर्मान्प रित्यज्य मामेकं.........मोक्षयिष्यामि मा शुचः.......(गीता 18-66).
Side B - VADHVAAN - શ્રી નાથજી કહે છે, તું ચિંતા ન કર હું તારે માટે ખડા પગે ઊભો છું, હું તારી સાથે છું. એક માતાજીના મંદિરની મુલાકાત, જ્યાં 14 કરોડ નામજપનું આયોજન કર્યું છે એ બાબતે શિવાજીના ગુરુ સમર્થ સ્વામી રામદાસે "દાસબોધ" માં લખ્યું છે કે અનન્ય ભાવથી કોઈ બાર કરોડ જાપ કરે તો એના ઈષ્ટદેવનો એને સાક્ષાત્કાર થાય, ભાવાત્મક દર્શન થાય. ભારતમાં ઋષીઓ પછી આ એકજ માણસ એવો થયો છે જેણે લોકોને શસ્ત્રમાં ધર્મ બતાવ્યો. શિવજીને માળાને બદલે તલવાર પકડવાનું કહ્યું. @4.08min. કબીરે એકવાર જાત્રા કરવા જવા કહ્યું, બધા તૈયાર થયા એટલે કહ્યું તમે બધા ઘર બાળીને આવો. બધા પાછા ગયા."कबीरा खड़ा बाजारमें लिये लकुटी हाथ, जो जाले घर आपनो चले हमारी साथ. એક માણસે કહ્યું, હું બાળીનેજ આવ્યો છું ત્યારે કબીર કહે છે, घर जाले घर उबरे घर राखे घर जाय. આ ભક્તિ માર્ગ છે. સમર્પણ ભાવને સમજો. સીતાજીને મૃગનું ચામડું દેખાય છે, ત્યારે રામને મૃગની પાછળનો રાવણ દેખાય છે. સ્ત્રીમાં અને પુરુષમાં આટલો ફરક છે. વિવેક ન જાગ્યો હોય તો સોનેરી મૃગની પાછળ રાવણ ન દેખાય. સીતા તે દિવસે સમર્પણ ન થઇ શકી એટલે રામાયણ થયું. સમર્પણ અને પ્ર્તાય્ર્પિત વિશે સાંભળો. @9.47min. એક સોનીના દીકરાનું ગુરુને સમર્પણનું ઉદાહરણ સાંભળો. પરમેશ્વર જ્યારે પ્રત્યાર્પિત થાય ત્યારે વાલીયો, વાલ્મિકી બને, જેસલ, જેસાલપીર બને. સજ્જનો, આજે જે આપને જગદંબાના મંદિરમાં મંત્ર લખવાની શરૂઆત કરી એના પાછળનો પણ આજ હેતુ છે. ભક્ત અને ભગવાન વચ્ચેનું આ સંધાન છે. @14.05min. બુલ્લેશાની કાફીઓ સાંભળો. એટલે સજ્જનો "कलौ केशव कीर्तनम" કળીયુગમાં ભગવાનનું નામ એ સાધનાનું સૌથી મોટું કેન્દ્ર છે. જીન્દગીના જેટલા પુલો છે એનું બધાનું ઉદ્દઘાટન આજે કરી નાંખો. વક્તા અને શ્રોતા એ બેના વચ્ચે પણ આ પ્રવચન સેતુ છે. આવા બધા સેતુઓ આપની જીન્દગીમાં આપણને ન્યાલ કરનારા, સુખી કરનારા અને સફળ કરનારા બને. ભગવાન સૌનું મંગળ કરે, કલ્યાણ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @18.00min. બાવડા(ધોળકા) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ગંજ બજારની પૂજા વિધિ પ્રસંગે. રામાયણ અને મહાભારતમાંથી એટલું બધું શીખવાનું છે કે એક જીવન નહિ પણ સો જીવન મળે તો પણ શીખવાનું પૂરું ન થાય. ગાંધીજીએ લખ્યું કે આખી જીન્દગી મને ગીતાએ કંઈ ને કંઈ શીખવાડ્યું છે. હું જે કંઈ શીખ્યો એમાં ગીતાનું સૌથી મોટું પ્રદાન છે. વધુ આગળ સાંભળો. @31.37min. મહાભારતની એક ઘટના સાંભળો. @34.29min. રામ સેતુ - પ્રશ્નોત્તરી @36.40min. આપદ ધર્મ @37.52min. સંતની વિશેષતા @39.32min. हे नाथ तेरी अकलित  माया रे - श्री नारायण स्वामी.
Side A - UPAASANAA-NAA PRATIKO - NAKHATRAANAA, KACHCHH - ઉપાસનાના પ્રતીકો - નખત્રાણા, કચ્છ - ત્રણ શબ્દો યાદ રાખજો, ઉપાસક, ઉપસના અને ઉપાસ્ય. ઉપાસના એટલે તમારા માટે જે અત્યંત જરૂરી હોય, એને મેળવવાનો પ્રયત્ન. કોઈ માણસ એવો નથી કે જેને પ્રિય-અપ્રિય કંઈ હોય નહિ. માણસ માત્રમાં કોઈને કોઈ પ્રકારની શ્રદ્ધા રહેલી છે, પણ એની શ્રદ્ધા ક્યાં છે? ઉપાસના ક્યાં છે? પ્રિયત્વ કઈ જગ્યાએ છે? અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા સમૃદ્ધ દેશમાં પૈસાના અતિરેકના દુઃખો એટલેકે વ્યસનોના ઊભા થયા છે. યાદવો બહું વ્યસની થયા કારણકે દ્વારિકા સોનાની હતી. @5.52min. પીવામાં અને પીવામાં સોનાની દ્વારિકા ખતમ થઇ ગઈ. કૃષ્ણ ના રોકી શક્યા. દુશ્મનોથી બચવું સહેલું છે પણ ઘરના માણસોથી બચવું અને ઘરના માણસોને જીતવું બહું કઠીન છે. વ્યસન અને વાસનાની ઉપાસના એવી પકડશે કે તમારી ગરદનને ઊંચી નહિ થવા દે. સુરત તરફ એક સાધુએ પત્રિકા છપાવી કે ગમે એવું દુઃખ પડે તો, ઓય ઓય કરજો પણ રામરામ ન કરશો. કેમ? માણસ ઉપાસના વિનાનો હોતો નથી પણ જેમ જેમ તમે રામની ઉપાસના કરતા જાવ અને ઉપાસના સફળ થતી જાય એમ એમ તમારું ઓય ઓય થતું બંધ થઇ જાય અને જીવન ધન્ય થઇ જાય. તમે પરમેશ્વરની ઉપાસના નહિ કરશો તો નાની નાની ચીજોની ઉપાસના કરશો અને એની પાછળ દોડ્યા કરશો. @9.05min. આઠ-દશ વર્ષ પહેલા આશ્રમમાં એક UP તરફના મહાત્મા આવેલા, વિદ્વાન પણ વ્યસનની આદતને લીધે રોજ પાંચ-સાત માઈલ ચાલીને ગાંજો પીવા જાય. વ્યસનની ઉપાસના એ તુચ્છ વસ્તુની ઉપાસના છે. @12.27min. જીન્દગીમાં ત્રણ જગ્યા જરૂર જોજો. હિમાલય, સમુદ્ર અને દક્ષિણ ભારતના મંદિરો. આ બધું જોશો એટલે તમારો અહંકાર ઊતરી જશે, એટલે પરમેશ્વર નજીકમાં, પાસેજ છે. @16.25min. એક સજ્જનની વાત અને રામેશ્વર મંદિરની મુલાકાત. રામેશ્વર મંદિર કોણે બંધાવ્યું એનું નામ નથી પણ મંદિરના પગથિયાં આગળ પતિ-પત્ની દંડવત કરેલી સુતેલી હાલતમાં, મૂર્તિઓના રૂપમાં બતાવ્યા છે, જેથી આવનાર યાત્રાળુઓ એમની ચરણરજ એ પતિ-પત્નીની મૂર્તિઓપર પાડીને આગળ જાય. મ્હૈસુરમાં પહેલા સુખડ બહુ થતું એટલે પાંચ-પાંચ માળના સુખડના રથ બનાવતા. હિંદુ પ્રજાએ એનો બધો પૈસો ભગવાન તરફ, મંદિરો તરફ વાળ્યો. એકલા ત્રીચિનાપલ્લીમાં 5000 પુજારીઓ કામ કરતા હતા. પશ્ચિમવાળાએ પૈસો ફેકટરીઓ તરફ વાળ્યો. ફેક્ટરી એ ભગવાનનું કામ છે, કારણકે મોટામાં મોટી ઉપાસના રોજી છે. તમારા બાળ-બચ્ચાંને જેમાંથી રોટલો મળે એ ઉપાસના છે. @24.25min. રામાનુજાચાર્ય ત્યાં રહે અને એક દિવસ રથ લઈને ભગવાનની યાત્રા કરવા નીકળેલા, આ બધા ભક્તો છે એમની આવશ્યકતા બહું નાની છે, ભક્તિનો જયજયકાર કરાવી શકે પણ સમૃદ્ધિનો નહિ. આપણા વૈદિક પીરીયડમાં ભક્તિ અને સમૃદ્ધિ બંને સાથે છે. રથયાત્રામાં શું થયું તે અને સાથે સાથે આફ્રિકાનો એક ભજનના આનંદનો પ્રસંગ સાંભળો. @28.20min. અકબરે બીરબલને પૂછ્યું, તું મને બતાવ કે આખા શરીરે નાના મોટા વાળ છે, તો હથેળીમાં કેમ નથી? જવાબ સાંભળી લેવો. @34.29min. દિવસમાં ત્રણ વાર નહાવાથી સંત ન થવાય પણ ખરાબમાં ખરાબ માણસ સાથે ઘ્રણા ન કરે એને સંત કહેવાય. "नाये धोये खुदा न मिलते, क्यों रहते मन-मस्त. नाये धोये खुदा मिलते तो तीर जाए मेंढक-मच्छ." રામાનુજે ધર્મદાસનો ઉધ્ધાર કર્યો તે સાંભળો. ધર્મદાસ ભગવાનના અખંડ રૂપના દર્શન કરે છે. દર્શન કરી આવીને સાષ્ટાંગ દંડ્વ્રત કરે છે. @40.35min. આ ઉપાસના છે. ઉપાસના, ઉપાસ્ય અને ઉપાસકને જોડવાની ક્રિયા છે. આ ભૂમિકા બાંધવાનું કારણ સાંભળો. અહિયાં ગણેશની, ગરુડની અને હનુમાનની પ્રતિષ્ઠા થવાની છે. કોઈવાર તમે વિચાર કર્યો કે આપણા દરેક મંદિરોમાં ગણેશ અને હનુમાનની મૂર્તિઓ કેમ હોય છે? આ મૂર્તિઓ શું ઉપદેશ આપે છે? આપણે વિચાર નથી કરતા એટલે જે જ્ઞાન થવું જોઈએ એ થતું નથી. ગણેશ શું છે? જ્યાં જોઈએ ત્યાં સાથિયો(સ્વસ્તિક) હોયજ. સ્વસ્તિક એટલે કે જે ચતુર્વિદ્ધ પુરુષાર્થની સિદ્ધિ કરાવી આપે તે. મારે અહી પૌરાણિક ગણેશની ચર્ચા કરવાની છે અને એ હંમેશાં માઈથોલોજીમાંથી ઉત્પન્ન થાય છે, ઘણાને એવું લાગે કે આ ગપ્પાં છે, મગજમાં ન ઉતરે એવી વાત છે। હવે એ ભેદ વિગતે સાંભળો. (નોંધ - અહી આ પૌરાણિક વાત લખવા કરતા સાંભળવું વધુ જરૂરી છે.) @46.24min. કદી કોઈને વિચાર આવે કે આવું બને ખરું? આને રૂપક કહે છે.
Side B - KACHCHH - રૂપક શું છે એ સમજવું હોય તો, સાંખ્ય શાસ્ત્રમાં આવો. "प्रकृतिं पुरुषं चैव....प्रकृतिसंभवान"....(गीता १३-२०). અર્જુન બે તત્વો સજોડે નિત્ય છે. આ જે બે તત્વો પુરુષ એટલે શિવ અને પ્રકૃતિ એટલે પાર્વતી. એના વિકારો છે, એ મેલ છે. પાર્વતી એટલે પ્રકૃતિ જયારે જગતની રચના જેવું શુભ કામ કરવાનું હોય તો પહેલાં સ્નાન કરે છે. જે પહેલી રચના કરી તે મેલમાંથી કરી ત્યારે એનું નામ ગણેશ ન હતું, (અહીંથી સાંભળવું જરૂરી છે.) @6.39min. સ્વામીજીના આશ્રમના એક વૃદ્ધની વાત સાંભળો, જેના પર માયા ભૂત સવાર થઇ હતી. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને માયા બતાવી હતી તે સાંભળો. दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया, मामेव ये प्रपधन्ते मायामेतान तरन्ति ते ......(गीता 7-14). ગીતા વાંચો. અર્જુન મારી માયાને તરવી બહુ કઠીન છે, જે મારા પાછળ પાગલ થાય તેજ આ માયાને પાર કરી શકે છે. @13.09min. શૈવી બુદ્ધિ અને પ્રાકૃતિક બુદ્ધિ વિશે સાંભળો. કોઈવાર રમણ મહર્ષિનું જીવન ચરિત્ર વાંચજો, શું કારણ છે કે એ કંઈ દોડતા નથી? કેમ ફાંફાં મારતા નથી? કારણકે એમનામાં શૈવી બુદ્ધિ આવી છે. શૈવી બુદ્ધિનું પ્રતિક હાથીને કેમ બનાવ્યો? વાઘ કે સિંહ કેમ નહિ? સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે આ હાથીનું માથું એક મહાપુરુષનું માથું છે. મોટા લટકતા કાન દૂર સુધીનું સાંભળી શકે, મોટું નાક દૂર સુધીનું સુંઘી શકે, ઝીણી આંખો દૂર સુધીનું જોઈ શકે. મોટું પેટ એટલેકે બધી વાતો જેમાં સામીને રહે. આ સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે પેલા ઋષિઓએ વૈદિક જે સ્વસ્તિક છે એનું પૌરાણિક ગણેશનું રૂપ બનાવ્યું. @18.14min. ગણેશ શબ્દ બન્યો કેવી રીતે? ગણ એટલે સમૂહ અને એનો પતિ થાય એનું નામ ગણપતિ. ઇન્દ્રિયોના ગણનો પતિ તે ગણપતિ તે વિગતે સાંભળો. આપણાં મંદિરોની અંદર શિવાલય હોય કે માતાજીનું મંદિર હોય, એની એક તરફ ગણપતિ અને બીજી તરફ જે હનુમાનજી આપણે મૂકીએ એના પાછળનું આ રહસ્ય છે, પ્રતિક છે, કે તમારે જો પરમેશ્વરને મેળવવો છે, તો પહેલા ગણેશને પગે લાગો, "શ્રી ગણેશાય નામ:" ગણેશ રીઝશે, તમારા અંદર ગણત્વ ઉત્પન્ન થશે, ઈશ્વર આપોઆપ મળેલો છે. જ્યારે આપણે પૌરાણિક દેવ બનાવીએ છીએ, ત્યારે એનું વાહન બનાવીએ છીએ. ગણેશનું વાહન ઉંદર વિશે સાંભળો. આ ગપ્પાં નથી પણ રહસ્ય છે. @22.08min. ગણપતિની બે પત્નીઓ રિદ્ધિ-સિદ્ધિ વિશે સાંભળો. જેનાથી સાંસારિક સુખો મળે, એ રિદ્ધિ કહેવાય અને જેમાંથી આધ્યાત્મિક સુખો મળે એ સિદ્ધિ કહેવાય. ગણેશની સિદ્ધિ-પ્રાપ્તિ થઇ ગઈ, તમે જંગલમાં જઈને બેસો તો રોટલો તમારા પાછળ પાછળ ફરશે. ઉંદર એ ચિંતન-ચેતના શક્તિ છે, એની જરૂર છે. ગણેશમાંથી શું પ્રેરણા લેશો? @26.00min. બીજી તરફ હનુમાનજી છે "शंकर सुवन केशरी नंदन" જેવી કથા ગણેશજીની છે, એવીજ કથા હનુમાનજીની છે તે સાંભળો. રામાયણની પ્રસિદ્ધ ઘટના સાંભળો. @31.37min. જે માણસે 12-12 હજાર માણસોના ત્રણ ટંકનો જમણવાર ઉપાડ્યો હોય અને દૂર સંતોઈને બેઠા હોય, એના અંદર દૈવી શક્તિ હોય, એમનામાં રામ જાગતા બેઠા હોય. @35.49min. હનુમાનજીની મૂર્તિમાંથી શું પ્રેરણા લેવાની તે સાંભળો. જો તમારે ઈશ્વરને મેળવવો હોય તો હનુમાન જેવા પરાક્રમી બનો. બીજી પ્રેરણા આજ્ઞા પાલનની છે. હનુમાનજી હંમેશા વીરાસનમાં હોય છે. આજ્ઞા પાળવા માટે તૈયાર. ત્રીજી વાત કે પોતાનું કરેલું મહત્વનું કાર્ય ભૂલી જવાનું, એમનામાં અતુલિત બળ છે પણ કદી યાદ રાખતા નથી. @38.20min. भजन - गाइए गणपति जग वंदन - श्री जगजीत सिन्घ, चिर के छाती बोले पवनपुत्र हनुमान - श्री अनूप जलोटा.


Side B - TAX BHARO ANE GHUS-GHASAAT OONGHO - AMDAVAD - ટેક્ષ ભરો અને ઘસઘસાટ ઊંઘો - અમદાવાદ - ટેક્ષ એડવોકેટ એસોસિએસન - એડવોકેટ અથવા વકીલ શબ્દનો બિલકુલ શુધ્ધ સંસ્કૃત શબ્દ મળતો નથી. અધિવક્તા કે મહાઅધિવક્તા એ નવો બનાવેલો શબ્દ છે. બહુ પ્રાચીન કાળમાં આપણી પરંપરામાં કદાચ વકીલોની આવશ્યકતા નહિ હોય. વકીલ શબ્દનું સંસ્કૃતિકરણ અને અર્થ સાંભળો. વકીલ શબ્દનો અર્થ એવો કરી શકાય કે જેની વાણી જોખેલી હોય, માપેલી હોય, વિચારેલી હોય અને એટલી સચોટ હોય કે જ્યાં એ પ્રસ્તુત કરવામાં આવે ત્યાં ન્યાયધીશને કે બીજા કોઈને પણ સ્વીકારવી પડે. આ મારી પોતાની વ્યાખ્યા છે. @4.01min. પહેલાં વકીલોની જરૂર નહિ પડતી એનું કારણ એ છે કે પહેલાં લેખિત કાયદા, કાયદાની બારીકાઇ કે ગૂંચો ન હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે અહિયાં કલકત્તામાં આવી અને રાજ શાસન શરુ કર્યું ત્યારે એમની પાસે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે ભારતીય લોકોમાં ન્યાય કયા પુસ્તકના આધારે કરવો? એ વિશે સાંભળો. આપણા ન્યાયતંત્ર ઉપર ગોરા લોકોની અસર છે. જે આ, ન્યાય પધ્ધતિ આવી એમાંથી કોઈને અન્યાય થાય કે વિલંબ થાય એટલે એવો એક વર્ગ ઉભો થયો કે ન્યાય અને તહોમતદાર એ બે વચ્ચે રહી કામ કરી શકે. કોઈને અન્યાય થતો હોય તો પોતાની બુદ્ધિ વાપરીને અટકાવી શકે એટલે પછી એનું ભણતર અને ડીગ્રીઓ શરુ થઇ, કાયદાઓ વધ્યા અને વકીલોની શાખાઓ પણ વધી. @9.34min. સત્યને માટે દલીલો કરવાની પધ્ધતિને શાસ્ત્રાર્થ કહેવાય છે. કાશીના એક બહુ મોટા વિદ્વાન "વિજ્ઞાન માર્કંડ" હતા, પણ મુશ્કેલી એ કે આદર્શ, લક્ષ્ય વિનાનો માણસ હતો. એનું ધ્યેય એકજ કે કોઈ મોટા વિદ્વાનોની સભા થાય, ત્યારે એને કેમ કાપવો, પછાડવો અને અપમાનિત કરવો એ વિશે સાંભળો. એમનો આગ્રામાં આર્ય સમાજના પંડિત જોડે "ટેબલ ઉપર પડેલો લેમ્પ" ઉપર શાસ્ત્રાર્થ થયેલો તેમાં સાત દિવસને અંતે એ પંડિતને હરાવેલો અને સાબિત કરી બતાવ્યું કે ત્યાં ટેબલ પણ નથી અને લેમ્પ પણ નથી. ગાંધીજી પોતે એક સારા વકીલ હતા, પણ સફળ વકીલ હતા એવું કહેવાની હિંમત નથી કરી શકતો, કારણકે એ મહાત્મા હતા. ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની સફળતામાં એ જેટલા કારણ છે એટલાજ અંગ્રેજો પણ કારણ છે. @15.15min. ભારતની આઝાદીમાં સૌથી વધારેમાં વધારે ભાગ વકીલોએ ભજવ્યો હતો. મોતીલાલ નહેરુ, તેજ બહાદુર સપૃથી માંડીને ગાંધીજી, સરદાર પટેલ, લોકમાન્ય તિલક, ગોખલે આ બધા વકીલો હતા, એનું કારણકે સરકાર સામે કાયદાથી લડવાનું હતું. ગુલામી વિલાયતથી આવી અને આઝાદી પણ વિલાયતથી આવી એ વિશે સાંભળો. આઝાદીના પરિપેક્ષમાં વકીલોનો ઈતિહાસ અત્યંત ઉજ્જવળ, અત્યંત ભવ્ય અને અત્યંત યાદગાર છે. આજે પણ જયારે કોઈ વિવાદસ્પદ વાતો થાય અને દેશ હચમચી ઉઠે એવો બનાવ બને ત્યારે વકીલોજ એ બાબતને સુલઝાવતા હોય છે, કારણકે ન્યાયતંત્ર છેલ્લું તંત્ર છે અને એમાં વકીલો મહત્વનો ભાગ ભજવતા હોય છે. વકીલ માત્ર પોતાના અસીલને વફાદાર છે, એ આ એક સિધ્ધાંત છે. પણ જ્યાં રાષ્ટ્રનો સવાલ છે, ત્યાં રાષ્ટ્રની વફાદારી ખંડિત ન થવી જોઈએ. એક તરફ રાષ્ટ્ર ડૂબતું હોય અને બીજી તરફ અસીલ બચતો હોય તો એ માત્ર ધંધાની વફાદારી છે. ધંધાની વફાદારી સાથે સાથે લોકો પણ છે, સમાજ છે, એક વ્યવસ્થા છે, એ વચ્ચે અન-બેલેન્સ ન થવું જોઈએ. જો કોઈ માણસ આ દેશનો ગુનેગાર હોય, દ્રોહી હોય, એનો પક્ષ લઇ એને છોડાવવો એ વકીલાતની સફળતા કહેવાય, તો તમારા રાષ્ટ્રનું શું? આને ધર્મ સંકટ કહેવાય અને એવા સંજોગોમાં આ ત્રણેય વફદારીઓને મેળવવી જોઈએ. @19.56min. ઓળખીતા એક વકીલનું ઉદાહરણ સાંભળો. બ્રાહ્મણની છોકરીના ડીવોર્સ કરાવ્યા પછી ઘણો પસ્તાવો થયો, કારણકે કન્યા પાછા લગ્ન કરી શકે નહિ. સાંભળો, આ વકીલે પછી શું કર્યું? 'એકજ દે ચિનગારી" એક ચિનગારી પ્રગટી. @27.39min. એક શેઠને ત્યાંનો અનુભવ. શું જીવનને હળવું બનાવી શકાય છે? ઇન્કમટેક્ષના એક વકીલની વાત સાંભળો. એ હંમેશા કહે છે "ટેક્ષ ભરો અને ઘસઘસાટ ઊંઘો" આપણને ગરીબી હઠાવોનો એક મોટો રોગ લાગુ પડ્યો છે તે વિશે સાંભળો. કોણ એવો માણસ હોય કે લાખની કમાણી પર 96000 ટેક્ષ ભરે? ચાણક્ય લખે છે કે ફૂલ ઉપરથી ભમરો રજ લે એવો ટેક્ષ હોવો જોઈએ, જેથી ફૂલ કરમાય નહિ, નુકશાન થાય નહિ અને ભમરાને પૂરેપૂરું મધ મળે. વિત્તમંત્રી(દિવાન) એવો હોવો જોઈએ કે રાષ્ટ્રનું પણ ભલું થાય અને લોકોનું પણ ભલું થાય.@35.35min. અંગ્રેજોના સમયમાં જમનાદાસ બજાજ, ગાંધીજીને પોતાને ત્યાં ઉતારો આપે, ગાંધીજીને મદદ કરે, છતાં અંગ્રેજોએ કદી જમનાદાસને ત્યાં દરોડો ન પાડ્યો. હોંગકોંગમાં વધારેમાં વધારે 18% ટેક્ષ છે. તમારું જે આ એસોસીએસન છે, આજે 25 વર્ષ ઉજવી રહ્યું છે, તો મારે તો એટલીજ વાત કરવાની છે કે તમે બધા અભિજાત વર્ગમાંથી આવી રહ્યા છો. શાંતિના કાળમાં બે પૈસા કમાતા હોય છે, પણ જયારે આપત્તિના કાળમાં વકીલોજ સૌથી આગળ થઇ અને લોકોને માર્ગદર્શન કરતા હોય છે, એમના વિના ચાલી શકતું નથી હોતું, ત્યારે આપની આ બે-ધારી તલવાર જેવી જવાબદારી છે. એક તરફ અસીલો તરફની વફાદારી છે તો બીજી રાષ્ટ્ર તરફની વફાદારી છે, એવા સંજોગોમાં જે અસીલ રાષ્ટ્રદ્રોહી કે સમાજદ્રોહી હોય એનો કેસ ન લેવો. સૌથી મોટામાં મોટી શાંતિ એ છે કે તમારા ધંધાથી તમને આત્મગ્લાનિ ન થાય. @41.35min. આવા માણસો કદાચ આલીશાન બંગલો ન બાંધી શકે, પણ આલીશાન બંગલા કરતા વધારે સારી ઊંઘ એમને આવશે. ઉપનિષદ એવું કહે છે કે એને ત્યાં જે સંતાન થાય તે આદર્શ સંતાન હશે. એટલે સજ્જનો મને પોતાને નવાઈ એ થઇ કે હું સાધુ મને કોઈ ગતાગમ નહિ, કંઈ આવડે નહિ અને મને તમારી સભામાં બોલાવી લાવ્યા. તમે એક સમર્થ વર્ગ છો તો તમારી વાક શક્તિનો ઉપયોગ અસીલોના, માનવતાના, રાષ્ટ્રના, લોકોના લાભમાં થાય અને જેમ મારા ઓળખીતા વકીલ સલાહ આપે છે કે 'ટેક્ષ ભરો અને ઘસઘસાટ ઊંઘો" જો સૂત્ર તમને પસંદ પડે તો તમે પણ તમારા અસીલોને કહેજો કે ટેક્ષ ભરો અને ઘસઘસાટ ઊંઘો, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @44.29min. ભજન - એકજ દે ચિનગારી - શ્રી આશિત દેસાઈ.