Curiosity Explores Mars On August 6, the largest rover yet—the size of a car rather than a golf cart—will land on the Red Planet. Curiosity is carrying new equipment that will drill into rocks, analyze their chemistry, and look for compounds that support life. Wikimedia Commons
The
Mars rover Curiosity is back in action after solar radiation interrupted its mission a few weeks ago. It even swallowed some more dirt last weekend and is performing new analysis on it,
according to NASA.
A
computer glitch prompted engineers to switch the rover to its B-side computer on Feb. 28. Curiosity has a backup computer for just such events, but it’s been operating on its A-side computer for most of its mission. It used the B-side during part of its journey from Earth to Mars. Now the A-side is officially the benchwarmer. There’s actually a benefit to this switchover, though--Curiosity can check out the eight cameras that are hard-linked to that computer.
The rover has 17 cameras, and 12 of them are for engineering and planning. The 3-D Hazcams and navigation cams have two stereo pairs of cameras, with one pair linked to each computer. So now NASA can make sure the B-side cameras work, and they checked out OK.
All this is just in time for an
upcoming blackout between Earth and Mars. The sun is going to be in between the two planets for much of April, so the rover team is putting communications on hiatus just to be cautious.
In some ways, Curiosity has already fulfilled its goals. It is in the beginning of a two-year (on Earth) mission to find out whether Gale Crater could ever have been home to life--and earlier this month, the rover's science teams on Earth said the
answer was yes. But countless more discoveries are still to come.
માણસની તંદુરસ્તી કે માંદગીનું ઘર ગણો તો ઘર ને કારણ ગણો તો તે એનું પેટ છે. સવારથી લઈને રાત સુધી માણસ તેમાં વાનગીઓ પધરાવતો રહે છે. પેટમાં પડેલો આ મસાલો એના સમગ્ર જીવનનું ચાલકબળ બની રહે છે.
પેટ કરાવે વેઠ એવું કહેવાય છે તે પણ પેટ ભરવા માટે જ જાણે હોય તેમ તેને ભર્યા કરવાનો રસ જીવનનો મહત્ત્વનો રસ બની રહે છે. ‘મોટું પેટ’ કે ‘સમદર પેટો’ જેવા શબ્દો માણસની ઉદારતા માટે પ્રયોજાતા રહ્યા છે. ગણપતિબાપાનું પેટ તેનું પ્રતીક ગણાય છે.
પેટનો અર્થ સંતાન પણ થાય છે. દીકરા–દીકરીને માતા વહાલમાં ‘મારા પેટ !’ કહીને સંબોધે છે ત્યારે પેટ માટેનું વહાલ છલકતું અનુભવાય છે….જોકે પેટ અને સંતાનનો સીધો સંબંધ માતા સાથે જ હોય તે સહજ છે પણ તે છતાં ‘જેને કોઈ નૉ પહોંચે તેને પેટ પહોંચે’ કહેવતમાં માબાપ બન્નેના પેટને સંતાન સાથે જોડવામાં આવે છે.
‘પેટનો બળ્યો ગામ બાળે’ની કહેવતમાં કે ‘પેટની બળતરા’ જેવા શબ્દપ્રયોગમાં પેટ મનની દાઝરુપે વર્ણવાય છે. ‘પેટ ઠારવા’ની વાત તેની વિરુદ્ધમાં માણસને સંતોષવાની વાત બની રહે છે. કોઈની અંતરડી કકળાવવામાં કે ઠારવામાં પણ એ જ વાત કહેવાતી હોય છે.
તો ‘પેટ પર પાટું મારવા’ની વાત માણસની આજીવીકા સાથે જોડાઈ છે. આ શબ્દપ્રયોગમાં નકારાત્મકતા છે પણ તેનો હકારાત્મક શબ્દપ્રયોગ જણાતો નથી. ‘પેટીયું રળવું’ શબ્દપ્રયોગ જોકે હકારાત્મક બનીને આજીવીકા સાથે બંધબેસતો છે ખરો. ‘પાપી પેટને માટે’ પ્રયોગને પણ સીધો આજીવીકા સાથે બેસવાઉઠવાનો સંબંધ છે.
કહેવતોમાંથી બહાર નીકળીએ તો આરોગ્યશાસ્ત્ર મોટા ને વિશાળ પેટને બહુ વગોવે છે. કમરને ‘પતલી’ શબ્દ સાથે રાખીને પેટના ઘેરાવા સામે ચેતવવામાં આવે છે. પતલી કમર કાવ્યનો વીષય બની રહે તેટલી હદે પેટના ઘેરાવાના નીયંત્રણ પર ભાર મુકવામાં આવે છે. જ્યોતીન્દ્ર દવે “તમને જોઈને મોહવશ થઈ છું પાતળિયા !” પંક્તી ટાંકીને લખે છે કે, “તમને જોઈને જોરવશ થઈ છું જાડલિયા” એવું કોઈ નમણી નાર કહેવાની નહીં. ‘પાતળી પરમાર’ કે ‘પાતળીયો પુરુષ’ કાવ્યનાં નાયિકા–નાયક બની શકે છે પણ જાડોપાડો જણ કાવ્યનાયક બને તે વાતમાં શું માલ છે !
દાયકાઓ પહેલાં કુમાર જેવા કોઈ સામયિકમાં એક રમુજ વાંચેલી જેમાં એક ‘જાડા જણને જોઈ’ને એક દુબળો માણસ કહે છે કે હું જો તારા જેવો જાડો થાઉં તો આપઘાત કરું ! ત્યારે પેલો જાડલીયો કહે છે કે, મને જો આપઘાત કરવાની ઈચ્છા થશે તો દોરડી તરીકે તારો ઉપયોગ કરીશ ! અંધેરી નગરીનો ગંડુ રાજા પણ શુળીનું જાડું ફળ જોઈને દુબળા મુલ્લાને માફી આપીને કહે છે, “શોધી ચડાવો શુળીએ, જાડા નરને જોઈ !” જોતીન્દ્ર દવેને વાવાઝોડાંની બીક એટલે જ નહોતી કે તેમના દુબળા શરીરની બાજુમાંથી પવન પસાર થઈ જશે !
આરોગ્યશાસ્ત્ર કહે છે કે પાતળો માણસ વધુ જીવે છે. પણ તેને અંગે કોઈ જાણકારી બતાવવાની હીંમત નથી. પાણીથી પાતળું કંઈ હોતું નથી છતાં સારા સ્વભાવના માણસને પાણીથીય પાતળો કહીને તેની પારદર્શીતા સમજાવાય છે. પણ પાતળા–જાડાપણાને સીધો સંબંધ તો પેટના ઘેરાવા સાથે જ વધુ હોય છે. પેટ બહાર ન દેખાતું હોય તેવો માણસ ગમે તેટલો તગડો હોય તોય વગોવાતો નથી. પણ પેટ બહાર દેખાયું નથી કે તેની ગણના જાડીયામાં થઈ નથી.
પેટના ઘેરાવાને સીધો સંબંધ ખાવા સાથે હશે જ. ખાઉધરો શબ્દ ખા–ઉદરો જ હશે. દુનીયાની બધી ખાવા (ને ક્યારેક તો ન ખાવા)લાયક ચીજોનો સમાવેશ પેટમાં કરી શકાય છે. (પછી તેને ‘પાપી પેટ’ ન કહેવાય તો શું કહેવાય ?) મહીલાઓના શરીરના માપ માટે ત્રણ આંકડા એક સાથે ગણાવાય છે પણ પુરુષને તો ગણાવવાની જરુર હોય તો (અને તો જ) ફક્ત એક જ આંકડો – એના પેટના ઘેરાવાનો – ગણાવવા લાયક છે. દરજી પેન્ટનું માપ લેતી વખતે સૌથી વધુ સમય તેમાં જ લેતો હોય છે. એટલું જ નહીં પણ માપ લેતાં લેતાં ઘરાકને કેટલાક સવાલોય પુછતો રહે છે. મેં તો દરજીને માપ લેતી વખતે જમવામાં ભાત લેવા અંગે પુછપરછ કરતો સાંભળ્યો છે. થાય કે દરજીના વ્યવસાયને પણ આરોગ્યશાસ્ત્રનું જ્ઞાન કેટલુંક કામમાં આવતું હોય છે.
“શેઠ મોટા પેટ” આ શબ્દપ્રયોગ નાના હતા ત્યારે અવારનવાર સાંભળેલો. ત્યારથી શેઠના વ્યક્તીત્વનું અનીવાર્યપણે વીશાળ પેટ સાથેનું જોડાણ મનમાં રહી ગયું હતું. પણ સમજણા થયા પછી રાજકારણના જણે શેઠના સ્થાનની બદલી કરી નાખી હતી ! હવે પેટનો ઘેરાવો ચુંટણીનાં પરીણામો પછીનાં પરીણામોને આધારે રહે છે. સ્વીસ બેંકમાં પૈસા જમા થતાં પહેલાંનો પેટનો ઘેરાવો કેટલીક માહીતી આપી દેનારો બની રહે તો રહેય ખરો !
ક્યાંક એક કાર્ટુન જોયેલું જેમાં એક શેઠશો માણસ પોતાનાં ચંપલનું માપ આપવામાં તકલીફ અનુભવે છે. એને પોતાના પગનું માપ ખબર નથી….ક્યારેય જોયા હોય તો જાણે ને ! ભુલથી જુતાંના ખોખામાં પગ નાખીને કહે છે, બસ બરાબર છે !
પેટના વીસ્તારને માણસની પ્રવૃત્તીઓના વીસ્તાર સાથે જોડી દઈએ તો પ્રવૃત્તીઓનો મોહ માણસને ભયંકર રજોગુણી બનાવી દે છે. સંસ્થાઓ સ્થાપી સ્થાપીને કેટલાક માણસો સેવા શબ્દને વગોવી મારે છે. નર્યા રજોગુણથી જ ખરડાયેલી પ્રવૃત્તીઓ પોતાનાંઓ માટેની ફરજ ચુકી જાય છે ત્યારે આ પેટનો ઘેરાવો યાદ આવી જાય તે સહજ છે. પોતાનાં ચંપલ પણ જોઈ ન શકાય તેટલી હદે વીસ્તરતો રજોગુણ પોતીકાંઓને અન્યાય કરી બેસે ત્યારે તે પેટપીડા બની રહે છે ને આજે લખાયા તેવા હાસ્યલેખનું શીર્ષક પણ ગંભીર બની બેસે છે !!