પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
એક સમય એવો હતો કે જ્યારે ભારત અને જર્મની વચ્ચે ભારતીય વિદ્યાનું આદાનપ્રદાન થતું હતું. જર્મનીના દિગ્ગજ વિદ્વાનો હિંદુ અને જૈન ધર્મના પ્રાચીન ગ્રંથોનો ઉંડો અભ્યાસ કરતા, વ્યાપક સંશોધન કરતા ભારતના ભ્રમણે આવતા અને પોતાના અભ્યાસગ્રંથો પ્રગટ કરતા.
વિદ્યા અને સંશોધનનો ભારત અને જર્મની વચ્ચેનો સેતુ આજે લગભગ વિલુપ્ત થઈ ગયો છે, ત્યારે એ વાતનું સ્મરણ થાય છે કે ભારતને એના મહાન પ્રાચીન ગ્રંથોનો પહેલો પરિચય કરાવનાર યુરોપીય વિદ્વાનો હતા. જર્મની એ સંસ્કૃત સાહિત્ય અને જૈન ધર્મગ્રંથોના અભ્યાસનું મહાન કેન્દ્ર હતું.
આજથી વર્ષો પહેલાં જર્મનીના બર્લિન શહેરમાં 'હિંદુસ્તાન હાઉસ' ધમધમતું હતું. અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાંથી બે વર્ષ માટે મહાત્મા ગાંધીજીની સંમતિ મેળવીને જર્મની ગયૈલા મુનિ જિનવિજયજીએ તેની સ્થાપના કરી હતી. જર્મનીના ભારતીય વિદ્યાના સમર્થ વિદ્વાન અને સંશોધક શુબ્રિંગ ઇ. ૧૯૨૫માં ભારત આવ્યા હતા. વોલ્ટર શુબ્રિંગે (૧૮૮૧- ૧૯૬૯) જૈન વિદ્યા અને પ્રાકૃત ગ્રંથોના ક્ષેત્રે અવિસ્મરણીય ઐતિહાસિક પ્રદાન કર્યું, જૈન ધર્મના પ્રાચીન ગ્રંથોની સંશોધકોને પહેલી ઓળખ આપનારા આ વિદ્યાપુરુષ હતા. 'કલ્પસૂત્ર' પર જર્મન ભાષામાં મહાનિબંધ લખનાર અને જૈન હસ્તપ્રતો વિશે વિવરણાત્મક કેટલોગ તૈયાર કરનાર શુબ્રિંગ હેમ્બર્ગ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાના અધ્યાપક હતા.
એ સમયે ડૉ. વોલ્ટર શુબ્રિંગ ગૂજરાત વિદ્યાપીઠના 'ગુજરાત પુરાતત્ત્વ મંદિર'ની મુલાકાતે આવ્યા. અહીં એમની મુલાકાત પં. સુખલાલજી અને પં. બેચરદાસજી સાથે થઈ. આ બંને મહાપંડિતો સિદ્ધસેન દિવાકરના ન્યાયગ્રંથ 'સન્મતિદર્શક' અને તે ઉપર અભયદેવસૂરીની વિરાટ ટીકા 'વાદમહાર્ણવ'નું સંપાદન કરતા હતા. સંપાદનની આ કાર્યપદ્ધતિ જોઈ જર્મન વિદ્વાન અત્યંત પ્રભાવિત થયા અને એમણે જર્મનીથી પોતાના કેટલાક શિષ્યોને આ પ્રકારની તાલીમ આપવા માટે અમદાવાદ મોકલવાની ઇચ્છા પ્રગટ કરી.
આ સમયે ડો. શુબ્રિંગ મુનિ જિનવિજયજીના અતિથિ તરીકે રહ્યા હતા અને એમણે મુનિજીને જર્મનીની મુલાકાત લેવાનું નિમંત્રણ આપ્યું હતું. મુનિશ્રી જિનવિજયજી ભારતીય વિદ્યાના ઇતિહાસ, પુરાતત્ત્વ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળા, જુદી જુદી પ્રાચીન- અર્વાચીન અનેક ભાષાઓ, લિપિશાસ્ત્ર વગેરેના વિષયના નિષ્ણાત અને અધિકૃત વિદ્વાન હતા એ જ રીતે જૈન વિદ્યાના અનેક વિષયોના પ્રખર જ્ઞાાતા હતા. તેઓ ૧૯૨૮માં જર્મની જવા માટે નીકળ્યા. સ્વયં મહાત્મા ગાંધીજીએ પોતાના યુરોપના મિત્રો પર પરિચયાત્મક પત્રો લખીને મુનિજીને આપ્યા હતા. મુનિજીની ઇચ્છા પણ જર્મનીના વિદ્વાનોને મળવાની અને ત્યાંની સંસ્થાઓનું અવલોકન કરવાની હતી.
ઇંગ્લેન્ડ, બૅલ્જિયમ થઈને તેઓ જર્મનીના હેમ્બુર્ગ શહેરમાં પહોંચ્યા. આ હેમ્બુર્ગ શહેરમાં પ્રો. વોલ્ટર શુબ્રિંગ સાથે રહીને મુનિજીએ લેખન- વાંચનનું કેટલુંક કામ કર્યું. મજાની વાત તો એ બની કે મુનિ જિનવિજયજીએ સંપાદિત કરેલો 'કુમારપાળ પ્રતિબોધ' નામનો ગ્રંથ પ્રો. વોલ્ટર શુબ્રિંગ એમના વિદ્યાર્થીઓને ભણાવતા હતા. તેઓએ આ વર્ગમાં પધારવાનું મુનિ જિનવિજયજીને ખાસ નિમંત્રણ આપ્યું અને પછી તો ક્યારેક એમણે સંપાદિત કરેલ ગ્રંથ એમને જ સમજાવવાનું કહેતા, ત્યારે જિનવિજયજી થોડું અંગ્રેજી, ભાંગ્યુતૂટયું જર્મન અને સંસ્કૃત ભાષા વડે સમજાવતા હતા. મુનિજીએ જોયું કે શુબ્રિંગ પોતાના વિદ્યાર્થીઓને ખાસ ચા- પાણી માટે નિમંત્રણ આપતા અને એ સમયે પણ મુનિ જિનવિયજયજી સાથે અનેક પ્રકારની ચર્ચા કરવામાં આવતી.
મુનિ જિનવિજયજીની અસાધારણ પ્રતિભા દર્શાવતી એક ઘટના જોઈએ. એકવાર જર્મન વિદ્વાન શુબ્રિંગે મુનિજીને એમના પૂર્વજો અને પૂર્વજીવન વિશે પૃચ્છા કરી એટલું જ નહીં, પણ એ વાતને સરળ પદ્યાત્મક સંસ્કૃતમાં લિપિબદ્ધ કરવાની વિનંતી કરી.
મુનિ જિનવિજયજીએ રાત્રે પોતાના ઓરડામાં બેસીને ૧૧ અનુષ્ટુપ શ્લોકોમાં પોતાની જન્મભૂમિ, વંશ, માતા-પિતા અને આદ્યગુરુ દેવીહંસજી વિશેના શ્લોક લખી આપ્યા.
બીજે દિવસે આ શ્લોકો મુનિ જિનવિજયજીએ પ્રો. વોલ્ટર શુબ્રિંગને બતાવ્યા ત્યારે શુબ્રિંગે એના પર મુનિજીના હસ્તાક્ષર લીધા અને કાચમાં મઢાવીને પોતાના દીવાનખાનામાં રાખ્યા.
હેમ્બુર્ગ પછી મુનિ જિનવિજયજી બર્લિન ગયા. અહીં ૧૯૨૯ની ૨૩મી ઓગસ્ટે બર્લિનમાં 'હિન્દુસ્તાન હાઉસ'ની સ્થાપના કરી. બર્લિનમાં આ સમયે હિંદીઓ માટે આવું કોઈ સ્થાન નહોતું. એમણે જોયું કે અહીં વસતા હિંદીઓ એકબીજાને પ્રેમપૂર્વક પોતાને ઘેર બોલાવતા હતા, પરંતુ સ્થાન એવું નહોતું કે મોટી સંખ્યામાં સહુ કોઈને બોલાવીને એમનો અતિથિસત્કાર કરી શકાય. એ સમયે બર્લિનમાં જુદા જુદા દેશોની વાનગી અને પીણાં આપતા રેસ્તોરાં અને કાફે-હાઉસ હતાં, પરંતુ હિન્દુસ્તાનનું સ્મરણ કરાવે એવું કોઈ સ્થળ નહોતું.
એ ગાળામાં જર્મનીમાં 'હિંદુસ્તાન એસોસીએશન' નામની એક સંસ્થા સ્થપાઈ હતી. અભ્યાસ, વેપાર કે સહેલગાહે ઘણા ભારતીયો જર્મની આવતા હતા 'હિંદુસ્તાન એસોસીએશન' જર્મનીમાં વસતા હિંદીઓના હિતની ખેવના કરતું હતું, પણ આ 'હિંદુસ્તાન એસોસિએશન' પાસે પોતાની કોઈ જગા નહોતી. મુનિ જિનવિજયજીએ જોયું કે અહીં આવતા હિંદીઓને માટે કોઈ ભવન નથી, આથી એમણે 'હિંદુસ્તાન હાઉસ' કરવાનું નક્કી કર્યું. એના ઉદ્ઘાટન સમારોહમાં મુનિ જિનવિજયજીએ ભારતવાસીઓને ઉદ્દેશીને કહ્યું, 'આ 'હાઉસ'ને પોતાનું જ 'હાઉસ' સમજી વિના સંકોચે અહીં આવજો, ખાજો, પીજો, સભા ભરજો. આ સ્થાનને હિંદીઓ માટે એક સાચું 'હિન્દુસ્તાન હાઉસ' બનાવજો.'
'હિંદુસ્તાન હાઉસ' સ્થપાયા પછી લંડન, પેરિસ, વિયેના, રોમ, બ્રસેલ્સ અને ભારતના શહેરોમાંથી આવતા ઘણા હિંદુસ્તાનીઓ અહીં એકઠા થવા લાગ્યાં આ સ્થાનમાં બેસીને મુનિ જિનવિજયજીએ એ સમયે ભારતીય સંસ્કૃતિનો ખૂબ પ્રચાર કર્યો. જિજ્ઞાાસુ જર્મન લોકો એમને મળવા આવતા. તેઓ ભારત વિશે અનેક પ્રશ્નો પૂછતાં. મુનિ જિનવિજયજી એમની સાથે કલાકો સુધી રસપ્રદ વાર્તાલાપ કરતા. ભારતની સેવા કરવાની ધૂનમાં તેઓ બધું ભૂલી જતાં. ક્યારેક તો રાતના અગિયાર વાગી જાય, છતાં મુનિ જિનવિજયજી જિજ્ઞાાસુઓના પ્રશ્નોના ઉત્તરો આપતા હોય. આવા સમયે ભોજન પણ ભુલાઈ જતું !
મુનિ જિનવિજયજી એક વર્ષ સુધી બર્લિનમાં રહ્યા. અહીં રહીને ભારત સંબંધી સાંસ્કૃતિક અને રાજનૈતિક પ્રવૃત્તિઓને સંગઠિત કરાવવાનો પ્રયત્ન કર્યો. પ્રો. લુડર્સ નામના જર્મન વિદ્વાનના સંપર્કમાં આવ્યા અને 'ઇન્ડો-જર્મન સેન્ટર'નામે એક સાંસ્કૃતિક સંસ્થાની એમણે સ્થાપના કરી.
આજે જર્મનીની ઝાંખી પડતી ભારતીય વિદ્યાના અભ્યાસ- સંશોધનની પરિસ્થિતિ જોતાં પુનઃ મુનિ જિનવિજયજીનું સ્મરણ થાય છે. હવે આવી કોઈ વિરલ વ્યક્તિ આવીને એ ફરી તૂટેલો તંતુ સાંધશે ખરી ?
ક્ષણનો સાક્ષાત્કાર....
બાળપણમાં વર્ગમાં 'ચૂપ રહો' કે 'શાંતિ રાખો' એવો શિક્ષકનો કડક અવાજ સાંભળવા મળે. ઉદ્ઘોષક સભાજનોને 'બોલતા બંધ થાઓ, શાંતિ જાળવો' એમ કહેતા હોય. ધર્મસ્થાનમાં સદંતર મૌન ધારણ કરવું પડતું હોય. આમ 'શાંતિ રાખો' (સાયલન્સ પ્લીઝ) શબ્દ વ્યક્તિ જીવનભર સાંભળતો હોય છે. કિંતુ પ્રત્યેકને માટે 'શાંતિ'નો અર્થ જુદો જુદો હોય છે. જીવનની વ્યવહારુ મુંઝવણોથી અકળાયેલો માણસ શાંતિ શોધવાની વાત કરે છે, તો અધ્યાત્મિક જગતની ગહેરાઈમાં જનાર પણ શાંતિની ખોજની વાતો કરે છે. કેટલાક હવા ખાવાના સ્થળે જઈને શાંતિ મેળવવાની કોશિષ કરે છે, તો કેટલાક કુદરતના ખોળે બેસીને શાંતિને પામવાની કોશિષ કરે છે.
પણ આ શાંતિ વસે છે ક્યાં ? એ વસે છે માનવીની ભીતરમાં. જેમ ભૌતિક શરીર માટે શ્વાસ અનિવાર્ય છે, એ જ રીતે આધ્યાત્મિક શરીર માટે શાંતિ અનિવાર્ય છે. કારણ એટલું જ છે કે સાચી શાંતિ હશે તો જ વ્યક્તિ બહારની પરિસ્થિતિથી અકળાયેલો કે મુંઝાયેલો નહીં રહે. જીવનના કુરુક્ષેત્રમાં શત્રુઓની વચ્ચે એ સ્વસ્થતા જાળવી શકશે. જો આંતરિક શાંતિ નહીં હોય તો વ્યક્તિને માટે જીવન એ કઠપૂતળીનો ખેલ બનશે. સંજોગો એને નચાવે એટલે એ નાચવા લાગશે. પ્રતિકૂળતાઓ એને પછાડે એટલે એ જોરથી નીચે પછડાશે અને નકારાત્મકતા એને ફાંસીએ લટકાવે તો એ એના જીવનને ફાંસીએ લટકાવતો રહેશે.

મનઝરૃખો
ફ્રાન્સના પ્રસિદ્ધ સંગીતકાર ગાલ્ફર્ડ પાસે સંગીતની તાલીમ લેતી વુડલનાલ્ડ નામની છોકરીએ આંસુભરી આંખો સાથે પોતાના ગુરુને કહ્યું, 'સંગીતના ક્ષેત્રમાં અથાગ મહેનત કરી નામના મેળવવાની મારી ઇચ્છા છે, પણ સૌથી મોટી મુસીબત એ છે કે મારો ચહેરો અત્યંત કદરૃપો છે. આથી લોકો સમક્ષ મંચ પર જવાના વિચારથી જ ગભરાઈ જાઉં છું. મનમાં સતત દહેશત રહે છે કે મારો કદરૃપો ચહેરો જોઈને લોકો મને જોવાનું જ નાપસંદ કરશે, તો પછી મારું ગાયન સાંભળવાની વાત તો ક્યાં રહી ?'
વળી વુડલનાલ્ડ પોતાના ઘરમાં પરિવારજનો સમક્ષ સહજતાથી ગાતી હતી, પણ હવે મંચ પર ગાવા માટે કરવું શું ? સંગીતકાર ગાલ્ફર્ડે એની વાત સાંભળીને કહ્યું, 'સંગીતને પોતીકું સૌંદર્ય હોય છે. જે સંગીતશોખીનો સંગીત માણવા આવે છે, તે ક્યારેય ગાયક કે ગાયિકાના રૃપની ફિકર કરતો નથી, આથી તારે એ વાત ભૂલી જવી કે તને કદરૃપા લાગતા તારા ચહેરાને કારણે કોઈ તારું સુંદર સંગીત સાંભળશે નહીં.'
વુડલનાલ્ડ પોતાના ગુરની વાત સાંભળતી રહી. ગાલ્ફાર્ડે કહ્યું, 'આમ છતાં હું તને એક ઉપાય બતાવું. રોજ એક મોટા અરિસાની સામે ઊભા રહીને તેની સામે ગીત ગાજે આને પરિણામે તારી ગભરામણ દૂર થશે અને તને સમજાશે કે સંગીતની મધુરતા અને ગાયકના રૃપ વચ્ચે કોઈ અવિનાભાવિ સંબંધ નથી.'
વુડલનાલ્ડે ગુરુની સલાહ પ્રમાણે અરિસા સામે રહીને ગાવાનું શરુ કર્યું અને એ ગીતમાં એટલી ડૂબી જતી કે એના ચહેરા સામે જોવાનું પણ ભૂલી જતી. પરિણામે થોડા જ સમયમાં એનામાં હિંમત અને ઉત્સાહ જાગ્યા અને મંચ પર જઈને સહેજે ગભરામણ વિના મુક્ત મને ગાવા લાગી. પૂરા આત્મવિશ્વાસ સાથે સંગીતના ક્ષેત્રમાં પ્રગતિ કરનારી વુડલનાલ્ડ સમય જતાં ફ્રાન્સની પ્રખ્યાત ગાયિકા બની.

-Gujarat Samachar