20130401

ગુનેગાર કોણ ?


લેખક શ્રી ઉત્પલ બી. વ્યાસ [એક કોયડો ]
સુચના :- મિત્રો આ એક સત્ય ઘટના છે . જેમાં દરેક પત્રો ના નામ અને ઓળખ બદલેલી છે .તેમજ મેં આ ઘટનાને બંને તેટલા તેના શબ્દો માં લખવા ની કોશિશ કરેલ છે . મિત્રો આમાં વિષય ની વાસ્તવિકતા જાળવી રાખવા માટે કેટલાક શબ્દો લખેલા છે . તેબદલ હું આપ સર્વે ની માફી માગું છું .
પરંતુ સાથે સાથે એક મારી નમ્ર વીનંતી છે કે આ બાબત નો શક્ય બંને તેટલો પ્રચાર કારી હકારાત્મક રીતે આ વિષય ને ચર્ચા માં લાવજો .તેમજ કેટલાક સમાજ ના મહત્વ ના લોકો સુધી આ વાત પહોંચાડજો . આભાર .
મિત્રો આ ઘટના એક સત્ય ઘટના છે. આ પ્રકાર નો કેસ મારી પાસે 2013 ના માર્ચ મહિના માં આવી ગયો .અહી આ કેસ ની વિગતો મારે અન્યો ની સામે મુકવા નો ઉદ્દેશ્ય એજ છે કે ,જો આપણે બીજા લોકો નો વાંક કાઢીએ છીએ તેના કરતા પ્રથમ તો આપડે જાતે સુધારવું પડે તે જરૂરી છે. બાળકો માત્ર બહાર થી જ નહી પણ પોતાના માબાપ દ્વારા પણ ઘણું સિખાતા હોય છે .
એક દિવસે બપોર નો સમય હતો.હું જરા ભોજન કરી ને થોડીવાર માટે સોફા પર આડો પડેલો.તેમ કરતા મારી આંખ લાગી ગઈ લગભગ અડધો કલાક થયો હશે ત્યાતો કોઈક નાના હાથ મને ઉઠાડવા લાગ્યા .
“ઉત્પલ અંકલ ઉઠોને .”
એક નાનકડો કોમળ અવાજ મારા કાન પર અથડાયો .અને એકદમ જ મારી આંખ ખુલી ગઈ . મારી સામે એક નાની છોકરી ઉભી હતી .જાણે એક ઢીંગલી જ કેમ ના હોય . તેણે તેની શાળા નો યુનિફોર્મ પહેરેલું .સાથે તેના ખભા પર એક નાનકડું દફતર હતું .જોડે એક નાની વોટરબેગ હતી .
મેં આ છોકરી ને પહેલીવાર જોઈ હતી.
મેં કહ્યું તું કોણ છે. “તું કોણ છે ? કોની બેબી છે ?”
મારા મગજ માં કઈ યાદ ના આવ્યું .
તે બેબી મને કહે છે. “ હું અજય  અંકલ અને રિદ્ધિ આંટી ની બાજુ માં રાહુ છું.મારા પપ્પા નું નામ મનોજ અને મમ્મિ નું નામ અમીષા છે.મારું નામ શીતલ છે પણ બધા મને સ્વીટુ કહે છે.મારા મોટા ભાઈ નું નામ યશ છે.”
મારા સ્મરણ માં આવ્યું કે અજયભાઈ મારા મિત્ર તેમજ અમારા ઈજનેરી કોલેજ માં અમારા સીનીયર હતા . તેમજ તેમણે મને મારા અભ્યાસ દરમિયાન ઘણીબધી વસ્તુઓ શીખવી હતી .તેમના પત્ની રિદ્ધિભાભી મને નાના ભાઈ તરીકે માનતા . મારા મકાન થી તેમનું મારા મકાન થી  15 Km દુર હતું .
મેં તેને પૂછ્યું “તું કોની સાથે આવી ?”
“ હું તો એકલી જ આવી છું.”
“આટલે દુરથી તું એકલી જ આવી ? મમ્મિ પપ્પા ક્યાં છે ? તું શામાં આવી ?”
“ અંકલ હું તો મારી સાઈકલ લઈને આવી છું.”
“બકા તું કેટલા ધોરણ માં ભણે છે?”
“હું પાચમા ધોરણ માં ભણું છું.”
મેં તે છોકરી ને પાણી આપ્યું અને નાસ્તો આપ્યો . પછી તે છોકરી ને પૂછ્યું “તું અહી કેમ આવી ?”
“અંકલ તમે આવી ખાના વાળી ચોપડી જુઓ છોને ?”
“કઈ ?”
ત્યાર બાદ તે છોકરીએ મને જન્માક્ષર ની ચોપડી બતાવી .
“આ શું છે તેની તને ખબર છે ?”
“અંકલ તમે આવી ચોપડી તે દિવસે તમે અજય અંકલ ના ઘરે તેમના નાના દીદી ના લગ્ન વખતે જોવા આવ્યાં તાને ?ત્યારે તમે તેમને જેમ કહ્યું હતું તેમ તેમને સરસ હેન્ડસમ હ્રીતિક રોશન જેવા હસબંડ મળ્યા .”
“મને પણ મારી આવી ચોપડી જોઈ ને કહો ને કે મને કેવા હસબંડ મળશે .?”
હવેતો હું આ બેબીને શું જવાબ આપું , કરણ કે મને તો એકસાથે ઘણા વિચારો મારા માન માં એકસાથે આવી ગયા.આ છોકરી ને મારું ઘર કોણે બતાવ્યું ?આતો હજી બાળકી છે તેને લગ્ન નું ભૂત ક્યાંથી વળગ્યું ?...............વગેરે .
ત્યાતો એક બહુજ મોટું આશ્ચર્ય થયું . આ બેબીએ પોતાના દફતર માંથી આવા 21 જન્માક્ષર કાઢ્યા. અને મને સવાલ પૂછ્યો .
“અંકલ આ બધા છોકરાઓ અમારા ક્લાસ માં મારી સાથે ભણે છે.આ બધા જન્માક્ષર તેમના છે.મને તેમાંથી એવા દરેક છોકરાઓ અલગ અલગ કરીને આપો કે કોની સાથે હું ફ્રેન્શીપ કરી શકું?,કોની સાથે હું ફરી શકું ?કોની સાથે હું અફેર કારી શકું ?કોની સાથે હું લગ્ન કારી શકું?”
આ સવાલો સાંભળી ને મને બે મીનીટ તો જાણે અઆને હું શું જવાબ આપું ? તેમાં મારું મન કશુજ વિચારી ના શક્યું. પછી મેં નક્કી કર્યું કે અત્યારેજ તેના માબાપ ને બોલાવવા જોઈએ . પછી હું પાચ મીનીટ માટે મારા ઘરના બીજા રૂમ માં જઈ ને મેં અજયભાઈ અને રિદ્ધિભાભી ને ફોન કર્યો સર્વે હકીકત કહી અને તેમના પડોશી ને તાત્કાલિક બોલાવી લીધા ભાઈ ભાભી સાથે છોકરી ના મમ્મિ પપ્પા પણ આવ્યા .બધી સ્વાગત વિધિ પતાવ્યા બાદ સઘળી હકીકત ભાઈભાભીને અને છોકરી ના માબાપ ને કહી . પછી મેં આવો સવાલ તે બેબી ને કર્યો . “બકા આવું અત્યારે ના કરાય . હજી તો આવું બધું કરવા માટે તું ઘણી નાની છે .”       
 બેબી જવાબ આપે છે કે “જો બધાજ આવું કારી શકે તો હું કેમ નહી?”
“કોણ આવું કરે છે?”
“અમારા ઘરમાં બધાજ આવું કરે છે મમ્મિ, પપ્પા અને ભાઈ ”
“શું કરે છે ?”
“મારા પપ્પા મને ટ્યુશન ભણાવવા આવતા મેડમ નીજોડે___ બધુજ કરે છે અને જયારે મમ્મિ ઓફિસ ગઈ હોય ત્યારે પપ્પા અને 11 નં. ના બંગલા માં રહેતા દીપા આંટી બંને ઘણું બધું કરે છે . અમને દીપા આંટી કહે છે કે બેટા તારા મમ્મિ ને કશું કહી નહી હો . હું તને ચોકલેટ આપીશ .”
અહી મેં તરતજ છોકરી ના પિતા મનોજ ભાઈ ને સવાલ કર્યો કે આ બધું શું છે ?તો તેમણે પોતાનું માથું શરમ થી ઝુકાવી દીધું .
“અંકલ અંકલ , મારા મમ્મિ જયારે પપ્પા ઓફીસ જય ત્યારે અમારા ડ્રાયવર અંકલ જોડે .... હોય છે . તેમજ આ સિવાયે જ્યારે પપ્પા ના હોય ત્યારે અમારા ઘરે ત્રણ અંકલ આવે છે. મમ્મિ મને કહે છે કે જો તું પપ્પા ને કહીશ તો હું તને ખુબજ મારીશ .”
આ બધું સંભાળતા સંભાળતા તેની માતા તો બરાબર આંખો કાઢી અને કહ્યું કે “વાંદરી તારા તાટીયાતોડી નાખીશ.”
બેબીએ તો પૂરાણ આગળ ચલાવ્યું . “અંકલ માંરો ભાઈ યશ છેને તેતો 5 ગર્લ ફ્રેન્ડ રાખે છે.આમ બધાજ કરતા હોય તો હું કેમ ના કરું .”
થોડીવાર તો આખા રૂમ માં શાંતિ છવાઈ ગઈ . કોઈ કઈ બોલ્યું નહી .પણ પછી તો છોકરીના પિતા પોતાની નબળાઈ છું પાવવા બોલ્યા “આજકાલ ની શાળાઓ ખુબજ બગડી ગઈ છે .આટઆટલી ફી લે છે તો પણ બાળકો ને ચરિત્ર શીખવી શકાતી નથી . હું તો આ શાળા પર કેસ કારી દઈશ .”
બેબી ની માતા મને કહે છે કે “ મહારાજ એવો કોઈ મંત્ર હોય તો આપોને કે અમારી બેબી સુધી જાય.”
બેબીના પિતા કહે છે . “અરે યાર તમે પણ સમાજો ને રોજ ઘર નું ખાઈ ને મજા નથી આવતી કોઈક દિવસ બહાર નું ખાઈ લઈએ તો ચેન્જ રહે ને ?”
પણ પછી મેં કહ્યું કે “કોઈપણ બાળક ગમે તે શાળા માં જતું હોય પણ સૌ પ્રથમ તો, જવાબદારી તેના માતાપિતા ની છે કે સૌ પ્રથમ તેને સારા સંસ્કાર આપે .આતો હજી બાળક કહેવાય તેને શું ખબર પડવાની છે ,કે દુનિયા શું છે ? ”
મિત્રો હું તમને આબધાનો પરિચય આપું .આ બાળકી ના પિતા એક પ્રાઈવેટ કંપની માં સીનીયર ઈજનેર છે . મહિને 60,000 રૂપિયા કરતા વધારે પગાર છે . તેમના પત્ની એક પ્રાઈવેટ કોલેજ ના લેક્ચરર છે . જે મહીને 40,000 રૂપિયા કમાય છે.આ કુટુંબ એક ઉચ્ચ જ્ઞાતી તરફ થી આવે છે .જેમનો સમાજ માં ખુબજ માન મરતબો છે . તથા આ બેબી તથા તેનો ભાઈ વડોદરા ની એક ઉચ્ચ શાળા માં ભણે છે .      
  મિત્રો હું એક સવાલ બધાને પૂછું છું કે આપણે બધા કઈ તરફ જઈ રહ્યા છે ? શું આપણે આધુનિક થઇગયા એટલે પૂરું થઇ ગયું ?શું બાળકો ની શાળાની ફી ભરી દીધી એટલે આપની જવાબદારી પૂરી?આતો એક કિસ્સો બહાર આવ્યો .
હવે મિત્રો નિર્ણય આપણા હાથમાં છે કે આપણે શું કરવાનું છે ? કઈ તરફ જવાનું છે ?આ ઘટના નો ગુનેગાર કોણ છે તે હવે આપણે શોધવા નું છે . પછી તેની સાથે દોસ્તી કરો કે તેને સજા આપો તે તમારા અને અમારા હાથ માં છે .
લી. ઉત્પલ બી. વ્યાસ [એક કોયડો ]
utpalvyas72@yahoo.com
+91-9638397057