20140526

અશોક દવે, Ashok Dave

”હું ભાગ્યે જ સાહિત્યનું કંઈ પણ વાંચુ છું”
” લખવાના કારણે મારે તો બપોરનાય ઉજાગરા થાય છે.”
“ આ માણસે બુધવારની સવાર વર્ષો પર્યંત પડવા નથી દીધી!…..હાસ્યજ્યોતિથી બપોરિયાં ઊજવે છે….કલમનો ઉપયોગ અંગત રાગદ્વેષ માટે ક્યારેય કરતો નથી”
- રાધેશ્યામ શર્મા
પ્રેરક અવતરણ
” Never Explain. Your friends don’t need it. Your enemies won’t believe it.”
” कुछ करके भी दिखाना पडता है ।”
# રચનાઓ: બુધવારની બપોરે માંથી   -૧- -૨- :  -૩- :   -૪-  :  -૫ -
# તેમનો પોતાનો બ્લોગ ( છેક ૨૦૦૧માં શરૂ  કરેલો )
______________________________________________________
સમ્પર્ક       જે- 7/81, અખબારનગર, નવા વાડજ, અમદાવાદ -  380 013
ઇમેઇલ     ashokdave_52@yahoo.com
જન્મ
  • ૨૯-ફેબ્રુઆરી, ૧૯૫૨; જામનગર
કુટુમ્બ
  • પિતા – ચંદુભાઈ ; માતા – જસુમતીબેન
  • પત્ની – શ્રીમતિ ‘હકી’; પુત્ર – સમ્રાટ ; પુત્રી – ઉત્સવી
અભ્યાસ
  • બી.કોમ
વ્યવસાય
  • નોકરી
જીવનઝરમર
  • હાસ્ય સાહિત્ય કરતાં વધુ શોખ સંગીતનો, વિન્ટેજ ફિલ્મ ગીતો પર આધારીત ‘ફરમાઇશ ક્લબ’નું પણ સંચાલન કરે છે.
  • હાસ્ય સાહિત્ય ખુબ અજમાવ્યું, ‘ ગુજરાત સમાચાર’ ની ‘ બુધવારની બપોરે’ કટારના લેખક
  • રાજકપુરની ફિલ્મ ‘જાગતે રહો’  જોઇ  જીવનમાં કાંઇક કરવાના ઓરતા જાગ્યા
  • તેમનું બહુ જાણીતું પાત્ર ‘ જેન્તી જોખમ ‘
  • આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા
  • લખવા વાંચવા કરતાં ઘેર આવનાર વધુ મહત્ત્વનો
  • અંબાજીમાં પૂરી આસ્થા
  • પ્રથમ કૃતિ – (પાકિસ્તાનના પ્રમુખ ) સ્વ.યાહ્યાખાનને પત્ર , ૧૯૬૯
  • પ્રિય લેખકો: શરદબાબુ, દેવયાની ચોબલ અને મહાત્મા ગાંધી
રચનાઓ
  • બુધવારની બપોરે, જેન્તી જોખમ સાથે કુલ ૧૮ જેટલા પુસ્તકો
સાભાર
  • ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન