” દાસી જીવણ ભીમ પ્રતાપે, મટી ગઇ કુળ જાતકી,
ચિતડાં હર્યાં શામળે વા’લે, ધરણીધરે ધાતકી.
પ્રેમકટારી આરંપાર, નિકસી મેરે નાથકી. “
___
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
બંગલો કોણે રે બનાવ્યો ?
લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં
નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ
# રચના - 1 - : – 2 - : - 3 – : - 4 – : - 5 – :
________________________________________________________________________
નામ
દાસી જીવણ, જીવણદાસ, જીવણજન્મ
સંવત ૧૮૦૬ની દિવાળીના રોજ (ગોંડલ તાલુકાના ઘોધાવદર ગામ ખાતે)અવસાન
સંવત ૧૮૮૧ની દિવાળીના રોજ (ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ ખાતે)કુટુંબ
- પિતા – દાફડા
- માતા – સામબાઇ
- પત્ની – જાલુમા
- પુત્ર – દેશળ
- તેમનો જન્મ મેઘાવળ જ્ઞાતિમાં થયો હતો.
- તેમનું મૂળ ગામ લુણાવાડા પાસે આવેલ ખાનપુર ગામ હતું.
- તેમનું મૂળ નામ જીવણદાસ હતું. પણ સૌરાષ્ટ્રમાં તેમના પદો દાસી જીવણના નામે પ્રસિદ્ધ છે.
- રવિભાણ સંપ્રદાયના સંત પુરુષ; ગુરુ ભીમસાહેબ
- દેખાવે આકર્ષક હતા અને વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા અને પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા
- યૌગિક રહસ્યની અનુભૂતિ, ગુરુમહિમા અને પ્રેમલક્ષણા ભક્તિનાં પદો
- રૂપકાત્મકતા, તલપદા વાણી વલોટો અને હિન્દીની છાંટવાળા પદો એમની વિશેષતા છે.
- તેમણે પોતાના આયુષ્યના ૭૫મે વર્ષે ઘોધાવદર ગામ ખાતે સમાધિ લીધેલી હતી. હાલમાં આ સમાધિસ્થળ પર મંદિર આવેલ છે.
રચનાઓ
- તેમની રચનાઓ પ્યાલો, કટારી, બંગલો, મોરલો, હાટડી, ઝાલરી વગેરે સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે.
સંદર્ભ