- નિરાધાર પણા માં નર્યું પાંગળા પણું પ્રવર્તે છે, જીવનમાં જેને સાચો સમર્થ આધાર પ્રગટે છે ,તે તો જબરદસ્ત ખુમારી અનુભવે છે,એના જીવનમાં ,પ્રસંગમાં પ્રગટતી ટટારી પ્રત્યેક કર્મમાં એને લાગ્યા કરે છે.પોતે એકલો તો કદી છે જ નહિ,એવું નક્કરપણે તેને લાગ્યા કરે છે.હૃદયના તેવા ભાવ માં ક્યાય શોક ,ખેદ,દિલગીરી નથી હોતા,ત્યાં તેવા ભાવ માં નિરાશા ઉગી શક્તીજ નથી,
-જે જીવ પોતાનો વર્તમાનકાળ યોગ્યપણે ઉત્તમપણાંથી સાચવી શકે છે, તેનો ભવિષ્યકાળ પણ સચવાયેલો જ રહે છે.
- પર (પારકાં)ની સેવા પ્રભુની સેવા સમજો. સેવા લેનાર, સેવા દેનાર ઉપર સેવા કરવાની તક આપીને ઉપકાર કરે છે.
- ‘હરિ ૐ’ આશ્રમ વેબ સાઈટ—————————————————–
નામ
- ચુનીલાલ ઠક્કર
- ૪, સપ્ટેમ્બર-૧૮૯૮; સાવલી( જિ. વડોદરા)
- ૨૩, જુલાઈ- ૧૯૭૬; ફાજલપુર( જિ. વડોદરા)
- માતા-સૂરજબા; પિતા- આશારામ
- ૧૯૧૯ - મેટ્રિક
- ૧૯૦૫-૧૯૧૮ – આકરી મજૂરી સાથે તૂટક તૂટક અભ્યાસ
- ૧૯૧૬ – પિતાનું અવસાન
- ૧૯૧૯-૧૯૨૦ - વડોદરા કોલેજમાં જોડાયા પણ અધવચથી અભ્યાસ છોડી દીધો
- ૧૯૨૧- ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ ત્યાંય અભ્યાસ એક જ વર્ષમાં છોડી, હરિજન સેવામાં લાગી ગયા.
- ૧૯૨૨- ફેફરુંના રોગથી કંટાળી ગરૂડેશ્વરની ભેખડ પરથી આત્મહત્યાનો પ્રયાસ; પણ દૈવી બચાવ.
- ‘હરિ ૐ’ મંત્રના સતત જાપથી રોગમુક્ત થયા.
- ૧૯૨૩- ( વસંત પંચમી) પૂ. શ્રી. બાલયોગીજી પાસે દિક્ષા. શ્રી, કેશવાનંદ ધૂણીવાળા દાદાના દર્શને સાંઈખેડા ગયા. ત્યાં રાત્રે સ્મશાનમાં સાધના અને દિવસભર હરિજન સેવા
- ૧૯૨૭- હરિજન આશ્રમ, બોદાલમાં સર્પદંશ; પરિણામે ‘હરિ ૐ’ મંત્ર અખંડ થયો
- ૧૯૨૮ – પહેલી હિમાલય યાત્રા
- ૧૯૨૮- સાકોરીના પૂ. ઉપાસનીબાબાની સાથે સાધના. બધી સૂધ બૂધ ખોઈ, મળમૂત્ર માં જ પડ્યા રહ્યા.
- ૧૯૩૦ – મનની નીરવતાનો સાક્ષાત્કાર
- ૧૯૩૦-૩૨ આઝાદીની લડતમાં ભાગને કારણે સાબરમતી, વીસાપુર, નાસિક અને યરવડા જેલોમાં કારાવાસ, સખત પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન પ્રભુસ્મરણ
- વીસાપુર જેલમાં વિદ્યાર્થીઓને સમજાવવા સરળ ભાષામાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વિવરણ ‘જીવન ગીતા’ લખ્યું.
- ૧૯૩૪ - સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર
- ૧૯૩૪-૩૯ - હિમાલયમાં અઘોરીબાબા પાસે, ધુંવાધારની ગુફામાં અને નર્મદાકિનારે નગ્ન દેહે ૨૧ ધૂણી ધખાવી સાધના; શીરડીના સાંઈબાબા પાસેથી અંતિમ તબક્કાની સાધનાનું માર્ગદર્શન
- ૨૯, માર્ચ- ૧૯૩૯ – કાશીમાં નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર; હરિજન સેવક સંઘમાંથી રાજીનામું
- ૧૯૪૨ – હરિજન સેવક સંઘમાંથી છૂટા થયા છતાં, હરિજન કન્યા છાત્રાલય માટે મુંબાઈમાં ફાળો ઉઘરાવ્યો.
- ૧૯૪૫- હિમાલયની યાત્રા દરમિયાન અદ્ભૂત અનુભવો
- ૧૯૪૬- સાબરમતી હરિજન આશ્રમમાં મીરાં કુટિરમાં મૌન એકાંતનો પ્રારંભ
- ૧૯૫૦ – દક્ષિણ ભારતના કુમ્ભકોણમ્માં કાવેરી નદીના કાંઠે ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના (૧૯૭૬ પછી એ આશ્રમ બંધ કરાયો છે.)
- ૧૯૫૪ – સૂરતના ‘કુરુક્ષેત્ર’માં એક ઓરડીમાં મૌન એકાંતનો પ્રારંભ
- ૧૯૫૫- નડિયાદ શેઢી નદીના કાંઠે ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના
- ૧૯૫૬ – સૂરતના ‘કુરુક્ષેત્ર’માં ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના
- ૧૯૬૨થી – ‘હરિ ૐ’ આશ્રમ દ્વારા લોકકલ્યાણનાં કામોનો પ્રારંભ
- ૧૯૬૮-૧૯૭૫ – શરીરના અનેક રોગો છતાં સતત પ્રવાસ અને અધ્યાત્મ અને સ્વાનુભવના ૩૬ ગ્રન્થોનું લેખન/ પ્રકાશન
- ૧૯૭૬ – ફાજલપુરમાં મહી નદીના કાંઠે શ્રી. રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં આનંદ પૂર્વક દેહત્યાગ
- મૃત્યુ બાદ મળેલ દાનમાંથી ગુજરાતના પછાત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બાધવાનો આદેશ.
સાભાર
- ‘ શ્રી મોટા સાથે હિમાલય યાત્રા’ – શ્રી. નંદુભાઈ શાહ ; ‘હરિ ૐ’ આશ્રમ પ્રકાશન, સૂરત