નરેન્દ્ર મોદીના કેબિનેટ મંત્રીઓ નક્કી, રાષ્ટ્રપતિને યાદી મોકલવામાં આવી
- શપથગ્રહણમાં હવે ગણતરીના કલાકો બાકી છત્તા સસ્પેન્શ યથાવત
- વાંચો આટલા મંત્રીઓ કેબિનેટમાં હશે...
અમદાવાદ તા. 26 મે, 2014
નરેન્દ્ર મોદીના શપથગ્રહણમાં હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મોદીના કેબિનેટના મંત્રીઓ લગભગ નક્કી થઈ ગયા છે. સંભવિત મંત્રીઓના નામ સામે આવી રહ્યા છે. આજે મોદીની કેબિનેટના મંત્રીઓનું લીસ્ટ રાષ્ટ્રપતિને મોકલી દેવામાં આવ્યું છે. 18 કેબિનેટ અને 16 રાજ્યસ્તરના મંત્રીઓનું લીસ્ટ રાષ્ટ્રપતિને મોકલી દેવાયું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મોદીની કેબિનેટમાં રાજનાથ, અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજને મંત્રાલયમાં મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે. તે ઉપરાંત જે નેતાઓના નામ સામે આવી રહ્યા છે તે પ્રમાણે બીજેપી નેતા રવિશંકર પ્રસાદ, ગોપીનાથ મુંડે, નિર્મલા સીતારમણ. હર્ષવર્ધન, ધર્મેન્દ્ર પ્રધાન અને પુર્વ સેનાધ્યક્ષ વીકે સિંહ ઉપરાંત પીયુષ ગોયનું પણ નામ શપથ લેનાર મંત્રીઓના લીસ્ટ હોવાના સમાચાર છે.
કલરાદ મિશ્રા અને રાધામોહન સિંહને પણ મોદીનું આમંત્રણ મળ્યું છે. જ્યારે નીતિન ગડકરીને પરિવહન મંત્રાલય સોંપવામાં આવી શકે છે. જેમા રલ્વે મંત્રાલય પણ સામેલ કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદીએ ગુજરાત ભવન તમામ સંભવિત મંત્રીઓને ચા પર બોલાવવામાં આવ્યા છે. મોદીના કહેવાથી તમામ એક એક કરીને તેમને મળવા પહોંચી રહ્યા છે. જાણવા મળ્યું છે કે, ગઠબંધનવાળા નેતાઓ અને સાંસદોના નામ પણ છે.

રાષ્ટ્પતિ ભવનમાં યોજાનારા ડીનરમાં શું પિરસાશે ..ચીકન બીરીયાની બાકાત
ગુજરાતથી લઈને તામીલનાડુ સુધીની વાનગીઓને થાળીમાં સ્થાન મળશે
વાંચો આજના ડીનરનુ મેન્યુ
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ બાદ રાષ્ટ્રપતિ દ્વારા જે ડીનરનુ આયોજન કરવામાં આવ્યુ છે તેના મેન્યૂમાં આખા ભારતની વાનગીઓને સ્થાન આપવામાં આવ્યુ છે.મહત્વની વાત એ છે કે આ મેન્યુમાંથી ચીકન બીરીયાની બાકાત રાખવામાં આવી છે.એવુ મનાય છે કે લાખો લોકોની ફેવરીટ વાનગી મોદીને પસંદ નથી.એટલે આ વખતે ડીનરમાં નવાઝ શરીફને ચીકન બીરીયાની ખવડાવવામાં નહી આવે.
રાષ્ટ્પતિ ભવનના યલો ડ્રોઈંગ રુમમાં આ ડીનરનુ આયોજન કરવામાં આવ્ય છે.જેમાં દેશ વિદેશના આમંત્રીત મહેમાનો તેમજ વડાપ્રધાન મોદી અને તેમની કેબીનેટ ટી શામેલ થશે.
ડીનરમાં મહેમાનોને ગુજરાની વાનગી કેળા મેથીનુ શાક, તામિલનાડુનુ ચિકન ચેટ્ટીનાદ, પંજાબની દાલ મખની, બંગાળની પૌટોલ દોરમા વાનગી પિરસવામાં આવશે.રાષ્ટ્પતિ ભવનના સલાહકારો અને શેફે ચર્ચા વિચારણા બાદ કાળજીપૂર્વક મેન્યુની પસંદગી કરી છે.આ સીવાય તેમાં મુગલઈ વાનગી બીરબલી કોફ્તા કરી અને રાજસ્થાની વાનગી જયપુરી ભીંડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
શપથગ્રહણ સંપન્ન થયા બાદ લોકોને ગુજરાતી ઢોકળાનો આસ્વાદ માણવા મળશે.જ્યારે વિદાય લેતી વખતે આમંત્રિતોને પાન ખવડાવાશે.વડાપ્રધાન ગુજરાતના છે એટલે ઢોકળા પિરસાઈ રહ્યા છે તેવા પ્રશ્નના જવાબમાં રાષ્ટ્પતિ ભવનના પ્રવક્તાએ હસતા હસતા જવાબ આપ્યો હતો કે ના આ વાનગી રાષ્ટ્પતિ ભવનની પોતાની ઈચ્છાથી પીરસવામાં આવશે.
ડીનરમાં સ્ટાર્ટર તરીકે ચિલ મેલન સુપ,ચિકન હજારી,મટન, ગીલોટી કબાબ,તંદુરી આલુ પીરસાશે.
જ્યારે મીઠી વાનગીઓમાં મેંગો સ્વીકન, પાઈનેપલ હલવો, સંદેશ,શ્રીખંડ,ફ્રુટ,ગ્રીન ટી,સાઉથ ઇન્ડિયન કોફી રાખવામાં આવી છે.