- ‘It’s a journey. There are no destinations’
- ” Why do you say we have a 19th century mindset?” Because we are still so bothered by the questions of who you are, which caste you belong to, which religion, which race, which nationality, as opposed to just saying we are human beings, we have only one planet earth and that’s it. We breathe the same air. We can’t say this is my air and that is your air.
So we need to start our dialogue with prior unity-
- ‘ ઇન્ડિયન એક્સપ્રેસ પર તેમનો ઈન્ટરવ્યુSo we need to start our dialogue with prior unity-
- તેમની વેબ સાઈટ
- ૧૫ મા અસ્મિતા પર્વમાં આપેલ વ્યાખ્યાન ‘પ્રયોગ ઘર પર’- ૧૫ મા અસ્મિતા પર્વમાં આપેલ વ્યાખ્યાન ‘રીડ ગુજરાતી પર’
- ભારત સરકારની તેમની વેબ સાઈટ
——————————————————————————–
મૂળ નામ
- સત્યનારાયણ ગંગારામ પિત્રોડા
- ૪,મે-૧૯૪૨; તિતલાગઢ, ઓરિસ્સા
- માતા-?; પિતા- ગંગારામ; ભાઈ બહેનો – સાત
- પત્ની- ?; સંતાનો -?
- શાળાકીય – વલ્લભ વિદ્યાનગર; જિ. ખેડા
- એમ.એસ.સી.( ફિઝિક્સ/ ઇલેક્ટ્રોનિક્સ) – મહારાજા સયાજીરાવ યુનિ.
- એમ.એસ.( ઇલે.એન્જિ.) – ઇલિનોઈસ યુનિ. શિકાગો
- આઈ.ટી. તજજ્ઞ
- સરકારી વહીવટકાર
————-
—-
તેમના વિશે વિશેષ- તેમના કુટુમ્બને ગાંધીજીના જીવન અને કવન માટે ઘણું માન હતું; આથી તેમને અને તેમના ભાઈને વડોદરા ભણવા મોકલ્યા હતા.
- ‘Worldcom’ કમ્પનીમાં ચેરમેન હતા.
- ૧૯૭૪ – Wescom Switching માં જોડાયા હતા.
- ૧૯૭૫- ઇલેક્ટ્રોનિક ડાયરીની પાયાની શોધ કરી હતી.
- ૧૯૮૦ – Wescom Switching ને ટેક ઓવર કરી લેનાર કમ્પની –‘રોકવેલ’માં વાઈસ પ્રેસિડન્ટ બન્યા.
- ૧૯૮૩ – બાઈનરી આંકડાઓના આધારવાળા ગંજીપાના પત્તાંની ડિઝાઈન પણ બનાવી હતી!
- ૧૯૮૪ – ભારતના વડા પ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ તેમને દેશની ફોન સિસ્ટમમાં સુધારા સૂચવવા ભારત બોલાવ્યા હતા; જે અન્વયે Center for Development of Telematics ‘C-DOT’ ની સ્થાપના કરી હતી. આ માટે તેમણે અમેરિકન નાગરિકત્વ પાછું વાળી, ફરીથી ભારતીય નાગરિક બન્યા હતા.
- ૧૯૮૭ – ટેલિકોમ્યુનિકેશન નીતિઓ અંગે તત્કાલીન વડા પ્રધાન, રાજીવ ગાંધીના સલાહકાર; નવા સ્થપાયેલ ‘ટેલિકોમ્યુનિકેશન કમીશન’ના ચેરમેન
- બહુ જ પ્રચલિત અને લોકપ્રિય બનેલા પીળા રંગના ‘ પી.સી.ઓ. બુથ‘ ની સ્થાપના કરાવી.
- ૧૯૯૦ – અમેરિકા પાછા આવી, મોબાઈલ ફોનની ટેક્નોલોજીમાં પ્રદાન
- ૨૦૦૪ – શ્રી, મનમોહનસિંહની સરકારે સ્થાપેલ ‘ નેશનલ નોલેજ કમીશન’ના ચેરમેન
- ૨૦૦૯ – ભારત સરકારમાં જાહેર ઇન્ફ્રા સ્ટ્રક્ચર બાબતો અંગે, કેબિનેટ મિનિસ્ટર કક્ષાનો હોદ્દો
- ૨૦૧૦ – નેશનલ ઈન્નોવેશન કાઉન્સિલના ચેરમેન
- આન્ધ્ર યુનિ. , સંભલપુર યુનિ. અને યુનિ. ઓફ ઇલિનોઈસ તરફથી માનદ પી.એચ.ડી.ની ડીગ્રી
- ૨૦૦૨- ‘ડેટાક્વેસ્ટ’( આઈ.ટી. અંગેનું સુપ્રસિદ્ધ, ભારતીય મેગેઝિન) તરફથી’ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’\
- ૨૦૦૯ – ભારત સરકાર તરફથી ‘ પદ્મભૂષણ’ ઇલ્કાબ
- ૨૦૧૧- જિનિવામાં મળેલી કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટીનો એવોર્ડ