20140526

મીરાંબાઇ, Mirabai


mira_1.jpgરામ રમકડું જડીયું, રાણાજી મને…
હાં રે! કોઇ માધવ લ્યો, વેચંતી વ્રજનારી રે…
કાનુડો ન જાણે મારી પીડ…
ગોવિન્દો પ્રાણ અમારો રે! …. 
# રચનાઓ  : 1 : 2 : 3 : 4 : 5 :
_____________________________
ઉપનામ
પ્રેમદિવાની
જન્મ
આશરે 1498 મેડતા, રાજસ્થાન (જુદાં જુદાં સાક્ષરોમાં તેમના જન્મ સમય અંગે સંવત ૧૪૦૩, ૧૪૧૯, ૧૪૨૪, ૧૪૮૦, ૧૫૫૯, ૧૫૫૫ એવા વિવિધ મત છે.)
અવસાન
આશરે 1565 (આશરે સંવત ૧૫૨૬માં દ્વારકામાં)
કુટુમ્બ
  • દાદા – દુદાજી રાઠોડ
  • પિતા રત્નસિંહજી રાઠોડ(માણેકલાલ સુતરીયાને મતે), જેમલ રાઠોડ (દયારામ અને નર્મદના મતે)
  •  પતિ મેવાડના પાટવી કુંવર ભોજરાજ  , કુંભારાણા (દયારામ અને નર્મદના મતે)

જીવન ઝરમર
  • તેઓ જ્ઞાતિએ રાજપૂત હતાં. તેઓ મારવાડના મેડતાના વતની હોવાનું મનાય છે. જોકે કેટલાક વિદ્વાનો અજમેર પાસેના કુકડીને તથા રજપૂતાના ખાતે આવેલ નેહેરાને પણ મીરાંબાઇનું વતન ગણે છે.
  • તેઓ જોધપુરનું રાજ્ય સ્થાપનાર રાવ જોધાજીના પુત્ર દુદાજીના પૌત્રી હતાં.
  • કેટલાક વિદ્વાનો જેમલ રાઠોડને મીરાંબાઇના ભાઇ તરીકે ને વીરમદેવ ઠાકોરને તેમના પિતા તરીકે ગણાવે છે.
  • તેમનું લગ્ન સંવત ૧૪૯૫માં મેવાડના પાટવીકુંવર સાથે થયા હતાં.
  • તેઓ નરસિંહ મહેતાના સમકાલીન હોવાનું માનતો વિદ્વાનોનો એક મત છે. તેમના અને નરસિંહ મહેતાના મિલનની દંતકથા પણ પ્રસિદ્ધ છે.
  • જોકે વિદ્વાનોનો બહોળો વર્ગ તેમને નરસિંહ મહેતા પછી થઇ ગયા હોવાનું માને છે.
  • બાળપણમાં દાસી અને દાદા પાસેથી કૃષ્ણભક્તિના સંસ્કાર મળ્યાં.
  • ખુબ જ નાની ઉંમરે તેઓ વિધવા થયાં. આથી તેઓ ઉત્કટપણે ભક્તિમાર્ગ તરફ વળ્યાં.
  • જોકે તેમનિ કૃષ્ણભક્તિ તેમના સાસરાપક્ષને ખૂંચતી હતી કારણકે તેમના સાસરિયાં શૈવભક્ત હતાં.
  • ભજન, કીર્તન, નર્તન અને સાધુઓના સંગ વચએ મિંરા જાતને વીસરી જતાં. એક રાજપૂતાણી દ્વારા ખુલ્લે આમ સાધુનો સંગ કરવો એ તત્કાલીન રૂઢિચુસ્ત વાતાવરણમાં ટીકાનો વિષય બની ગયો. પણ મીરાં તો આ બધાથી પર પોતાના કૃષ્ણને સમર્પિત હતાં.
  • લોકવાયકા મુજબ તેમના દિયર વિક્રમાદિત્યએ તેમને ઝેરનો પ્યાલો મોકલ્યો હતો, જે મીરાંબાઇની ભક્તિના પ્રતાપે અમૃત સમાન બની ગયો હતો. આ ઘટનાનો ઉલ્લેખ તેમના ઘણાં પદોમાં છે. જોકે આ ‘ઝેરનો પ્યાલો’ ઉપમા હોય અને તેનો સંદર્ભ પોતાના દિયર અને સાસરાપક્ષ તરફથી થતી ઝેરસમાન સતામણી હોય તે વધુ તર્કસંગત છે.
  • અંતે શ્વસુરગ્રુહના ત્રાસથી કંટાળીને રાજરાણિ એવી મીરાં મેવાડ છોડીને ભારતની યાત્રાએ નીકળિ ગયાં. મથુરા, વૃંદાવન તરફની યાત્રા કરી અંતે દ્વારિકામાં સ્થાયી થયાં.
  • મીરાંની કવિતા બહુધા પદમાં લખાઇ છે. તેમણે વ્રજ, રાજસ્થાની અને ગુજરાતીને ઉત્તમ ઊર્મિગીતોથી સમૃદ્ધ કરી છે. મીંરાની કવિતા ફક્ત ગુજરાત કે મેવાડ જ નહીં, સમગ્ર ભારતવર્ષનો સહિયારો વારસો છે.
  • મીરાંની કવિતાઓમાં  પ્રભુપ્રેમનિ ઉત્કટ લગની છે, ઝંખનાનો ઉત્કટ ઉછાળો છે, નારીહ્રદયની કુમાશ અને પારદર્શકતા છે.
  • ગુજરાતી ભાષાની પ્રથમ સ્ત્રીકવિયત્રી તરીકે મીરાંબાઇ અમર છે.
  • ભારતભરમાં ઘેરે ઘેર તેમનાં પદો હજુ પણ ગવાય છે અને ગવાતા રહેશે.
રચનાઓ
  • સતભામાનું રુસણું, કૃષ્ણકીર્તનના પદ, પ્રેમભક્તિના પદ, ભજન, નરસિંહજીકા માયરા (હિન્દીમાં), ગીતગોવિંદની ટીકા, રાગગોવિંદ
સંદર્ભ
  • આપણા પ્રતિનિધિ સારસ્વતો પ્રા. રમેશ શુકલ પ્રવીણ પુસ્તક ભંડાર
  • ‘પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યક્રુતિઓ’ – સં. રમણિક દેસાઇ
  • ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના પાઠ્યપુસ્તકો
વધુ માહિતી