20140526

અખો

- “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”
- “અંધ સસરો ને શણગટ વહુ, કથા સુણવા ચાલ્યું સૌ.”
- ઓછું પાત્ર ને અદકું ભણ્યો; વઢકણી વહુએ દીકરો જણ્યો
મારકણો સાંઢ ચોમાસું માલ્યો; કરડકણો કૂતરો હડકવા હાલ્યો
મર્કટ ને વળી મદિરા પીએ; અખા એથી સૌ કોઈ બીએ
અખાના છપ્પા
- વિકિપિડિયા ઉપર
- ‘ વાચનયાત્રા’ ઉપર   ભાગ -૧ ;  ભાગ -૨ 
———————————————————
 નામ
  • અખો સોની
જન્મ
  • આશરે – 1600   ; જેતલપુર – અમદાવાદ  જિ.
અવસાન
  • આશરે – 1655 – અમદાવાદ
કુટુમ્બ
  • પિતા – રહીયાદાસ
વ્યવસાય
  • સોનીકામ
જીવન ઝરમર
  • બહેને સોનાની બાબતમાં અવિશ્વાસ પ્રગટ કરતાં જીવનમાં પરિવર્તન,
  • ‘અખા’ ના ચાબખા જેવા છપ્પા તેની વિશેષતા
  • ગુજરાતી ઉપરાંત હિંદી અને વ્રજભાષામાં રચનાઓ
  •  ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે.