“ગરવી ગુજરાતની ‘ સંસ્કૃતિ ‘ …. કવિતા અને કરાટેની કૈસી યે સગાઇ! “
“કલ્ચર ક્વીનનો અધિવાસ્તવિક કૂદકો. ગુજરાતી ગીરા પર ત્રાટકેલી, મોટે ભાગે સરળ ગદ્યમાં કવિતા રચતી, જમ્પિંગ જેકી…. “
– રાધેશ્યામ શર્મા
“ લખવાનું ચાલુ રાખજે હોં, બેટા ! “
– ઉ. જોશી
પ્રેરક વાક્ય
‘બધું અનિત્ય છે. શાશ્વત નથી. આપણે તો માત્ર દ્રષ્ટાભાવ રાખવાનો છે.’
‘Tough times do not last, but tough people do.’
તેમના શબ્દો -
“માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું
માથા વગરના શરીરને લઇને.”
“ખોળામાં ભરેલાં બીજને
નાજુક હાથે વાવી દઉં છું
ઊગે છે ત્હેમાંથી
કવિતાનાં ગુલમહોર ક્યારેક. “
# રચનાઓ : - 1 - : - 2 -
# અંગ્રેજીમાં એક રચના
________________________________________________________________
સમ્પર્ક 2-સી, નાનક નિવાસ, વોર્ડન રોડ, મુંબાઇ- 400 026
જન્મ
- 10- ઓક્ટોબર , 1958; વડોદરા
અભ્યાસ
- એમ.એસ.સી.( આંકડાશાસ્ત્ર)
- એમ.બી.એ..( ફાઇનાન્સ)
- ડીપ્લોમા ઇન મેનેજમેન્ટ સ્ટડીઝ
- કોમ્પ્યુટરના 15 કોર્સ
- જનરલ મેનેજર ( કોમ્પ્યુટર ડીપા.) – જાણીતી પબ્લીક લીમીટેડ કમ્પનીમાં
- બાળકમાં શક્તિ હોય, માબાપ પૈસેટકે સુખી હોય અને બાળકને સાચા સંસ્કાર આપે તો કઇ ઊંચાઇએ બાળક પહોંચી શકે તેનું જ્વલંત ઉદાહરણ એટલે ‘સંસ્કૃતિરાણી’
- આઠમે વર્ષે એક કાવ્ય પ્રસીધ્ધ થયું હતું.
- સાહિત્યમાં પ્રેરણા- પહેલાં પપ્પા અને પછી ઘણા સાહિત્યકાર કાકાઓ !
- ત્રણ ભાષા ઉપરાંત મરાઠી, બંગાળી, સંસ્કૃત અને રશિયન પણ જાણે છે.
- વૈજ્યંતીમાલા પાસે 13 વર્ષ ભરત નાટ્યમ્ શીખ્યાં
- પરવેઝ મિસ્ત્રી પાસે કરાટેની આઠ વર્ષની તાલીમ લીધી
- ચિત્રકળાની ઇન્ટરમિજિએટ પરીક્ષા પાસ અને હરીફાઇમાં ઘણાં ઇનામ જીત્યાં
- સ્વીમીંગ હરીફાઇમાં ઘણાં ઇનામો જીત્યાં છે.
- 1976-77 એલ્ફિન્સ્ટન કોલેજમાં સંસ્કૃત વક્તૃત્વ સ્પર્ધામાં ઇનામ!
- મહાન રશિયન કવયિત્રી ‘અન્ના અખ્યાતોવ’ ની કવિતા પર વ્યાખ્યાન આપેલું છે !
- શાસ્ત્રીય સંગીત શીખવાનું શરુ કરેલું, પણ સમયના અભાવે છોડી દીધેલું !
- કોમ્પ્યુટર ટેક્નોલોજીના આંતરરાષ્ટ્રીય અધિવેશનોમાં તજજ્ઞ તરીકે વ્યાખ્યાનો આપેલા છે.
- આકાશવાણી અને ટી.વી પર અનેક કાર્યક્રમો આપેલા છે.
- ’Pen International’ માં તેમના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ છપાયો છે અને તેનું પઠન પણ થયું છે.
- જાતે પાઠપૂજા પણ કરે છે ! ઇશ્વર પર પૂરો વિશ્વાસ છે.
- અલંકારો અને વસ્ત્રોની પસંદગી માટે સમય આપવો જરા ય ન ગમે !
- નૃત્ય, ગાયન, તરવાનું, કરાટે, ચિત્ર
- બીજા ઘણા બધા પણ છે ( પ્લેન ઉડાડવાનો, હેન્ગ ગ્લાઇડીંગ, સ્કીઇંગ, વોટર સર્ફીંગ વિ. વિ. ) પણ સમયના અભાવે નથી કરી શકતાં. એક દિવસ એ પણ અમલમાં મૂકાશે !!
- કડક મીઠી ચા અને કલકત્તી પાન
- કવિતા - સૂર્યો જ સૂર્યો
- ફણીશ્વરનાથ રેણુ સાહિત્ય પુરસ્કાર
- ગુજરાતી સાહિત્ય પરિષદના બે એવોર્ડ
- તખ્તસિંહ પરમાર પારિતોષિક
- દિનકર શાહ કવિ ‘જય’ પારિતોષિક
- 1995 – ગીરા ગુર્જરી પારિતોષિક
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન